બેઠા પછી ઊભા થવામાં પરેશાની થાય છે તો તેને નજરઅંદાજ ના કરો, કરો આ ઉપાય

Posted by

આજકાલ ગતિશીલ જીવનશૈલીના લીધે ઓછી ઉંમરમાં પણ લોકો ટાઈપ-૨ ડાયાબિટીસનો શિકાર બની જાય છે. ડાયાબિટીસના લક્ષણ એટલા જલદી જોવા નથી મળતા અને તેના લીધે જ તેની સારવાર પણ મોડા થાય છે. ડાયાબિટીસમાં શરૂઆતના લક્ષણ એકદમ સામાન્ય હોય છે કે જે ખબર પણ નથી પડતી.

આ રોગની ખબર ત્યારે પડે છે જ્યારે તમે કોઈ સ્વાસ્થ્યને લગતા અન્ય તપાસ માટે ડોક્ટર પાસે જાઓ છો. જ્યારે ધીરે ધીરે બ્લડશુગર ખૂબ જ વધી જાય છે. ત્યારે ડાયાબિટીસનાં લક્ષણો સામે આવે છે. જ્યારે અગ્નાશય પર્યાપ્ત માત્રામાં ઇન્સ્યુલીન હોર્મોન નથી બનાવી શકતા ત્યારે ડાયાબિટીસની સ્થિતિ ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિન ભોજનથી પ્રાપ્ત શુગરની માત્રાને નિયંત્રિત કરે છે.

જો હાઈ બ્લડ શુગરનો ઈલાજ ના કરવામાં આવે તો શરીરના ઘણા અંગોને નુકસાન પહોંચી શકે છે. તેવામાં શરીર પર ઘણા સંકેતો અને બદલાવ જોવા મળે છે. તેનો એક ચેતવણી પૂર્વક સંકેત બેસવામાં અને ઊઠવામાં પ્રોબ્લેમ થાય છે. જ્યારે હાઇ બ્લડ શુગર સાથળ અને પગની નસોને પ્રભાવિત કરે છે, ત્યારે વ્યક્તિને બેઠા પછી ઊઠવામાં સમસ્યા આવે છે. તે ઉપરાંત વ્યક્તિને પાછળના ભાગમાં અને સાથળ ખૂબ જ દુખાવો થાય છે. સાથળની માંસપેશીયો ધીરે ધીરે સંકોચવા અને કમજોર થવા લાગે છે અને પેટમાં પણ દુખાવો થાય છે.

શું છે સારવાર

નસોને નુકસાન થતું બચાવવા માટે નિયમિત રૂપે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ થી તમે તમારા બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલ કરી શકો છો.

ડાયટ પર ધ્યાન આપવુ

ટાઇપ-૨ ડાયાબિટીસના તમારે ખાદ્ય પદાર્થોમાં ધ્યાન રાખવાનું છે. જેમાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે. તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. કાર્બોહાઈડ્રેડ જલ્દી ગ્લુકોઝમાં તુટી જાય છે અને તેની અસર સૌથી વધારે ફેટ અને પ્રોટીનથી વધુ બ્લડ સુગર પર પડે છે. બ્લડ સુગર લેવલ નોર્મલ રેન્જમાં રાખવા માટે ખાંડ ફેટ અને મીઠાનું સેવન ઓછું કરી દેવું. નાસ્તો, લંચ અને ડિનર જરૂરથી કરવું. એક સમયનું પણ ભોજનના છોડવું.

એક્સરસાઇઝ

શારીરિક વ્યાયામની મદદથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. અઠવાડિયામાં અઢી કલાક એક્સરસાઇઝ જરૂરથી કરવી જોઈએ. તે એક્સરસાઇઝમાં વધારે ચાલવું અને પગથિયાં ઉપર ચડવા વગેરે કરી શકો છો.

જો તમને પણ ઉઠવા બેસવામાં સમસ્યા થતી હોય તો એક વખત ડોક્ટર પાસે જઇને જરૂરથી ચેકઅપ કરાવી લેવું જોઈએ. એવું નથી કે તમને આ સમસ્યા ટાઈપ-૨ ડાયાબિટીસ હોઈ શકે, પરંતુ જે કંઇ પણ સમસ્યા હોય તો તેની સારવાર સમયસર થઇ શકે.