આનંદીબેન પટેલને ગુજરાતનાં મુખ્યમંત્રી બનાવવામાં આવે તો કોરોના સંક્રમણને કાબુમાં લાવી શકાશે – સુબ્રમણ્યમ સ્વામી

ગુજરાત સરકારના પ્રયત્નો છતાં પણ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૮ હજારથી વધારે લોકો પોઝિટિવ મળી આવ્યા છે. કોરોના સંક્રમણના વધતા મામલાની વચ્ચે તે વાતની અટકળો પણ ખૂબ જ વધી રહી છે કે રાજ્ય સરકાર મહામારી રોકવામાં નિષ્ફળ થઈ રહી છે. જેના કારણે વિજય રૂપાણીને મુખ્યમંત્રીનાં પદ પરથી હટાવવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર મળેલી જાણકારી મુજબ વિજય રૂપાણીની જગ્યા પર એક નામની ચર્ચા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. શુક્રવારે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને ગુજરાતના મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું હતું.

તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે “ગુજરાતમાં કોરોના વાયરસનાં વધતા મામલા અને મૃત્યુદર રોકી શકાય છે, જો ગુજરાતના મુખ્યમંત્રી ફરીથી આનંદીબેન પટેલને બનાવી દેવામાં આવે.” સુબ્રમણ્યમ સ્વામીના ટ્વીટ પરથી સ્પષ્ટ હતું કે વિજય રૂપાણીનાં નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા ખૂબ જ મુશ્કેલ થઇ ગયું છે, તેમને પદ પરથી હટાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી.

વધુ એક નામની ચર્ચા

ગુજરાતમાં કોરોનાની વચ્ચે બદલતા નેતૃત્વની વાતે જોર પકડ્યું હતું તેની સાથે જ વિજય રૂપાણીની જગ્યા પર વધુ એક નામની ચર્ચાની પણ શરૂઆત થઈ ગઈ હતી. રૂપાણીની જગ્યાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ગુજરાતની કમાન સોંપવાની ચર્ચા શરૂ થઈ હતી. જોકે આ બધી જ ચર્ચાઓ પર મનસુખ માંડવિયાએ ગુરુવારે સાંજે વિરામ લગાવી દીધું હતું.

મનસુખ માંડવિયાએ ગુરુવારે સાંજે ટ્વિટ કરીને કહ્યું હતું કે સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે. ગુજરાત સાથે પણ તેવું જ બની રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી નેતૃત્વમાં કુશળ છે. હાલના સમયે મુખ્યમંત્રી બદલવા વિશેની અફવાઓ ફેલાવવી લોકોના હિતમાં નથી. હું લોકોને આગ્રહ કરું છું કે તેઓ આવી અફવાઓમાં ન પડે.

સરકાર કોરોનાને રોકવામાં લાચાર

ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલી કોરોનાને રોકવા માટે સમગ્ર રાજ્યમાં લોકડાઉન કરી દેવામાં આવેલ છે, તેમ છતાં પણ અમદાવાદ જેવા કોરોના પ્રભાવિત શહેરમાં દરરોજ લોકડાઉન ઉલ્લંઘન થઇ રહ્યું છે. શહેરમાં ૫૦ થી વધારે વિસ્તારોમાં હોટસ્પોટ બનાવી દેવામાં આવે છે. તેમ છતાં પણ કોરોના સંક્રમણની ઝડપમાં ઘટાડો થઈ રહ્યો નથી. નવા હોટસ્પોટ વિસ્તારોને સીલ કરવા માટે જઈ રહેલ પોલીસને પણ લોકોના ગુસ્સાનો શિકાર થવું પડી રહ્યું છે. પોલીસ અને પ્રશાસન પણ લાચાર નજર આવી રહ્યા છે.

અમદાવાદમાં સ્થિતિ સૌથી ખરાબ

ગુજરાતના અમદાવાદમાં કોરોનાનાં વધતા મામલાને ધ્યાનમાં રાખીને નગરની નિગમે ૧૫ મે સુધી દૂધ અને દવાની દુકાનો છોડીને તમામ દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે. મતલબ કે શાકભાજી, ફળ અને કરિયાણાની દુકાનો પણ ખોલવાની પરવાનગી આપવામાં આવેલ નથી. અમદાવાદમાં કોના સંક્રમણના ૫૦૦૦ થી વધારે મામલાઓ સામે આવી ચૂક્યા છે.

જાણકારી અનુસાર ગુજરાતમાં કોરોનાનાં ૭૦ ટકા કેસ ફક્ત અમદાવાદ માંથી છે. આંકડાઓનું માનવામાં આવે તો અમદાવાદમાં કોરોના સંક્રમિત દર્દીઓના સ્વસ્થ થવાની સંખ્યા પણ અન્ય શહેરોની તુલનામાં ખૂબ જ ઓછી છે. અમદાવાદમાં રિકવરી જ્યાં ૧૬.૫ ટકા છે તો દિલ્હી અને મુંબઈમાં રિકવરી રેટ અંદાજે ૩૩ ટકા છે