ભારતમાં ૨૨૫ રૂપિયામાં મળશે કોરોના વેક્સિન, ભારતની આ કંપનીએ કરી જાહેરાત, જાણો ક્યારે મળશે વેક્સિન

Posted by

કોરોના વાયરસ સંક્રમણને રોકવા માટે સૌથી કારગર ઉપાય છે વેક્સિન, જેને બનાવવા માટે સેંકડો વૈજ્ઞાનિક રાત-દિવસ જોડાયેલા છે. તેવામાં આ મહામારી સામે લડી રહેલ ભારત અને અન્ય દેશો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા શુક્રવારે કહ્યું હતું કે, બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉંડેશન અને ગાવી ની સાથે મોટી ભાગીદારી થઈ છે. આ ભાગીદારીને કારણે ભારત અને અન્ય ઓછી આવકવાળા દેશોને ફક્ત ૩ ડોલર એટલે કે ૨૨૫ રૂપિયામાં વેક્સિન મળશે. હવે ફક્ત રાહ જોવામાં આવી રહી છે કે કોરોના વેક્સિનનાં હ્યુમન ટ્રાયલ પૂર્ણ થાય.

સીરમ દ્વારા કોરોના વાયરસને બનાવવા માટે ધ વેક્સિન અલાયન્સ (GAVI) અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉંડેશનની સાથે મોટી ડીલ કરી છે. આ ડીલમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોરોના વાયરસની વેક્સિન બનાવવાની ક્ષમતા વધી જશે અને તે વધારે વેક્સિનનું ઉત્પાદન ઝડપથી કરી શકશે. કંપની ભારતની સાથે સાથે અમુક નિમ્ન અને મધ્યમ આવક વાળા દેશોમાં વેક્સિનનાં ૧૦ કરોડા ડોઝ તુરંત ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરી રહી છે.

ડીલ બાદ ગેટ્સ ફાઉન્ડેશન GAVI ને ૧૫ કરોડ ડોલર (અંદાજે ૧૧૨૫ કરોડ) ની રિસ્ક ફંડીંગ કરશે. મતલબ કે જો આ વેક્સિન આખરી સ્ટેજમાં અસફળ રહે છે તો ત્યાં સુધીમાં બનેલ વેક્સિનનો ખર્ચ ગાવી ઉઠાવશે. એટલે કે વેક્સિન બરબાદ થઈ જાય છે તો કંપનીએ તેનો કોઈ નુકસાન ઉઠાવવું પડશે નહીં, પરંતુ રિસ્ક ફંડીંગ અંતર્ગત ગાવી તેની ભરપાઇ કરશે. ખબરો અનુસાર વર્ષ ૨૦૨૧નાં પહેલા ૬ મહિનાની અંદર ભારત અને અન્ય દેશોમાં વિતરણ માટે મોટા પાયે વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવશે.

જણાવી દઈએ કે કોરોના વાયરસનાં વ્યક્તિને તૈયાર કરવા માટે હાલના સમયમાં દુનિયાભરમાં ૨૦૦થી વધારે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી ૨૧ થી વધારે વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીનાં રિસર્ચ પર તૈયાર થયેલ વેક્સિન પણ તેમાંથી એક છે. આ વેક્સિન હ્યુમન ટ્રાયલનાં અંતિમ ચરણમાં છે. ભારતમાં તેને “કોવિશીલ્ડ” નામથી વેક્સિન નિર્માતા કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા લોન્ચ કરશે. કંપનીનો દાવો છે કે ખૂબ જ જલ્દી આ વેક્સિન લોકો માટે ઉપલબ્ધ થશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટી સિવાય કંપની નોવાવૈક્સની વેક્સિનનું પણ ઉત્પાદન કરશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદાર પુનાવાલાનું કહેવું છે કે તેમની કંપની પ્રતિ મિનિટનાં હિસાબે વેક્સિનનાં ૫૦૦ ડોઝ તૈયાર કરશે. તેમનું કહેવું છે કે તેમની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા શરૂઆતમાં દર મહિને ૪૦થી ૫૦ લાખ વેક્સિનનાં ડોઝ બનાવવા પર ધ્યાન આપશે. પરંતુ બાદમાં તેની માત્રા વધારી દેવામાં આવશે અને વાર્ષિક ૩૫થી ૪૦ કરોડ વેક્સિન બનાવવામાં આવશે.