ભારતમાં ટીકટોક બૈન થયું તો આ સ્ટાર્સને લાગ્યો જોરદાર ઝટકો, એક ની તો બોલતી બંધ થઈ ગઈ

Posted by

ભારત સરકાર તરફથી ચીન પર ડિજિટલ સ્ટ્રાઇક કરતા ૫૯ ચાઈનીઝ એપ્સને પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તેમાં ખૂબ જ પોપ્યુલર થઈ ચુકેલ ટીકટોક પણ સામેલ છે. મહત્વપૂર્ણ છે કે ટીકટોક પર ઘણા બોલિવૂડ અને ટીવીનાં સિતારાઓ પણ રહેલા હતા, જેમણે અહીંયા પોતાનું એકાઉન્ટ બનાવી રાખ્યું હતું અને તેઓ સતત પોતાના વિડીયો અપલોડ કરતા રહેતા હતા. ટીકટોક તેમના પ્રશંસકોની સંખ્યા પણ લાખો કરોડોમાં હતી.

તેવામાં જે સિતારાઓની ફેન ફોલોઈંગ ટીકટોક પર ખૂબજ સારી હતી અને જેઓ ટીકટોક નો આનંદ લઇ રહ્યા હતા, ટીકટોક બૈન થવા પર તેમને ઝટકો જરૂરથી લાગ્યો છે. ટીકટોક પર પ્રતિબંધ બાદ તેમાંથી અમુક સિતારાઓની પ્રતિક્રિયા સામે આવી છે, જ્યારે ઘણા લોકોની પ્રતિક્રિયા હજુ આવવાની રાહ જોવામાં આવી રહી છે.

જન્નત જુબેર રહમાની

સૌથી પહેલા વાત કરીએ અભિનેત્રી જનત જુબેર રહમાની ની. ટીકટોક પર તેઓ ખૂબ જ પોપ્યુલર છે. તેમણે ટીકટોક પર પ્રતિબંધ મુકાયા બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ બાબતની જ રાહ જોવામાં આવી રહી હતી. આ નિર્ણયથી મને ખુશી છે. ફક્ત એક જ નહીં પરંતુ બધી જ ચાઈનીઝ એપ્સને બૈન કરી દેવી જોઈએ.

 

View this post on Instagram

 

🙆🏼‍♀️

A post shared by Jannat Zubair Rahmani (@jannatzubair29) on

રહમાનીએ તો એવું પણ કહ્યું કે ટીકટોક પર જે લોકો વિડીયો બનાવે છે તેમના માટે આ આશ્ચર્યજનક સમાચાર જરૂર છે. છતાં પણ આ વાતનો આઈડિયા તો મને પહેલાથી જ હતો કે ટીકટોક બંધ કરી દેવામાં આવશે. રહમાનીએ કહ્યું હતું કે હું ફક્ત અન્ય લોકોના મનોરંજન માટે જ ટીકટોક પર વિડીયો બનાવતી હતી.

વિશાલ પાંડે

ટીવી અભિનેતા વિશાલ પાંડે જે ટીકટોક પર ખૂબ જ પોપ્યુલર છે. ટીકટોક બંધ થયા બાદથી તેમની બોલતી જ બંધ થઈ ગઈ છે. વિશાલ પાંડે તેના પર કોઇ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. તેમણે કહ્યું હતું કે ટીકટોક બૈન થવાની બાબતમાં તેઓ કોઈપણ પ્રકારની વાત કરવા માંગતો નથી. વિશાલ પાંડેની પ્રતિક્રિયા પરથી સ્પષ્ટ છે કે ટીકટોક બંધ થવાથી તેમને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.

જેકલીન ફર્નાન્ડીઝ

ટીકટોક પર પ્રતિબંધ લાગવાથી સંભવ છે કે જેકલીન ફર્નાન્ડીઝને પણ ઝટકો લાગ્યો હશે. કારણકે અહીંયા તેમના ૧ કરોડ ૩૬ લાખથી વધારે ફેન્સ મોજૂદ હતા. જેકલીન ફર્નાન્ડીઝ ના વિડિયો ટીકટોક પર ખૂબ જ પસંદ કરવામાં આવતા હતા. જોકે હવે ટીકટોક બૈન થઈ જવાને કારણે તેમના વિડીયો તેમના પ્રશંસકોને જોવા મળશે નહીં.

શિલ્પા શેટ્ટી

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ટિકટોક વિડિયો હંમેશા જોવા મળતા હતા. શિલ્પા શેટ્ટી પોતાના પતિ રાજ કુન્દ્રા અને દીકરા વિવાનની સાથે મસ્તી ભરેલા વિડીયો અહીંયા બનાવીને પોસ્ટ કરતી રહેતી હતી. જોકે ટીકટોક બૈન થઈ જવાને કારણે તેમને પણ ઝટકો જરૂરથી લાગ્યો હશે.

સની લીયોની

બોલિવૂડ અભિનેત્રી સની લીયોની ના પણ ટીકટોક પર ૬૬ લાખથી વધારે ફેન્સ રહેલા હતા અને અહીંયા ઘણા પર્સનલ વિડીયો બનાવીને પોસ્ટ કરતી રહેતી હતી. પ્રોમોશનલ વિડિયો પણ સની અહીંયા બનાવતી હતી. પરંતુ હવે ટીકટોક બંધ થઈ જવાને કારણે તે વાતની પૂરી સંભાવના છે કે તેમને પણ ઝટકો મહેસુસ થઈ રહ્યો હશે.