અમિતાભ બચ્ચન બાદ અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોજિટિવ, ઘરનાં બાકીનાં સદસ્યોનાં રિપોર્ટ આવવાના બાકી

Posted by

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનનાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમના દીકરા અભિષેક બચ્ચન પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યા છે. ૪૪ વર્ષના અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ પિતા અમિતાભના પોઝિટિવ આવ્યા બાદ કરવામાં આવ્યો હતો. સમગ્ર બચ્ચન પરિવાર અને તેમના સ્ટાફનો ટેસ્ટ થયો, ત્યારબાદ હવે અભિષેક કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. અભિષેકને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વેબ સીરીઝના ડબીંગ માટે જતા હતા અભિષેક

અભિષેક બચ્ચનની ડેબ્યૂ વેબ સીરીઝ “બ્રિદ – ઇંટુ ધ શેડો” ૧૦ જુલાઈના રોજ રીલિઝ થઈ છે. પાછલા ઘણા દિવસોથી અભિષેક આ વેબ સીરીઝનાં શૂટિંગ માટે ડબિંગ સ્ટુડિયો જતા હતા. ઘણી વખત તેમને ડબીંગ સ્ટુડિયોની બહાર માસ્ક લગાવેલ સ્પોટ કરવામાં આવ્યા હતા. ડબિંગ માટે તેમના કો-એક્ટર અમિત સાધ પણ જતા હતા. આ બંનેને એક સાથે જોવામાં આવતા હતા. અભિષેક બચ્ચને પણ ટ્વિટ કરીને પોતાના કોરોના પોઝિટિવ હોવાની જાણકારી આપી હતી.

આ વાતની જાણકારી આપતા અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે, “આજે હું અને મારા પિતા બંને કોરોના સંક્રમિત મળી આવ્યા છીએ. અમને બંનેને હળવા લક્ષણ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમે બધા જ આવશ્યક અધિકારીઓને સૂચિત કરી દીધા છે અને અમારા પરિવાર અને કર્મચારીઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હું બધાને અનુરોધ કરું છું કે તેઓ શાંત રહે અને ગભરાય નહીં. ધન્યવાદ.”

જણાવી દઈએ કે અભિષેક બચ્ચન પહેલા અમિતાભ બચ્ચને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિષેક બચ્ચન સહિત ઘરના બાકીના સદસ્ય પણ ત્યાં જ છે. ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચને પોતે કોરોના પોઝિટિવ હોવાની જાણકારી ટ્વિટર પર આપી હતી. સાથોસાથ તેમણે જણાવ્યું હતું કે તેમના પરિવાર અને સ્ટાફનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું હતું, “મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ મળી આવ્યો છે. મને હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં આવેલ છે. હોસ્પિટલ ઓથોરિટીને સૂચિત કરવામાં આવી રહેલ છે. પરિવાર અને બાકીના સ્ટાફ મેમ્બરનો ટેસ્ટ થયો છે, જેના રિપોર્ટ આવવાના બાકી છે. પાછલા ૧૦ દિવસોમાં જે લોકો મારી નજીક આવ્યા છે, તે બધાને નિવેદન છે કે કૃપા કરી તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે.”

અમિતાભ બચ્ચન વિશે સમાચાર આવ્યા બાદથી જ બોલિવૂડના સ્ટાર્સના ટ્વીટ આવવા લાગ્યા છે. સાથોસાથ ફેન્સ અને અન્ય લોકો પણ અમિતાભની સલામતી અને તેઓ ખૂબ જલ્દી સ્વસ્થ થઈ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. ત્યારબાદ હવે અભિષેક બચ્ચનનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવવો ખૂબ જ ચિંતાનો વિષય છે.