બે પ્રેમિકાઓએ ગળે લગાવ્યો તો ખુશીથી ઝુમી ઉઠ્યો હતો સુશાંત, જુઓ ૧૦ દુર્લભ તસ્વીરો

બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ દરેક વ્યક્તિ દુઃખી છે. તેમાં લોકો તેની જૂની અને દુર્લભ તસવીરો જોઇને તેને યાદ કરી રહ્યા છે. સુશાંતની લવ લાઇફની વાત કરવામાં આવે તો તેના જીવનમાં ૩ મહત્વની યુવતીઓ આવી. તેમાં તેમની “પવિત્ર રિશતા” કો-સ્ટાર અંકિતા લોખંડે પહેલી ગર્લફ્રેન્ડ હતી. ત્યારબાદ તેમના જીવનમાં કૃતિ સેનન અને રીયા ચક્રવર્તી પણ આવી. આ બંને તેમની કથિત ગર્લફ્રેન્ડ છે. તેવામાં આજે અમે તમને સુશાંતની પહેલી બે પ્રેમિકાઓ સાથેની એક દુર્લભ તસવીર બતાવવા જઈ રહ્યા છીએ.

જ્યારે સુશાંત અંકિતા કૃતિ એકસાથે મળ્યા ગળે

આ ફોટો ત્યારની છે જ્યારે સુશાંત અને કૃતિ પોતાની ફિલ્મ રાબતા કરી રહ્યા હતા. કહેવામાં આવે છે કે આ ફિલ્મ દરમિયાન બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. આ તસવીરમાં સુશાંત, કૃતિ અને અંકિતા ત્રણેય એક સાથે ખુશી ખુશી ગળે મળી રહ્યા છે. ફોટોમાં સુશાંતનાં ચહેરા પર ખુશી સાતમા આસમાન પર છે. જણાવી દઈએ કે સુશાંતનાં અંતિમ સંસ્કારમાં કૃતિ અને અંકિતા બંને સામેલ થયા હતા. સુશાંતનાં મિત્રોનું માનવામાં આવે તો જો અંકિતા સાથે તેમનું બ્રેક-અપ થયું ન હોત તો કદાચ આજે સુશાંત જીવતો હોત. તેમના મનોચિકિત્સકે પણ પોલીસને જણાવ્યું હતું કે સુશાંત અંકિતા સાથે બ્રેક અપ કરીને પસ્તાય રહ્યો હતો.

છેલ્લો જન્મદિવસ

આ ફોટો સુશાંતનાં છેલ્લા જન્મદિવસનો છે, જે ૨૧ જાન્યુઆરી, ૨૦૨૦ નાં રોજ હતો. ત્યારે તેમણે પોતાના ઘર પર પૂજા અને ભજન રાખ્યા હતા. જેમાં તેઓ ખૂબ જ ખુશ નજર આવી રહ્યા છે.

અંકિતા સાથેની પ્રેમભરી પળો

આ અંકિતા અને સુશાંત અને ખૂબ જ જૂની તસવીર છે. તેમાં તેઓ એક બેબીને લાડ કરતા દેખાઈ રહ્યા છે. આ ફોટો હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

ગામડામાં સુશાંત

આ ફોટો ત્યારનો છે જ્યારે સુશાંત પોતાના પરિવારની સાથે ગામડામાં ગયા હતા. આ ફોટોને પણ હાલના દિવસોમાં ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરમાં તેમનો સિમ્પલ અને ડાઉન ટુ અર્થ નેચર નજર આવે છે.

બાળપણથી કોલેજ

આ સુશાંતનાં બાળપણથી લઈને કોલેજ સુધી અમુક પસંદગીની તસવીરો છે. જેમાં તમે જોઈ શકો છો કે સુશાંત કેટલો હસમુખ વ્યક્તિ હતો.

બોલીવુડ ની યાદો

બોલિવૂડમાં શાંતનુ સફર કેવું રહ્યું તે આ તસ્વીરોમાં જોઇ શકાય છે.

છેલ્લી ફિલ્મ

આ ફોટોમાં સુશાંત એક્ટ્રેસ સંજના સંઘી સાથે દેખાઈ રહ્યો છે. આ સુશાંતની છેલ્લી ફિલ્મ “દિલ બિચારા” નાં શૂટ દરમિયાનનો ફોટો છે. આ ફિલ્મ પહેલા ૮ મે ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે લોકડાઉનને કારણે ૧૪ જુલાઈનાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે.

બહેનોનો પ્રેમ

સુશાંત ચાર બહેનો માં એકલો ભાઈ હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ઘરમાં સૌથી નાના અને એકલા યુવક હોવાને કારણે તેમને ખૂબ જ લાડ-પ્રેમ મળ્યો છે.

ક્યુટ બાળક

આ સુશાંત ના બાળપણનો ફોટો છે. જેમાં તેમના વાળ હંમેશાની જેમ લાંબા છે અને ચહેરા પર એક નાની મુસ્કાન છે. આ તસવીરમાં તેઓ ખૂબ જ ક્યુટ લાગે રહ્યા છે.

જય ભોલેનાથ

આ “કેદારનાથ” ફિલ્મના શૂટિંગ સમયની તસ્વીર છે.