અમિતાભ બચ્ચન કોરોના પોજિટિવ, મુંબઈનાં નાણાવટી હોસ્પિટલમાં દાખલ, પોતાના ટ્વિટમાં લખ્યો આવો મેસેજ

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન શનિવારના રોજ કોરોના સંક્રમિત મળી આવ્યા હતા. તેમને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ૭૭ વર્ષીય અભિનેતાએ તેની જાણકારી તેઓએ પોતે ટ્વીટ કરીને આપી હતી. જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ મળ્યા બાદ તેમના પરિવાર અને તેમના સ્ટાફનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે, જેનું પરિણામ આવવાનું હજી બાકી છે.

ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનને કોરોના રિપોર્ટ પોજિટિવ આવ્યા બાદ મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અમિતાભ બચ્ચને ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, તેમને કોરોના થયો છે જેના કારણે તેમને મુંબઇ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સદીના મહાનાયક ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેઓ બોલીવુડના મોટા કલાકારો માંથી એક છે. અમિતાભ બચ્ચન હાલમાં જ ફિલ્મ “ગુલાબો સીતાબો” માં નજર આવ્યા હતા.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં જણાવ્યું હતું કે, “મારો કોરોના વાયરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. મને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. હોસ્પિટલ ઓથોરિટીને જાણકારી આપી રહી છે. પરિવાર અને સ્ટાફનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે. પાછલા ૧૦ દિવસમાં જે લોકો મારી નજીક આવ્યા છે, તેમને અનુરોધ છે કે તેઓ પોતાનો રિપોર્ટ કરાવી લે.”

અમિતાભ બચ્ચનના સ્વાસ્થ્યને લઈને આવી રહેલ ખબરોને કારણે ફેન્સ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ થઇ ગયા છે અને તેમના સ્વાસ્થ્યમાં જલ્દી સુધારો આવે તેના માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં શા માટે દાખલ થયા, હાલમાં તે વાતની જાણકારી મળી શકી નથી. જોકે ડોક્ટર બિગ બી નાં સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે. નાણાવટી હોસ્પિટલ અમિતાભ બચ્ચનના ઘર પ્રતીક્ષાની ખૂબ જ નજીક છે.

નાણાવટી હોસ્પિટલ મુંબઈનાં મોટા હોસ્પિટલોમાંથી એક છે. અમિતાભ બચ્ચન આ પહેલા પણ નાણાવટી હોસ્પિટલમાં પોતાનો ઇલાજ કરાવી ચુક્યા છે. અમિતાભ બચ્ચને પાછલા ૧૦ દિવસમાં તેમના સંપર્કમાં આવેલ લોકોને કોરોનાની તપાસ કરાવવા માટે પણ અપીલ કરી છે.