અમેરિકા પર હુમલો થયો છે કોરોના વાયરસનાં રૂપમાં, આ કોઈ ફ્લૂ નથી – ડોનાલ્ડ ટ્રમ્પ

કોરોના મહામારી થી આજે પૂરી દુનિયા ઝઝૂમી રહી છે અને અમુક દેશોની હાલત તો ખૂબ જ ખરાબ છે, જેમાં અમેરિકા પણ સામેલ છે. ચીન, સ્પેન અને ઈટલી પછી સૌથી વધારે કોરોના વાયરસથી મૃત્યુ અમેરિકામાં થયા છે. આશરે ૪૭,૦૦૦ લોકો પોતાનું જીવન ગુમાવી ચૂક્યા છે. આ બધામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટું સ્ટેટમેન્ટ આપ્યું છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે આ મહામારીને અમેરિકા ઉપર હુમલા તરિકે જાહેર કર્યું છે. ટ્રમ્પે કહ્યું કે આપણી ઉપર હુમલો થયો છે, આ કોઈ ફલૂ નથી. કોઈએ આજ સુધી આવું કાંઈ નથી જોયું. છેલ્લે આવું ૧૯૧૭ માં થયું હતું.

ટ્રમ્પે કોરોનાને જણાવ્યું હુમલો

જણાવી દઈએ કે ટ્રમ્પનું આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે અમેરિકામાં અત્યારે ૪૭ હજાર થી વધુ લોકો મૃત્યુને પ્રાપ્ત થયા છે અને બીજા ૮,૫૨,૦૦૦ થી પણ વધારે લોકો સંક્રમિત થયા છે. ટ્રમ્પે દૈનિક સમાજ સંમેલનમાં કહ્યું છે કે આ કોઇ ફલૂ નથી પરંતુ આપણા પર હુમલો થયો છે. ટ્રમ્પને એ પણ પૂછવામાં આવ્યું કે લોકો અને વ્યાપારની મદદ માટે પ્રશાસન અરબો-ખરબો રૂપિયાના પ્રોત્સાહન પેકેજ આપી રહ્યું છે. જેથી તેમની મદદ થઈ શકે પરંતુ આના લીધે જે દેશ પર કરજ વધી રહ્યો છે એનું શું?

આ સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. શું કોઈ બીજો વિકલ્પ છે? હું હંમેશા આ વાતોને લઈને ચિંતામાં રહું છું. અમારે આ સમસ્યાને ઠીક કરવાની છે. દુનિયામાં સૌથી મોટી અર્થવ્યવસ્થા અમારી છે. અમે ચીન કરતા વધારે સમર્થ છીએ એટલું જ નહીં બધા કરતા આગળ છીએ. અમે છેલ્લા ત્રણ વર્ષમાં આ બધું ઊભું કર્યું છે અને અચાનક એક દિવસ અમને કહેવામાં આવે છે કે આ બધું બંધ કરવું પડશે. અમે આ વધુ પાછું ખોલવા જઈ રહ્યા છીએ. અમે પહેલાથી વધારે તાકતવર અને મજબૂત થવા જઈ રહ્યા છીએ, તેના માટે થોડા પૈસા તો ખર્ચવા જ પડશે.

અમેરિકામાં જલ્દી ખોલી શકે છે લોકડાઉન

ટ્રમ્પે આગળ કહ્યું કે અમે એરલાઇન્સ બચાવી છે. અમે ઘણી કંપનીઓને પણ બચાવી છે. આ એ કંપનીઓ હતી જે પાછલા બે મહિનામાં ખૂબ જ સારું કામ કરી રહી હતી, હવે તે અચાનક જ બજારની બહાર ફેંકાઇ ગઇ છે. જણાવી દઈએ કે કોરોના વાયરસ થી ઘણા દેશોની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચ્યું છે પરંતુ અમેરિકા આનાથી સૌથી વધારે પ્રભાવિત થયું છે

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે દેશના નવા કેસમાં પણ સતત ઘટાડો જોવા મળે છે. હોસ્પિટલમાં સ્થિરતા જોવામાં આવી રહી છે. તેઓ સાચી દિશામાં જઈ રહ્યા છે. બોસ્ટનમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે. શિકાગોમાં પણ વાઇરસની અસર ઓછી થતી દેખાય છે. ડેટ્રાયટનો ખરાબ સમયે હવે નીકળી ચૂક્યો છે. આ બધી વાતોથી ખબર પડે છે કે વાયરસથી લડવાની અમારી રણનીતિ કામ કરી રહી છે. જલ્દી બીજા રાજ્યો પણ ધીરે ધીરે સુરક્ષિત થઈ જશે અને તેમને પણ ખોલી દેવામાં આવશે.

જણાવી દઈએ કે અમેરિકામાં મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. પાછલા ૨૪ કલાકમાં ૧૮૮૩ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. બીજા દેશોની જેમ અમેરિકા માટે પણ માનવામાં આવે છે કે અહીંયા પણ કોરોનાનો બીજો સમય આવી શકે છે. ન્યુયોર્ક માં સ્થિતિ ઘણી સુધરી છે, પરંતુ અમેરિકાની બીજી જગ્યાઓ હજી પણ ઘણી પ્રભાવિત છે.