અમેરિકામાં સંક્રમિતોનો ઈલાજ કરી રહેલ ડૉ. કૃતિએ કહ્યું – તમારા નસીબ સારા છે કે તમે ભારતમાં છો

Posted by

ડોક્ટર કૃતિ અગ્રવાલ અમેરિકાના ન્યૂજર્સીમાં કોરોના દર્દીઓનો ઇલાજ કરી રહ્યા છે. તેઓ જણાવે છે કે અમેરિકામાં એવી પરિસ્થિતિ છે કે લોકો ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરે છે. હોસ્પિટલમાં જવાવાળા મોટાભાગના દર્દીઓ કોરોના પીડિત છે. તમામ સંસાધનો અને આધુનિક સુવિધા હોવા છતાં પણ ઘણા લોકોનો જીવ બચાવી શકાતો નથી. એવામાં અહીંયા ડોક્ટર ૧૮ થી ૨૦ કલાક સુધી દર્દીઓની સેવામાં જોડાયેલા છે, જેથી તેમનો જીવ બચાવી શકાય.

ડોક્ટર કૃતિ અનુસાર કોરોના પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ફક્ત ન્યૂજર્સીમાં જ દરરોજ ત્રણ થી સાડા ત્રણ હજાર નવા કોરોના દર્દીઓ સામે આવી રહ્યા છે. તમામ પ્રકારની કોશિશો કરવા છતાં પણ સેંકડો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેઓ જણાવે છે કે જે લોકો ડ્યુટી પર છે તેમના પર હંમેશા ખતરો રહેલો છે. પરંતુ તેમ છતાં પણ તેઓ સંપૂર્ણ પ્રયત્ન કરી રહેલ છે અને કોશિશ કરી રહ્યા છે કે કોરોના વાયરસને ફેલાવાથી રોકી શકાય અને લોકોનો જીવ બચાવી શકાય.

તમારા નસીબ સારા છે કે તમે ભારતમાં છો

ડોક્ટર કૃતિએ કહ્યું કે, “તમે નસીબદાર છો કે તમે લોકો ભારતમાં રહો છો. ત્યાં પરિસ્થિતિ ખૂબ જ નિયંત્રણમાં છે. પરંતુ તેમ છતાં પણ આવી પરિસ્થિતિમાં બધાએ પોતાના ઘરમાં રહેવું જોઈએ અને કોરોના ને હરાવવો જોઈએ. વળી કૃતિના પિતા મુકેશ અગ્રવાલનું કહેવું છે કે જ્યારે પણ દીકરી સાથે વાત થાય છે તો અમેરિકાની સ્થિતિ જોઈને ચિંતા થાય છે. પરંતુ દરેક વખતે અમે દીકરીને પોતાનું ધ્યાન રાખવા તથા ઘરની બહાર ન નીકળવા માટે ની સલાહ જરૂર આપીએ છીએ.

અમદાવાદમાં એમબીબીએસ કર્યું, ચંડીગઢમાં લગ્ન

ડોક્ટર કૃતિએ અમદાવાદથી એમબીબીએસ કરેલ છે. ત્યારબાદ ચંડીગઢ નિવાસી લવીશ અગ્રવાલ સાથે મુલાકાત થઈ. લવીશ પહેલાથી જ ન્યૂજર્સીમાં સોફ્ટવેર એન્જિનિયર હતા. ત્રણ વર્ષ પહેલા લગ્ન બાદ ડોક્ટર કૃતિ પણ ત્યાં ચાલ્યા ગયા. ત્યારબાદ તેઓએ ત્યાં એક વર્ષ મેડિકલ ઓફિસરનો વધારાનો કોર્સ કર્યો.