બસ ૧ જ વખત ભરવાના રહેશે પૈસા અને દર મહિને મળશે ૩૬ હજાર રૂપિયા, LIC ની આ પોલિસીનો તમે પણ લાભ ઉઠાવો

દેશની સૌથી મોટી અને ભરોસા લાયક વીમા કંપની એટલે કે ભારતીય જીવન વીમા નિગમ દ્વારા પોતાને એક ખુબ જ પોપ્યુલર વીમા પોલિસી જીવન અક્ષય પોલીસીને બંધ કરી દેવામાં આવેલ, પરંતુ હવે એકવાર ફરીથી શરૂ કરવામાં આવી રહેલ છે. LIC જીવન અક્ષય પોલિસી અંતર્ગત પોલીસી ધારકોએ ફક્ત એક જ વખત પ્રીમિયમ આપવાનું રહેશે અને ત્યારબાદ જીવનભર પેન્શન નો લાભ મળી શકે છે.

એલઆઇસી તરફથી ઘણી સ્કીમ ચલાવવામાં આવી રહી છે, પરંતુ આજે અમે તમને એક એવી પોલીસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમે દર મહિને ૩૬ હજાર રૂપિયાની કમાણી કરી શકો છો. LIC પોતાના ગ્રાહકોને દર મહિને કમાણી કરવાનો અવસર પણ આપી રહેલ છે. તે સિવાય જિંદગીની સુરક્ષા અને રૂપિયાની ગેરંટી પણ કંપની તરફથી મળી રહી છે.

જીવન અક્ષય પોલિસી સિંગલ પ્રીમિયમ નોન લીંક નોન પાર્ટીસિપેટીંગ અને પર્સનલ એન્યુટી પ્લાન છે. તેમાં ઓછામાં ઓછું ૧ લાખ રૂપિયાનું રોકાણ કરીને પોલીસ શરૂ કરી શકાય છે. પોલીસીમાં વધુમાં વધુ રોકાણ કરવાની કોઈ લિમિટ નક્કી કરવામાં આવેલ નથી.

તમને જણાવી દઈએ કે જો તમે થોડા પૈસા રોકાણ કરવા માંગો છો તો તમારા માટે વાર્ષિક ૧૨,૦૦૦ રૂપિયાના પેન્શન નો ઓપ્શન પણ છે. વળી જો તમારી પાસે પૈસા રોકાણ કરવા માટે વધારે રકમ છે તો તમે બીજા ઓપ્શનની પણ પસંદગી કરી શકો છો. તમે ફક્ત ૧ લાખ રૂપિયા લગાવીને પણ દર મહિને કમાણી કરી શકો છો. ૧ લાખ રૂપિયાનું રોકાણ કરવા પર તમને દર વર્ષે ૧૨ હજાર રૂપિયા મળશે.

યોગ્યતાની વાત કરવામાં આવે તો આ પોલીસીને ૩૫ વર્ષથી લઈને ૮૫ વર્ષ સુધીના લોકો લઈ શકે છે. તે સિવાય દિવ્યાંગ લોકો પણ આ પોલિસી નો લાભ લઈ શકે છે. આ પોલીસીની ખાસ વાત એ છે કે પેન્શનની રકમ કઈ રીતે પ્રાપ્ત કરવી છે, તેના માટે પણ ૧૦ વિકલ્પ આપવામાં આવેલ છે.

આ પોલીસીમાં દર મહિને ૩૬,૦૦૦ રૂપિયા મેળવવા માટે તમારે Annuity payable for life at a uniform rate નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. તેમાં તમને દર મહિને પેન્શન મળશે. ઉદાહરણ માટે જો કોઈપણ ૩૫ વર્ષના વ્યક્તિએ આ પ્લાન લીધો છે અને ૭૦,૦૦,૦૦૦ રૂપિયા નો વિકલ્પ પસંદ કરેલ છે, તો તેણે ૭૧,૨૬,૦૦૦ રૂપિયા નું પ્રીમિયમ એક સાથે ભરવાનું રહેશે. આ રોકાણ કર્યા બાદમાં તમને દર મહિને ૩૬,૪૨૯ પેન્શન મળશે. જણાવી દઈએ કે વ્યક્તિના મૃત્યુ બાદ આ પેન્શન મળવાનું બંધ થઈ જશે. LIC ના જીવન અક્ષય પોલીસી માં આ પ્રકારના ઘણા બધા પ્લાન છે.