ભારતમાં રૂપ બદલી રહ્યો છે કોરોના વાયરસ, વેકસીનની મહેનત પર પાણી ફરી શકે છે

સમગ્ર દુનિયા કોરોના વાયરસ નો ઈલાજ શોધવામાં લાગેલી છે. વૈજ્ઞાનિકો તરફથી પણ ઘણા રિસર્ચ કરવામાં આવી રહ્યા છે જેથી વેક્સિન બનાવવામાં મદદ મળી શકે. પરંતુ હાલમાં થયેલા એક રિસર્ચ ભારત સહિત સમગ્ર દુનિયાને ચિંતામાં મૂકી દીધા છે. ઓસ્ટ્રેલિયા અને તાઈવાનના શોધકર્તાઓ અનુસાર કોરોના વાયરસ ભારતમાં પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. જેના લીધે દુનિયાભરમાં કોરોના વાયરસની વેકસીનને લઈને કરવામાં આવી રહેલ વૈજ્ઞાનિકોની મહેનત પર પાણી ફરી શકે છે.

સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આ બદલાવ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનના કિસ્સામાં જોવા મળે છે. સ્પાઇક પ્રોટીન દ્વારા વાયરસ શરીરના અમુક કોશિકાઓને જકડી રાખે છે. કોરોના વાયરસ ની કાંટાળી સંરચના જ ACE2 એન્ઝાઈમ યુક્ત કોશિકાઓને નિશાન બનાવે છે. ACE2 એન્ઝાઈમ ફેફસામાં મળી આવે છે. વૈજ્ઞાનિકોને અત્યાર સુધીમાં એવી જાણકારી હતી તને તે આવી એન્ટિબોડીઝ પર કામ કરી રહ્યા હતા, જે કોરોના વાયરસ સાથે લડવામાં સક્ષમ હોય. પરંતુ અચાનક વાયરસની સંરચનામાં બદલાવ થવાને કારણે વૈજ્ઞાનિકોએ નવેસરથી મહેનત કરવી પડી શકે છે.

આ શોધ તાઈવાનના નેશનલ ચેઙ્ગ્ગુઆ યુનિવર્સિટી ઓફ એજ્યુકેશન ના વી-લુંગ વાંગ અને ઓસ્ટ્રેલિયામાં મર્ડોક વિશ્વવિદ્યાલય ના સહયોગીઓએ કરેલ છે. શોધકર્તાઓના કહેવું છે કે કોરોના વાયરસ ના રૂપ બદલવા પર આ પહેલો રિપોર્ટ છે જેમાં વેક્સિનની ખોજ પર ખતરો આવી પડેલ છે. એ કસ્ટડીમાં એ વાતની ચેતવણી પણ આપવામાં આવેલ હતી કે Sars-CoV-2 પોતાનું રૂપ બદલી બદલીને સામે આવી શકે છે. સંભવ છે કે આ વાયરસની વર્તમાનમાં બની રહેલ વેક્સિન બેકાર થઈ જાય.

ચીનના નેશનલ સેન્ટર ફોર બાયોઇન્ફોર્મેશન ના જણાવ્યા અનુસાર જાન્યુઆરીની શરૂઆતમાં પહેલા કેસની પુષ્ટિ થવાથી લઈને અત્યાર સુધી આ વાઇરસ એન્ટાર્કટિકાને છોડીને બધા જ મહાદ્વીપ ઉપર પહોંચી ચૂક્યો છે અને અત્યાર સુધીમાં તેમાં ૩૫૦૦ થી વધારે બદલાવ નોંધ કરવામાં આવી ચુકી છે.