બોલીવુડની આ એક્ટ્રેસ સાથે ૧૦ વર્ષ સુધી ચાલ્યું હતું સલમાન ખાનનું અફેયર, અત્યારે દેખાય છે એટલી જ સુંદર

બોલિવૂડ ના ભાઇજાન હજુ સુધી પણ એક મોસ્ટ એલિજિબલ બેચલર છે. દરેક વ્યક્તિ એ વાતનો જવાબ જાણવા માગે છે કે આખરે સલમાન ખાન ક્યારે લગ્ન કરશે, કોની સાથે કરશે, પરંતુ હજુ સુધી તેનો કોઈ જવાબ મળી શક્યો નથી. જોકે એવું નથી કે સલમાન ખાન હંમેશા સિંગલ રહેલા છે. સલમાન ખાનનું નામ ઘણી એક્ટ્રેસ સાથે જોડાયેલ છે. તેમના અફેરના ઘણા સમાચાર સામે આવી ચૂક્યા છે. પરંતુ આખરે પરિણામ એ જ આવે છે કે સલમાન ખાનના લગ્નનું કોઈ નામો નિશાન હોતું નથી.

વળી સલમાન ખાનનું નામ ઘણા લોકો સાથે જોડાઈ ચૂક્યું છે. પરંતુ એક વખત તેમનું નામ સંગીતા બિજલાની સાથે પણ જોડાયું હતું. કદાચ સંગીતા જ તે યુવતી છે, જે સૌથી વધારે સમય સુધી સલમાન ખાન સાથે રિલેશનશિપમાં રહી હતી. સૂત્રોનું માનવામાં આવે તો સલમાન ખાન અને સંગીતા એ એકબીજાને અંદાજે ૧૦ વર્ષ સુધી ડેટ કર્યું હતું. જણાવી દઈએ કે સંગીતા બિજલાની ૧૯૮૦માં ઈન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ત્યારબાદ તેમણે વર્ષ ૧૯૮૮ માં ફીલ્મ કાતિલ થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મોમાં સંગીતાને ખાસ્સી સફળતા મળી હતી. ખૂબ જ સુંદર અને બહેતરીન અભિનય દ્વારા બોલિવૂડમાં તેમને એક અલગ ઓળખાણ અપાવી હતી. ત્યાર બાદ સલમાન ખાન અને સંગીતા બિજલાની બન્ને નજીક આવ્યા હતા. બંને એકબીજા સાથે અંદાજે ૧૦ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતા. જણાવી દઈએ કે સંગીતા એટલી સુંદર હતી કે તેને જોતાની સાથે જ કોઈપણ દિવાનો બની જાય. આજે સંગીતા ૫૨ વર્ષની થઇ ચૂકી છે, પરંતુ તેમની સુંદરતા હજુ પણ જળવાઈ રહેલ છે જેવી પહેલા હતી.

જણાવી દઈએ કે સલમાન થી અલગ થયા બાદ સંગીતા ક્રિકેટર અઝહરની નજીક આવી હતી. જોકે અઝહર પહેલાથી જ પરિણીત હતા, તેમ છતાં પણ બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ બની ગયા હતા કે અઝહરે પોતાના ૯ વર્ષ જૂના લગ્નને તોડી નાખ્યા હતા. જણાવી દઈએ કે અઝહરે તેની પહેલી પત્નીથી બે બાળકો પણ હતાં. તેમને તે વાતનો જરા પણ અંદાજ ન આવ્યો હતો કે અઝહર અને સંગીતા ક્યારે એકબીજાની એટલા નજીક આવી ગયા અને અઝહરે તલાક લેવાનો નિર્ણય કરી લીધો.

અઝહર અને સંગીતાએ વર્ષ ૧૯૯૬માં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સંગીતાએ ઇસ્લામ ધર્મ પણ કબૂલ કરી લીધો હતો અને તે સંગીતા થી આયશા બની ગઈ હતી. પરંતુ પછી તેમના સંબંધને કોઈની નજર લાગી ગઈ. હકીકતમાં વચ્ચેના સમયમાં અઝહર અને જ્વાલા ગટ્ટાનાં અફેરની ચર્ચા ખૂબ ચાલી રહી હતી. એવું સાંભળવામાં આવી રહ્યું હતું કે બંને એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે. જેના કારણે લગ્નના ૧૫ વર્ષ બાદ અઝહર અને સંગીતા એ પણ એકબીજા સાથે તલાક લઈ લીધા.

ખબરોનું માનવામાં આવે તો અઝહર પોતાની પહેલી પત્નીને તલાક આપીને સંગીતાનો હાથ એટલા માટે પકડ્યો, કારણ કે તે લગ્ન પહેલાં જ પ્રેગનેટ બની ગઈ હતી. જોકે આ વાતને ક્યારેય પણ કોઈ પુષ્ટિ થયેલ નથી, પરંતુ બંનેના લગ્નના સમયે આ સમાચાર ખુબ જ ચર્ચામાં હતા.