બકરીઓ ચરાવતી ૧૪ વર્ષની છોકરી ખુલ્લા પગે ક્રિકેટનાં મેદાન ઉપર સુર્યકુમાર યાદવની જેમ ૩૬૦ ડિગ્રી વાળા શૉટ રમે છે, સચિન તેંડુલકરે પણ કરી પ્રસંશા

Posted by

ક્રિકેટની વુમન્સ ઇન્ડિયા ટીમ દ્વારા પાકિસ્તાનને હરાવીને કીર્તિમાન રચવામાં આવેલ છે. વળી વુમન પ્રીમિયર લીગ નું ઓક્શન પણ થયેલ છે. તેવામાં વુમન્સ ક્રિકેટ માટે માસ્ટર બ્લાસ્ટરની એન્ટ્રી સોશિયલ મીડિયા પર થઈ ગઈ છે. રાજસ્થાનની ધરતી ઉપર નું ટેલેન્ટ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ધુમ મચાવી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ ક્રિકેટની દીવાનગી અને ઝુનુન ધરાવનાર બાડમેર જિલ્લાના શેરપુરા નાં એક નાના ગામની ૧૫ વર્ષની છોકરી મુમલ મહેરની, જેનું ક્રિકેટ પ્રત્યેનો ઝુનુન એવું છે કે તેના બેટ ઉપર આવનાર દરેક બોલ બાઉન્ડ્રી માં પરિવર્તિત થઈ જાય છે. બોલરોના છક્કા છોડાવનાર ૧૫ વર્ષની મુમુલ ખુલ્લા પગે મેદાન ઉપર ઉતરે છે.

આ બાળકી ભારતીય ક્રિકેટ ટીમના બેટ્સમેન શુભમન ગીલની જેમ તાબડતોડ બેટિંગ કરે છે. વળી સુર્યકુમાર યાદવની જેમ ૩૬૦ ડિગ્રીના શૉટ પણ મારે છે. હાલના દિવસોમાં આ છોકરી સોશિયલ મીડિયા પર છવાયેલી છે.જેની ધુઆધાર બેટિંગ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તેનું નામ મુમલ મહેર છે, જે ફક્ત ૧૫ વર્ષની છે.

મુમલ મહેર નો વિડીયો જોયા બાદ ક્રિકેટના ભગવાન તરીકે ઓળખવામાં આવતા સચિન તેંડુલકર પણ તેની રમત જોઈને પ્રભાવિત થઈ ગયા હતા અને તેઓ પોતાને મુમલની બેટિંગની પ્રશંસા કરવાથી રોકી શક્યા ન હતા. સચિન તેંડુલક કરે ટ્વિટ કરીને તેની બેટિંગ સ્કિલની પ્રશંસા કરી હતી અને તેમણે આ દીકરીની બેટિંગ નો આનંદ માણ્યો હતો.

આ યુવતીને ક્રિકેટ રમવાનો ખુબ જ શોખ છે. તેની ક્રિકેટ પ્રત્યેની દીવાનગી વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે. જેમાં ફક્ત ૩૪ સેકન્ડની બેટિંગથી જ તેણે લોકોનું દિલ જીતી લીધું છે. મુમલ મહેર આઠમાં ધોરણની વિદ્યાર્થીની છે. સ્કુલ માંથી પરત ફર્યા બાદ તે દરરોજ પોતાના ગામના છોકરાઓ સાથે ક્રિકેટ રમે છે. પોતાની બેટિંગ ના વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કર્યા છે, જે ખુબ જ વાયરલ થઈ રહ્યા છે.

બાડમેર ની ક્રિકેટ ખેલાડી મુમલ મહેર એ ૩૧ જાન્યુઆરીનાં રોજ પોતાના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો હતો, જેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે. વીડિયોમાં તે દરેક બોલ ઉપર બાઉન્ડ્રી મારતી નજર આવી રહી છે. ફક્ત બેટિંગ જ નહીં, પરંતુ મુમલ ની બોલિંગ પણ ખુબ જ જબરજસ્ત છે. મીડિયા રિપોર્ટનું માનવામાં આવે તો મુમલ મહેર નાં પિતા મઠાર ખાન એક ખેડુત છે. મુમલ ની મોટી બહેન અનિશા પણ ક્રિકેટર છે. અનિશા તો અંડર-19 ક્રિકેટ પણ રમી ચુકેલ છે. મુમલ પણ અભ્યાસ તથા ઘરેલુ કામકાજની સાથો સાથ પોતાની ખેલ પ્રતિભાને નિખારી રહી છે.

મુમલ મહેર નાં કોચ રોશને જણાવ્યું હતું કે મુંબઈમાં ક્રિકેટ પ્રત્યે જબરજસ્ત ઝુનુન છે. મુમલ સવારે ૭ થી ૯ વાગ્યા સુધી અને સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી ક્રિકેટની પ્રેક્ટિસ કરે છે. રાજસ્થાનનાં મુખ્યમંત્રી દ્વારા શરૂ કરવામાં આવેલ ગ્રામીણ ઓલમ્પિકમાં મુમલ નું પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું. સેમિફાઇનલ મેચમાં ૨૫ રન બનાવીને તે નોટઆઉટ રહી હતી. ૪ મેચમાં ૭ વિકેટ પણ લીધી હતી. ફિલ્ડિંગ થી પણ તેણે ઘણા બધા રન બચાવ્યા હતા. પરંતુ ફાઇનલમાં અમારી ટીમ હારી ગઈ હતી.

મુમલ મહેર જણાવે છે કે તે ઇન્ડિયા માટે રમવા માંગે છે. કારણ કે મુમલ મહેર ની કઝીન બહેન અનિશા અંડર-19 રમી ચુકેલ છે. અનિશા સમાજની અને જિલ્લાની પહેલી દીકરી છે, જે સ્ટેટ ટીમ માટે ક્રિકેટ રમી ચુકેલ છે.

કોઈ યુઝરે સોશિયલ મીડિયા પર વીડિયો જોયા બાદ લખ્યું હતું કે, “આ તો લેડીઝ સુર્યકુમાર છે.” તો કોઈએ તેને મિતાલી રાજની સંજ્ઞા આપી હતી. બે દિવસથી સોશિયલ મીડિયા પર ધુમ મચાવી ચુકેલ મુમલ પોતે ઇન્સ્ટાગ્રામ યુઝર છે. મુમલ એ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ છે, જે અત્યાર સુધીમાં ૭૦ લાખ લોકો દ્વારા જોવામાં આવી ચુકેલ છે. એટલું જ નહીં હવે મુમલ ની ફેન ફોલોવિંગ પણ વધતી જઈ રહી છે.