ભાઈની સાથે આવી રીતે ફરવા માટે નીકળી સારા અલી ખાન, આ ૧૦ તસ્વીરો બતાવે છે તેમનું બેસ્ટ બોન્ડીંગ

Posted by

જ્યારે ભાઈ-બહેનમાં પરસ્પર મિત્રો જેવી બોંડિંગ શેયર કરે છે, તો તેમણે બહાર મિત્રો ની જરૂરિયાત રહેતી નથી. કંઈક આવી જ સ્થિતિ સારા અલી ખાન અને તેમના ભાઈ ઈબ્રાહીમ ની છે, જે બોલીવૂડના બેસ્ટ ભાઈ બહેનની જોડીઓ માંથી એક છે. બંનેની મસ્તી ભરેલી ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર અવારનવાર નજર આવતી રહે છે અને હાલમાં પણ આવી જ તસવીરો ચર્ચામાં આવી રહી છે.

સારા અલી ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેયર કરી છે. જેમાં તે ભાઈ ઈબ્રાહીમ ના ખભા પર બેસેલી દેખાઈ રહી છે.

આ તસવીરમાં ચારો તરફ હરિયાળી અને વરસાદની વચ્ચે બધું ભીંજાયેલું નજર આવી રહ્યું છે અને બંને ભાઈ-બહેન વાતાવરણને એન્જોય કરવા માટે ઘરની બહાર નીકળ્યા છે. બંનેએ સાઇકલની સવારી પણ કરી હતી અને પછી થાકીને તેઓ રસ્તાનાં કિનારા પર બેસી ગયા હતા.

આ તસવીર પાછલા વર્ષની માલદીવ વેકેશનની છે, જ્યારે સારા પોતાની માં અમૃતા સિંહ અને ભાઈ ઇબ્રાહિમ સાથે રજાઓ ગાળવા માટે પહોંચી હતી.

માલદીવ હોલી ડે ની આ તસવીર ખૂબ જ ચર્ચામાં રહેલી હતી. આ તસવીરમાં સમુદ્રની વચ્ચે સારા અને ઇબ્રાહિમે ઘણા પોઝ આપ્યા હતા.

સારા અવાર નવાર પોતાના ભાઈની સાથે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે અને જ્યારે પણ તે આવું કરે છે ત્યારે ચર્ચામાં રહેતી હોય છે.

રક્ષાબંધન પર સારાએ સ્વિમિંગ પુલ નો વિડીયો અને તસ્વીર શેયર કરી હતી. જેમાં ભાઈની સાથે તે સ્વિમિંગ પુલમાં જોવા મળી રહી હતી. વિડિયો ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, જેમાં સારા ને ઈબ્રાહીમ પુલની અંદર ધક્કો મારીને પછાડી દે છે.

જ્યારે વાત વર્કઆઉટ ની આવે તો બંને એકબીજા માટે બેસ્ટ કંપની બની જતા હોય છે.

જ્યારે લોકડાઉન થયેલું તો બંનેએ પોતાના વર્કઆઉટ સેશન અને યોગને પણ સાથે સાથે એન્જોય કર્યા હતા.