બિલાડી નું રસ્તો કાપવો શુભ હોય છે કે અશુભ, મોટાભાગનાં લોકો સાચી હકીકત જાણતા જ નથી

Posted by

તે સામાન્ય ધારણા છે કે બિલાડી જો રસ્તો કાપે તો તેને અપશુકન માનવામાં આવે છે. આ ધારણા ને લીધે ઘણા બધા લોકો બિલાડી રસ્તો કાપે છે, તો થોડા સમય માટે રોકાઈ જાય છે અને રાહ જુએ છે કે કોઈ આવે, જે તેમના પહેલા રસ્તો પાર કરે. તેનાથી અપશુકન સમાપ્ત થઈ જાય છે. પણ હકીકત એવી છે કે દરેક સ્થિતિમાં બિલાડીનું રસ્તામાં આડુ ઉતરવું અશુભ હોતું નથી. બિલાડી નો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે, જ્યારે બિલાડી ડાબી તરફ રસ્તો કાપીને જમણી તરફ જાય. અન્ય પરિસ્થિતિમાં બિલાડી નો રસ્તો કાપવો અશુભ માનવામાં આવતું નથી. માન્યતા છે કે કુતરાની જેમ બિલાડીની પણ છઠ્ઠી ઇન્દ્રિય ખુબ જ વિકસિત હોય છે. એટલા માટે તે ભવિષ્યમાં થતી ઘટનાઓને પહેલા જ જાણી લેતી હોય છે.

તંત્ર વિજ્ઞાનમાં બિલાડીને મહત્વપુર્ણ જીવ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે બિલાડી જો ઘરમાં આવીને રડવા લાગે તો કોઈ દુર્ઘટના થઈ શકે છે. બિલાડીનું પરસ્પર લડવું ધનહાની તથા કોઈ લડાઈના સંકેત માનવામાં આવે છે. બિલાડી નો રસ્તો કાપવો, કારણ વગર બિલાડીનું રડવું, બિલાડીનું ઘરની આસપાસ મરવું, આવી ઘણી વાતો છે જે આપણા દેશમાં અપશુકનનાં રૂપમાં જોવામાં આવે છે. તેમાંથી મોટાભાગના લોકો બિલાડીના રસ્તા કાપવાને હંમેશા ભવિષ્ય માટે કોઈ ખરાબ ઘટનાનો સંકેતમાં રહેશે.

લોકોનું માનવું છે કે જો કોઈ શુભ કામ માટે અથવા તો કોઈ યાત્રા માટે ઘરેથી નીકળતા સમયે, ખાસ કરીને કાળી બિલાડી રસ્તાની આગળથી નીકળે છે તો સફળતા મળવી મુશ્કેલ હોય છે. પરંતુ શું હકીકતમાં બિલાડી નો રસ્તો કાપવો અશુભ સંકેત હોય છે અથવા તો તેનાથી અમુક શુભ સંકેત પણ મળે છે? ચાલો તેના વિશે તમને વિગતવાર જણાવીએ.

જ્યોતિષશાસ્ત્રમાં બિલાડીને રાહુની સવારી માનવામાં આવેલ છે અને આ ગ્રહ એક રાક્ષસ નું સ્વરૂપ છે. એવું માનવામાં આવે છે કે કોઈના જીવનમાં રાહુનું આગમન જીવનમાં અશુભ સંકેતોનું કારણ બને છે. રાહુની સવારી હોવાને લીધે બિલાડી નો રસ્તો કાપવો અશુભ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે રાહુ જેવી રીતે દુર્ઘટના નો કારક છે, એટલા માટે બિલાડી નો રસ્તો કાપવો કોઈ દુર્ઘટનાનો સંકેત હોઈ શકે છે. જેના લીધે લોકો બિલાડીના રસ્તા ઉપર આવવાને જીવન માટે અશુભ માને છે.

એવી માન્યતા છે કે જો બિલાડી રસ્તો કાપે તો તે તમારા માટે શુભ નથી. હકીકતમાં આવું માનવું ખોટું છે. કારણ કે બિલાડી નો રસ્તો કાપવાથી અપશુકન થતું નથી. કારણ કે તે કોઈ આવનારી ઘટના માટે તમને સુચિત કરે છે. તેમાં ઘણી વખતે તમારા કામ બગડી જાય છે તો તમને એવું લાગે છે કે બિલાડીના રસ્તો કાપવાની લીધે તમારા કામમાં અડચણ આવેલી છે. આ અંધવિશ્વાસ ને લીધે લોકો રસ્તા ઉપર થોડા સમય માટે રોકાઈ જાય છે, જ્યાંથી બિલાડી નીકળેલી હોય. હકીકતમાં બિલાડીને પુર્વાનુમાન થઈ જાય છે કે ભવિષ્યમાં કંઈક અશુભ બનવાનું છે.

ધાર્મિક ગ્રંથોમાં ધનની દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી દરિદ્રતાની દેવી માનવામાં આવે છે. અલક્ષ્મી હંમેશા ગરીબી અને જીવનમાં પરેશાની લાવે છે. અલક્ષ્મીની સવારીના રૂપમાં બિલાડીને દર્શાવવામાં આવેલ છે. આ રૂપમાં બિલાડી ભારતીય જનમાનસમાં અશુભતાનું પ્રતિક માનવામાં આવેલ છે. પરંતુ તમને જણાવી દઈએ કે દિવાળીના દિવસે બિલાડીનું ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે. જણાવવામાં આવે છે કે દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવીને મળ કરે છે તો તેનાથી દરિદ્રતા દુર ચાલી જાય છે અને સુખ, સમૃદ્ધિ તથા ઐશ્વર્ય ની પ્રાપ્તિ થાય છે, પરંતુ આવું સામાન્ય રીતે થતું નથી. કારણ કે ફટાકડાના અવાજને લીધે બિલાડી સહિત મોટા ભાગના જાનવર છુપાયેલા રહે છે. કારણ કે તેનાથી તેમને પરેશાની થાય છે. જો તેવામાં પણ બિલાડી તમારા ઘરમાં આવે તો માનવામાં આવે છે કે અલક્ષ્મી તમારા ઘરેથી જઈ રહેલ છે.

કાળી બિલાડીઓને ઘણા દેશોના અંધવિશ્વાસ સાથે જોડવામાં આવે છે. એવી માન્યતા છે કે જે ઘરમાં કાળી બિલાડીનો પ્રવેશ થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ પણ આવી જાય છે. ઘણી જગ્યા પર કાળી બિલાડીને ખરાબ આત્માઓનું વાહક પણ માનવામાં આવે છે. અમેરિકન સંસ્કૃતિમાં પણ ઘણા બધા લોકો એવું વિચારે છે કે કાળી બિલાડીઓ અશુભ હોય છે. વળી બ્રિટન અને આયર્લેન્ડમાં કાળી બિલાડીને ભાગ્યશાળી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે બિલાડી જો ઘરમાં આવીને રડવા લાગે તો કોઈ દુર્ઘટના થઈ શકે છે. વળી બિલાડીઓનું પરસ્પર લડવું ધનહાની નો સંકેત હોય છે.