અસલ જિંદગીમાં ભુતનો સામનો કરી ચુક્યા છેઆ સિતારાઓ, વિકી કૌશલ સાથે બની હતી ડરામણી ઘટના

Posted by

મોટા પડદા પર બોલિવૂડના સિતારાઓ હોરર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને દર્શકોને પણ ડરાવી ચુક્યા છે. પરંતુ ઘણા એવા બોલીવુડ સિતારાઓ છે જે પોતાની અસલ જીંદગીમાં પણ ભૂતોને જોયા હોવાનો દાવો કરી રહ્યા છે. અહીંયા અમે તમને આવા જ અમુક બોલિવૂડ સિતારાઓ અને તેમના અનુભવો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઈમરાન હાશ્મી

સામાન્ય રીતે તો બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી ઘણી હોરર ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. પરંતુ તેમ છતાં પણ અસલ જીંદગીમાં પણ તેઓ એક વખત ભૂતિયા અનુભવથી ખૂબ જ ડરી ગયા હતા. હકીકતમાં બન્યું એવું હતું કે તેઓ પોતાના મિત્રોની સાથે રજાઓ ગાળવા માટે માથેરન ગયા હતા. જે હોટલમાં તેઓ રોકાયેલા હતા ત્યાં અમુક અજીબો ગરીબ અવાજ તો સંભળાવી રહ્યા હતા. ઈમરાન હાશ્મી લાગ્યું કે કોઈ તેમની સાથે મજાક કરી રહ્યું છે પરંતુ જ્યારે તેમણે બહાર જઈને જોયું તો ત્યાં તેમને કોઈ પણ નજર આવ્યું નહીં અને તેઓ ખૂબ જ ડરી ગયા. બીજે દિવસે સવારે તેમણે સૌથી પહેલા કામ કર્યું કે તેમણે પોતાની હોટલ બદલી લીધી.

ગોવિંદા

પોતાની કોમેડી થી મોટા પડદા પર દર્શકોને ખૂબ હસાવનાર લોકપ્રિય અભિનેતા ગોવિંદા પણ એક વખત ભૂતનો અનુભવ કરી ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે એકવાર એક ફિલ્મનું શૂટિંગ પહાડી વિસ્તારમાં જઈ રહ્યું હતું. અહીં તેઓ જે હોટલમાં રોકાયેલા હતા. અચાનક રાતના અમુક અવાજ સાંભળીને તેમની આંખ ખુલી ગઈ હતી. તેમને એવો અહેસાસ થયો કે કોઈ વૃદ્ધ મહિલા તેમના પર આવીને બેસી ગઈ હતી. તેવામાં ગોવિંદા તુરંત પોતાના રૂમમાંથી બહાર ભાગ્યા હતા. ગોવિંદાએ એવું પણ જણાવ્યું હતું કે તેમનો સમગ્ર રૂમ વેરવિખેર થઈ ગયો હતો.

બિપાશા બાસુ

વળી બિપાશા બાસુ તો બોલિવૂડની એવી અભિનેત્રીઓ છે, જેમને હોરર ફિલ્મોની રાણી કહેવામાં આવે છે. પરંતુ અસલ જીંદગીમાં તેમની સાથે પણ અમુક અસાધારણ ગતિવિધિઓ બની ચૂકી છે. બિપાશા જણાવ્યું હતું કે જ્યારે મુકેશ મિલમાં તેઓ ફિલ્મ ગુનાહનું શૂટિંગ કરી રહ્યા હતા, તો તેમને પોતાના રુમમાં પોતાના ડાયલોગ યાદ રહેતા ન હતા. ત્યારે તેઓએ પોતાના રૂમ બદલી લીધો. ત્યારબાદ તેઓને બધા ડાયલોગ યાદ રહી ગયા. થોડો સમય પસાર થયો હતો કે ત્યાં કામ કરવાવાળી એક મહિલાના વ્યવહારમાં અજીબો-ગરીબ બદલાવ આવી ગયો. જેના માટે ડોક્ટરની પણ મદદ લેવી પડી હતી. બિપાશાના જણાવ્યા અનુસાર તેનાથી તે ખૂબ જ ડરી ગઈ હતી અને તેમણે ત્યાં શૂટિંગ કરવાથી મનાઈ કરી દીધી હતી.

