ભારતનાં ક્લીન સિટીનાં સર્વેક્ષણમાં ગુજરાતનાં બે સિટીને મળ્યા 5 સ્ટાર, જાણો ક્યાં છે તે શહેર

કચરામુક્ત (ગાર્બેજ ફ્રી) શહેરોમાં ગુજરાતનાં સુરત અને રાજકોટ સહિત છત્તીસગઢ નું અમ્બીકાપુર, કર્ણાટકનું મૈસુર, મધ્યપ્રદેશનું ઈન્દોર અને મહારાષ્ટ્રનું નવી મુંબઈને 5 સ્ટાર રેટિંગ મળેલ છે. ગુજરાતના અમદાવાદ સહિત હરિયાણાના કરનાલ, નવી દિલ્હી, આંધ્ર પ્રદેશના તિરુપતિ અને વિજયવાડા, ચંડીગઢ, છત્તીસગઢના ભીલાઈ નગરને 3 સ્ટાર રેટિંગ થી સંતોષ કરવો પડ્યો છે. દિલ્હી કેંટ, વડોદરા અને રોહતકને 1 સ્ટાર રેટિંગ આપવામાં આવેલ છે. કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રી પ્રદિપસિંહ પુરીએ મંગળવારના રોજ રેટિંગ રજૂ કર્યું હતું.

સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ ના કુલ ૬૦૦૦ અંક છે. તેમાંથી સ્ટાર રેટિંગ ઓડીએફ સર્ટીફીકેશન માટે ૧૫૦૦ અંકની વ્યવસ્થા સામેલ છે. સુરત મનપા ને સ્વચ્છતા સર્વેક્ષણ માં ૧૫૦૦ માંથી ૧૩૦૦ અંક એટલે કે 5 સ્ટાર રેટિંગના ૮૦૦ અંક અને ઑડીએફ ડબલ પ્લસ નાં ૫૦૦ અંક પ્રાપ્ત કર્યા છે. હવે સર્વેક્ષણના બાકી ૪૫૦૦ અંક તથા સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૦ નેશનલ રેંકિંગની ખૂબ જલ્દી ઘોષણા થશે. સર્વિસ લેવલ પ્રોગ્રેસનાં ૧૫૦૦ માર્કસ છે. ડાયરેક્ટ ઓબ્જર્વેશનનાં ૧૫૦૦ અને મહત્વપૂર્ણ નાગરિકોનાં સીટીઝન ફીડબેક ૧૫૦૦ અંક છે. ૧૪૩૫ શહેર તેમાં ભાગ લઇ રહ્યા છે.

સેનિટેશન વેસ્ટ પ્રોસેસિંગ ટ્રીટમેન્ટ વેસ્ટ ડિસ્પોઝલ માં સફળ રહ્યા

બાયો માઇનિંગ પદ્ધતિથી ડિસ્પોઝેબલ સાઈટ ખગોડ માંથી કચરાનો પહાડ હટાવીને સુરત એ આ સફળતા પ્રાપ્ત કરી છે. ગત સ્વચ્છતા સર્વેક્ષણમાં તે ૧૪માં નંબર પર હતું.

શહેરોનું રેટિંગ સ્વચ્છ ભારત મિશન યોજનામાં શહેરોમાં વિકસિત સ્ટાર રેટીંગ હેઠળ નીચેના પ્રકારના સ્વચ્છતા સૂચકાંકો પર આધારિત છે. આમાં કચરો સંગ્રહ, જથ્થાબંધ ઉત્પાદક પાલન, સ્ત્રોત પર કચરો એકત્રીકરણ, કચરાની વૈજ્ઞાનિક પ્રક્રિયા, વૈજ્ઞાનિક રીતે લેન્ડફિલ, પ્લાસ્ટિક કચરો વ્યવસ્થાપન, બાંધકામ અને ડિમોલિશન પ્રવૃત્તિઓનું સંચાલન, ડમ્પ ઉપાય અને નાગરિક ફરિયાદ રિઝોલ્યુશન સિસ્ટમ્સ શામેલ છે.

જણાવી દઈએ કે ૧૪૩૫ શહેરોએ સ્ટાર રેટિંગના અંદાજ માટે અરજી કરી હતી. તેમણે કહ્યું કે આ કવાયત દરમિયાન ૧.૧૯ કરોડ નાગરિકોના પ્રતિસાદ દરમિયાન ૧૦ લાખથી વધુ આર્કાઇવ ફોટોગ્રાફ્સનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ૧૨૧૦ આકારણીઓએ ૫૧૭૫ ઘન કચરાના સંચાલન પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય પ્રધાને કહ્યું, “એમ કહેવું અતિશયોક્તિ નહીં થાય કે જો સ્વચ્છ ભારત મિશન દ્વારા શહેરી વિસ્તારમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે છેલ્લાં પાંચ વર્ષોમાં મહત્વની ભૂમિકા ભજવી ન હોત, તો હાલની સ્થિતિ (કોવિડ-19 થી જન્મેલી) વધારે બગડી હોત.”