બોલીવુડ એકટરે ચીનથી સામાન મંગાવવા પર ઉઠાવ્યો સવાલ, બોલ્યા – બધા પ્રતિબંધની વાત કરી રહ્યા છે અને સરકાર…

Posted by

કોરોના વાયરસ દુનિયાભરમાં પોતાનું કહેર વરસાવી રહ્યો છે અને દુનિયાના મોટા ભાગના દેશો તેની ઝપટમાં આવી ચૂકયા છે. પરંતુ હવે ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં ચીનની આ વાઇરસને લઈને બેદરકારી પર ગુસ્સો પણ કાઢી રહ્યા છે. અન્ય ઘણા દેશોની જેમ ભારતમાં પણ ચીનના સામાનનો બહિષ્કાર કરવાની માંગણી ઉઠી રહી છે. પરંતુ તેના પર બોલિવૂડ અને ટેલિવિઝનના એક્ટર અનુ૫ સોની એ સવાલ પૂછતાં એક ટ્વિટ કર્યું છે. અનુપ સોનીએ સવાલ પૂછ્યો… છે કે સરકાર ચીન પાસેથી સામાન શા માટે ખરીદી રહી છે?

બોલીવુડ અને ટેલિવિઝન એક્ટર અનુપ સોની એ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, “મને એ વાત સમજમાં નથી આવતી કે લોકો કહી રહ્યા છે કે ચીનને પ્રતિબંધિત કરો, ચીનની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવો પરંતુ સરકાર હજુ પણ ચીન પાસેથી મોટી માત્રામાં પીપીઇ , માસ્ક, વેન્ટિલેટર વગેરે સામાન ખરીદી રહી છે. આ વાત કઈ સમજમાં આવી રહી નથી.” આવી રીતે તેમણે ભારત સરકારને ચીનની સાથે આ પ્રકારના સંબંધોને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો.

કોરોના વાયરસ નું સંક્રમણ ભારતમાં સતત વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલ આંકડા અનુસાર ભારતમાં કોરોના વાયરસ થી સંક્રમિત લોકોની સંખ્યા ૧૩૩૮૭ થઈ ગઈ છે. પાછલા ૨૪ કલાકમાં કોરોના વાયરસ થી સંક્રમિત ૧૦૦૭ નવા કેસો સામે આવ્યા છે અને ૨૩ લોકોના મૃત્યુ થયા છે.

દેશમાં કોરોના થી અત્યાર સુધીમાં ૪૩૭ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, જોકે ૧૭૪૯ લોકો આ બીમારીને હરાવવામાં સફળ પણ થયા છે. કોરોના વાયરસ થી રિકવરી રેટ વિશેની વાત કરવામાં આવે છે તો પાછલા ત્રણ દિવસની અંદર તે વધેલ છે. બુધવારના ૧૧.૪૧ ટકા, ગુરૂવારના ૧૨.૦૨ ટકા અને શુક્રવારના આ રિકવરી રેટ વધીને ૧૩.૦૬ ટકા થઇ ગયો હતો.