બીજું બાળક પેદા કરતાં પહેલા ટ્વિંકલે અક્ષય કુમારની સામે રાખી હતી આ શરત, જાણીને ચોંકી ના જતાં

બોલિવૂડમાં તો ઘણા કપલ ફેમસ છે, પરંતુ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના ની વાત જ અલગ છે. આ બંનેની જોડી સાથે ખૂબ જ સારી લાગે છે. આ જોડી હંમેશા સોશિયલ મીડિયા અને પબ્લિક ઈવેન્ટમાં છવાયેલી રહે છે. તેમની પહેલી મુલાકાત ફિલ્મફેર ના એક ફોટોશૂટ દરમિયાન થઇ હતી. ટ્વિંકલ ખન્નાને જોતાની સાથે જ અક્ષય કુમાર તેને પોતાનું દિલ આપી બેઠા હતા. ત્યારબાદ જ્યારે આ બંનેએ “ઈન્ટરનેશનલ ખેલાડી” માં સાથે કામ કર્યું તો તેમના વચ્ચે નો પ્રેમ વધુ ઊંડો બની ગયો.

અક્ષયને બનાવ્યો હતો ૧૫ દિવસ માટેનો બોયફ્રેન્ડ

એક ઇન્ટરવ્યૂમાં ટ્વિંકલ ખન્નાએ જણાવ્યું હતું કે જ્યારે તેની અને અક્ષયની મુલાકાત થઈ હતી, તો તેનું હાલમાં જ બ્રેકઅપ થયું હતું. તેનું પાછલું રિલેશન ખૂબ જ લાંબું હતું. તેવામાં તે કોઈ એવા વ્યક્તિને ઈચ્છતી હતી, જે તેની સાથે અમુક સમય એંજોય કરી શકે. ત્યારે તેમણે અક્ષયને ૧૫ દિવસ માટે બોયફ્રેન્ડ બનાવી લીધો હતો. જોકે આ ૧૫ દિવસમાં તેને અક્ષય કુમાર સાથે સાચો પ્રેમ થઇ ગયો હતો અને બંનેએ પછી લગ્ન કરવાનું નક્કી કરી લીધું હતું.

લગ્ન પહેલા રાખી હતી આ શરત

અક્ષય ની ઈચ્છા હતી કે તે ખૂબ જ જલ્દી લગ્ન કરી, લે પરંતુ ટ્વિંકલ ઇચ્છતી હતી કે આ સંબંધને થોડો સમય આપવામાં આવે. વળી તે સમયમાં ટ્વિંકલ ખન્નાની કારકિર્દી પણ ખૂબ જ સારી ચાલી રહી હતી. વળી અક્ષય નહોતો ઈચ્છતો કે ટ્વિંકલ ખન્ના લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરે. એવામાં ટ્વિંકલની એક શરત પર અક્ષય સાથે લગ્ન કરવા માટે રાજી થઈ ગઈ હતી. તે દરમિયાન ટ્વિંકલ ખન્ના ની “મેલા” ફિલ્મ રિલીઝ થવાની હતી. ટ્વિન્કલે જ્યારે અક્ષયને કહ્યું કે જો તેમની આ ફિલ્મ ફ્લોપ થઈ જાય છે, તો તે લગ્ન કરીને ઘર વસાવી લેશે. પછી જ્યારે મેલા ફિલ્મ રિલીઝ થઈ તો તે ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી. તેવામાં ટ્વિંકલ ખન્નાએ અક્ષય સાથે સાત ફેરા ફરી લીધા હતા. લગ્ન બાદ ટ્વિન્કલે ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધું હતું. વર્તમાનમાં તે રાઇટર તરીકે કામ કરી રહી છે અને પુસ્તકો પણ લખી રહી છે.

ફેમિલી બેકગ્રાઉન્ડ ચેક કર્યું હતું

ટ્વિંકલ ખન્નાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લગ્ન પહેલાં તેમણે અક્ષયના પરિવાર પર રિસર્ચ કરીને રાખ્યું હતું. તેમણે એ જાણકારી મેળવી હતી કે અક્ષય ફેમિલીમાં કોઈપણ વ્યક્તિને કોઇ ગંભીર બીમારી છે કે નહી. આવું એટલા માટે ટ્વિંકલ ઈચ્છતી હતી કે ભવિષ્યમાં તેના બાળકોને પણ કોઇ બીમારી ન થાય.

બીજા બાળક પહેલા રાખી હતી આ શરત

અક્ષય જ્યારે બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા હતા તો તેમની સામે ટ્વિંકલે શરત રાખી હતી. હકીકતમાં જ્યારે આ બંને “કોફી વિથ કરન” માં આવ્યા હતા, તો ટ્વિંકલે જણાવ્યું હતું કે, “મેં અક્ષયને કહી દીધું હતું કે જ્યાં સુધી તે સેન્સિબલ અને સારી ફિલ્મો નહીં કરે, ત્યાં સુધી હું બીજા બાળકને પેદા કરીશ નહીં.”

સાસુ સમજતા હતા “ગે”

ટ્વિન્કલે વધુ એક મજેદાર કિસ્સો શેયર કરતા જણાવ્યું હતું કે તેમની માં ડિમ્પલ કાપડિયા પહેલા અક્ષય કુમારને “ગે” સમજતા હતા. ત્યારે ડિમ્પલે ટ્વિન્કલને સલાહ આપી હતી કે તે લગ્ન પહેલા અક્ષય સાથે એક વર્ષ સુધી રહે.