અશુભ નહીં નસીબદાર હોય છે ડાબોડી લોકો (Left Handers), વિશ્વભરમાં ફક્ત ૧૨ ટકા લોકો જ છે ડાબોડી

Posted by

પુજા-પાઠ અથવા કોઈ શુભ કામ હોય તો જમણા હાથના ઉપયોગ પર ભાર મૂકવામાં આવે છે. મોટા વડીલો તો બાળકોને ડાબા હાથથી જમવાથી પણ ટોકતાં હોય છે. હિન્દુ શાસ્ત્ર અનુસાર ડાબા હાથનો ઉપયોગ શુભ કાર્યોના ઉપયોગ માં અશુભ માનવામાં આવે છે. વળી એટલે સુધી કે ડાબા હાથથી જમવું પણ અશુભ માનવામાં આવે છે. પરંતુ વિજ્ઞાન તેને ખૂબ જ ખાસ માને છે. દુનિયામાં ફક્ત ૧૨ ટકા લોકો જ ડાબા હાથનો ઉપયોગ કરવામાં સક્ષમ છે. તો ચાલો જાણીએ કે શું ખાસ હોય છે ડાબોડી હાથવાળા લોકોમાં.

આર્ટિસ્ટ હોય છે

દરેક કાર્યમાં ડાબા હાથનો ઉપયોગ કરવા વાળા લોકોમાં એક ખાસ વાત જોવામાં આવી છે. તે લોકો પોતાના ડાબા હાથનો ઉપયોગ ખૂબ જ સરળતાથી કરી લેતા હોય છે. સાથોસાથ તેમનામાં એટલી જ અથવા તેનાથી થોડી જ ઓછી કુશળતાથી તેઓ પોતાના જમણા હાથનો પણ ઉપયોગ કરતા હોય છે.

બેસ્ટ આઈક્યૂ

સામાન્ય ભાષામાં ડાબોડી લોકોનું આઈક્યૂ લેવલ વધારે હોય છે. એક શોધ અનુસાર કોઈપણ આઇક્યુ ટેસ્ટમાં સફળ થતા લોકોના લિસ્ટમાં સૌથી વધારે ડાબોડી લોકો હોય છે. શોધકર્તાઓનું માનવું છે કે ડાબોડી લોકો અન્ય લોકોની તુલનામાં ચીજોને એક અલગ દ્રષ્ટિથી જોવાની ક્ષમતા હોય છે. વિષય કોઈપણ હોય તેમનો એક અલગ સાર અથવા દિશા આપવી તેમની આદત હોય છે. જેને જોઈને અન્ય લોકો પણ દંગ રહી જતા હોય છે.

ધની હોય છે

ડાબોડી લોકો વિશે કહેવામાં આવે છે કે તેમના જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી રહેતી નથી. તેઓ ખૂબ જ પૈસા કમાય છે અને ખર્ચ પણ વધારે કરે છે. પરંતુ અંતમાં તેમ છતાં પણ તેઓની પાસે ક્યારેય જીવનમાં પૈસાની કમી મહેસૂસ થતી નથી.

મલ્ટી ટાસ્કીંગ હોય છે આવી મહિલાઓ

એક શોધ અનુસાર ડાબોડી મહીલાઓ એક સાથે ઘણા બધા કામ કરી શકતી હોય છે. તેનું એક કારણ તેમના દ્વારા સંતુલન બનાવવા માટે બંને હાથનો પ્રયોગમાં લાવવું પણ હોઈ શકે છે. ડાબોડી મહિલાઓ કામ કરતા સમયે પોતાના મગજને એવી રીતે નિયંત્રિત કરી લેતી હોય છે કે તેમના બન્ને હાથ એક સાથે કામ કરવા લાગે છે. તેમનું મગજ ખૂબ જ ઝડપથી બંને હાથને કમાન્ડ આપવા લાગે છે, પરિણામ સ્વરૂપે આંખના પલકારામાં જ તેઓ બધા કામ ખતમ કરી લેતા હોય છે.

રોચક જાણકારી

ડાબોડી લોકો વિશે એક રોચક તથ્ય એવું પણ છે કે તેઓ સામાન્ય રીતે ડાબોડી લોકોમાં જન્મની સાથે જ આ આદત હોય છે. વૈજ્ઞાનિકો અનુસાર જો કોઇ મહિલાએ એક સાથે બે બાળકોને જન્મ આપ્યો છે, તો તેમાંથી એક બાળક ડાબોડી થવાની સંભાવના વધી જાય છે.

જલ્દી શરમાઈ જાય છે

તેનું કારણ એવું પણ છે કે તેઓ ખૂબ જલ્દી પોતાની ભૂલ માની લેતા હોય છે. આપણે તેને ખાસિયત પણ કહી શકીએ છીએ. તે સિવાય ડાબોડી લોકો ગુસ્સાવાળા પણ હોય છે. તેમને હંમેશા ગુસ્સો તો નથી આવતો, પરંતુ જ્યારે કંઈ ખોટું જુએ છે તો તેઓ પોતાના ગુસ્સા પર નિયંત્રણ કરી શકતા નથી.