રણવીર સિંહ

ભૂત-પ્રેતમાં તો રણવીર સિંહના જણાવ્યા અનુસાર તેઓ વિશ્વાસ નથી કરતા, પરંતુ જ્યારે તેઓ ફિલ્મ બાજીરાવ મસ્તાની નું શૂટિંગ કરી રહ્યા હતા તો તેમના જણાવ્યા અનુસાર તેમને પોતાને પેશવા બાજીરાવ હોવાનો અહેસાસ થયો હતો. રણવીર સિંહે જણાવ્યું હતું કે ત્યાં કાળા રંગને એક દિવાલ હતી, જેના પર સફેદ ધૂળ જામેલી હતી. પેશ્વા બાજીરાવ જેવી એક આકૃતિ ત્યાં બની ગઈ હતી. શૂટિંગ દરમિયાન ઘણી વખત તેમની સાથે આવું થયું હતું.

નવાજુદ્દીન સિદ્દીકી

નવાજુદ્દીન સિદ્દીકી જ્યારે આત્મા ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા તો તેમના જણાવ્યા અનુસાર તેમની પાછળ દિવાલ લગાવેલું ફોટો ફ્રેમ હલતા-હલતા અચાનક પડી ગયું હતું. નવાજુદ્દીનનું કહેવું છે કે તે સમયે ત્યાં હવા પણ ચાલી રહી ન હતી અને એવી કોઈ વસ્તુ પણ ન હતી જેના કારણે ફ્રેમ પડી શકે તેમ હતી.

વિકી કૌશલ

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલને હોરર ફિલ્મ જોવામાં ખૂબ જ ડર લાગે છે. તેમ છતાં પણ તેમણે એક હોરર ફિલ્મ ભૂત : ધ હોંટેડ શીપ માં કામ કર્યું હતું. આ ફિલ્મની શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યું હતું કે જેના કારણે વિકી કૌશલ ખૂબ જ ડરી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે શૂટિંગ કરતા સમયે અચાનક થી તેમના પર સીડી પડવાની હતી, પરંતુ તેનાથી ૩ ઇંચ દૂર પર અચાનક તે સીડી રોકાઈ ગઈ અને તેઓ બચી ગયા. વિકી કૌશલના જણાવ્યા અનુસાર ત્યારે તેઓને તે વાતનો અહેસાસ થયો હતો કે કોઈ ત્યાં હાજર છે અને વિકી કૌશલના ત્યાં રહેવાથી તેમની પરેશાની થઇ રહી છે.

વરુણ ધવન

ભૂતિયા અનુભવ અસલ જિંદગીમાં એક વખત બોલિવૂડ અભિનેતા વરુણ ધવનને પણ થઇ ચૂક્યો છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મ એબીસીડી-૨ નું શૂટિંગ જ્યારે લાસ વેગાસમાં ચાલી રહ્યું હતું, ત્યારે તેઓ એક હોટલમાં રોકાયેલા હતા. જે સુટ તેમને મળ્યું હતું, તેના વિશે જણાવવામાં આવતું હતું કે દુનિયા થી વિદાય લઈ ચૂકેલા લોકપ્રિય ગાયક ફ્રેન્ક સીનાત્રાને તે ખૂબ જ પસંદ હતું. તેમની આત્મા પણ ત્યાં રહે છે. વરુણ ધવને તેના વિશે જણાવ્યું કે તે હકીકતમાં સુટ ખૂબ જ ભૂતિયા હતું, કારણ કે ઘણી વખત તેઓએ રાતનાં સમયે કોઈને ગીત ગાતા સાંભળ્યો હતો અને સાથોસાથ તેમના રૂમના દરવાજા પણ પોતાની મેળે ખુલી જતા હતા.

સોહા અલી ખાન

ગુજરાતની એક હવેલીમાં ફિલ્મ ગેંગ્સ ઓફ ઘોસ્ટ્સ નાં શૂટિંગ દરમિયાન એક દિવસ માહિ ગિલની સાથે સોહા અલી ખાન સમય પસાર કરી રહ્યા હતા. તેમને ફર્નીચરનો અવાજ પોતાના રૂમમાં સંભળાયો. તેમણે વિચાર્યું કે કદાચ ક્રૂ માંથી કોઈ રૂમમાંથી ત્યાં ફર્નિચર હટાવી રહ્યું હશે, પરંતુ જ્યારે બાદમાં તેમને માલુમ પડ્યું કે ત્યાં કોઈ હતું નહીં તો ત્યાં શૂટિંગ અટકાવી દેવામાં આવી હતી. જેથી કરીને ત્યાં કોઈ અઘટિત ઘટના બને નહીં.