ભારતનાં નકશામાં હંમેશા શ્રીલંકાને પણ બતાવવામાં આવે છે, તેની પાછળનું કારણ ખુબ જ રોચક છે

તમે હંમેશાં જોયું હશે કે ભારતનાં નકશા પર શ્રીલંકાને પણ બતાવવામાં આવે છે. વળી ભારતનાં નકશા પર પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અથવા મ્યાનમાર તથા કોઈ પણ પાડોશી દેશનો ને બતાવવામાં આવતા નથી. વળી શ્રીલંકા ક્યારેય પણ ભારતનો હિસ્સો પણ રહેલ નથી. સાથો સાથ પાકિસ્તાન અને બાંગ્લાદેશ ભારતમાંથી અલગ થઈને બીજા દેશ બનેલા છે. તેવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્રીલંકાનો નકશો ભારતના નકશાની સાથે શા માટે બતાવવામાં આવે છે?

આવું કરવા પાછળ એક મહત્વનો કાયદો

શું તમે એવું તો નથી વિચારી રહ્યા ને કે ભારતનો શ્રીલંકા પર કોઈ પણ પ્રકારનો અધિકાર છે. જી નહીં, એવું બિલકુલ પણ નથી. ભારતનાં નકશામાં શ્રીલંકાને પણ દર્શાવવામાં આવે છે, તેનો એવો બિલકુલ પણ મતલબ નથી કે ભારતનો શ્રીલંકા ઉપર કોઈ અધિકાર છે અથવા તો બંને દેશોની વચ્ચે નકશા ને લઈને આવો કોઈ કરાર થયેલ છે. પરંતુ તેની પાછળનું કારણ ખુબ જ રોચક છે.

જણાવી દઈએ કે આવું કરવા પાછળ એક સમુદ્રી કાયદો છે. તેને ઓસિયન લો કહેવામાં આવે છે. આ કાયદાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા બનાવવામાં આવેલ છે. વર્ષ ૧૯૫૬માં આ કાયદાને બનાવવા માટે યુનાઇટેડ નેશન્સ કંવેન્શન ઓન ધ લૉ ઓફ ધ સી નામનાં એક સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૫૮માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ સંમેલન નું પરિણામ ઘોષિત કરવામાં આવેલ. આ સંમેલનમાં સમુદ્ર સાથે જોડાયેલી સીમાઓને લઈને એકમત રાખવામાં આવેલ હતો. વર્ષ ૧૯૮૨ સુધી તેના ત્રણ સંમેલનનું આયોજન કરવામાં આવેલ, જેમાં સમુદ્ર સાથે જોડાયેલા કાયદાઓને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર માન્યતા આપવામાં આવી.

૨૦૦ નોટિકલ માઇલના અંતરના ક્ષેત્રને બતાવવું જરૂરી

કાયદામાં નક્કી કરવામાં આવ્યું કે ભારતનાં નકશામાં કોઈ પણ દેશની બેઝ લાઇન થી ૨૦૦ નોટીકલ માઇલ્સ ની વચ્ચે આવતી જગ્યાને બતાવી અનિવાર્ય છે. જો કોઈ દેશ સમુદ્રનાં કિનારે વસેલું છે, તો આવી સ્થિતિમાં તે દેશના નકશામાં તેની સીમા થી ૨૦૦ નોટીકલ માઇલ્સ ની વચ્ચે આવતા ક્ષેત્રને પણ નકશામાં બતાવવામાં આવે.