બોલીવુડની આ મશહુર એક્ટ્રેસ એકબીજાને કરે છે સખત નફરત, એકબીજાની સામે જોવાનું પણ પસંદ કરતી નથી

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં એકથી ચડિયાતી એક્ટ્રેસ છે, જે પોતાની એક્ટિંગની સાથે સાથે પોતાની અદાઓથી પણ ફેન્સના દિલ જીતી લેતી હોય છે. તેમાંથી અમુક એક્ટ્રેસ એવી પણ છે જેમની મિત્રતા માટે તેઓ ખૂબ જ મશહૂર છે. વળી અમુક હિરોઈનોનાં નામ હંમેશા લડાઈ ઝઘડાને લઈને જ સામે આવતા રહેતા હોય છે. બોલિવૂડની ઘણી એવી ટોપ એક્ટ્રેસ છે જે જાહેરમાં એકબીજા પર નિશાનો સાધતી હોય છે, તો અમુક નામ લીધા વગર જ એકબીજાને પોતાના દુશ્મન બનાવી લીધી હોય છે. આજે અમે તમને ઇન્ડસ્ટ્રીની તે અભિનેત્રીઓ વિશે જણાવીશું જે એકબીજાને સખત નફરત કરે છે.

દીપિકા પાદુકોણ – કેટરીના કેફ

બોલિવૂડની આ બંને ટોપ એક્ટ્રેસ બંને એકબીજા સાથે વાત કરવાનું તો દૂર પરંતુ એક બીજાની સામે આવતા પણ કતરાય છે. દીપિકા અને કેટરિનાની લડાઈનું મુખ્ય કારણ રણબીર કપૂર માનવામાં આવે છે. હકીકતમાં દીપિકા સાથે બ્રેકઅપ થયા બાદ રણબીર કેટરીનાની નજીક આવી ગયા હતા. વળી દીપિકાએ કેટરીનાનું નામ લીધા વગર આરોપ લગાવ્યો હતો કે તેમણે પોતાના બોયફ્રેન્ડને દગો આપતા રંગેહાથ ઝડપ્યા હતા. ત્યારબાદ થી જ દીપિકા અને કેટરિનામાં દુશ્મની થઈ ગઈ હતી. જોકે દીપિકાએ જ્યારે રણવીર સાથે લગ્ન કર્યા તો પોતાના રિસેપ્શનમાં કેટરિનાને પણ બોલાવી હતી. વળી કેટરીના પણ દીપિકાના લગ્નમાં પહોંચી હતી. જોકે બંને વચ્ચે વાત થઇ ન હતી.

કરીના કપૂર – પ્રિયંકા ચોપડા

દેશી ગર્લ અને બેબોની લડાઈ ખૂબ જ જૂની છે. પરંતુ અવારનવાર ઘણા અવસર પર બન્નેને સાથે પણ જોવામાં આવ્યા છે. કરિના અને પ્રિયંકાની લડાઈ બે કારણને લીધે થઈ હોવાનું માનવામાં આવે છે. પહેલું તો એ કે બંને ઇન્ડસ્ટ્રીમાં એકબીજાની જોરદાર હરીફ છે, વળી બીજું કારણ એ છે કે બંનેએ શાહિદ કપૂરને ડેટ કરેલ છે. તેવામાં બંને એકબીજાની સામે દોસ્તી બતાવે છે, પરંતુ અવારનવાર એકબીજા પર તંજ કસતી નજર આવે છે.

કંગના – આલિયા

ઈન્ડસ્ટ્રીમાં હાલના દિવસોમાં જો કોઈની લડાઈ જ સ્પષ્ટ જોવા મળતી હોય તો તે કંગના અને આલિયાની છે. કંગના અને તેમની ટીમ જાહેરમાં આલિયા પર તેનું નામ લઈને કડકાઈથી વાત કરતી નજર આવે છે. તો વળી આલિયા પણ ક્યારેક ક્યારેક કંગનાની વાતોનો જવાબ આપતી હોય છે. જણાવી દઈએ કે આલિયા અને કંગનાની લડાઈ ત્યારે શરૂ થઈ હતી જ્યારે આલિયાની ફિલ્મ “રાજી” માટે કંગનાએ તેમની પ્રશંસા કરી હતી, પરંતુ કંગનાને “મણિકર્ણિકા” પર અલિયાનું કોઈ રીએક્શન આવ્યું નહીં ત્યાર બાદથી જ કંગના અને આલિયાની લડાઈ જગજાહેર થઈ ગઈ.

કેટરીના – પ્રિયંકા

કેટરીના અને પ્રિયંકા બોલિવૂડની ટોપ એક્ટ્રેસ છે, પરંતુ બંને પરસ્પર બિલકુલ બનતું નથી. ખબર માનવામાં આવે તો એક ફેશન શો દરમિયાન બંને વચ્ચે લડાઈ થઈ હતી. હકીકતમાં આ ફેશન શોમાં પ્રિયંકા ચોપડા શોસ્ટોપર બનવા ઇચ્છતી હતી, પરંતુ આ અવસર આયોજકોએ કેટરિનાને આપી દીધો. ત્યારબાદથી પ્રિયંકાએ કહેવાનું શરૂ કરી દીધું કે તેમણે મોટું મન રાખીને આ અવસર કેટરિનાને આપ્યો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ચડભડ શરૂ થઈ ગઈ હતી. આજે ઘણા વર્ષો બાદ પણ કેટરીના અને પ્રિયંકાની વચ્ચે મતભેદ રહેલો છે.

રેખા – જયા

બોલિવૂડમાં કોઇ બે એક્ટ્રેસની લડાઈ જો સૌથી વધારે ફેમસ હોય તો તે જયા અને રેખાની છે. જયા અમિતાભ બચ્ચનની પત્ની છે પરંતુ એક સમય એવો હતો જ્યારે પરણિત અમિતાભ બચ્ચન રેખાના દીવાના બની ગયા હતા. આ પહેલા જયા અને રેખા ખૂબ જ સારી મિત્ર માનવામાં આવતી હતી, પરંતુ અમિતાભને કારણે બંનેના સંબંધ એકબીજા સાથે ખરાબ થઈ ગયા. એવું પણ કહેવામાં આવે છે કે એક ઇવેન્ટમાં જયાએ રેખાને બધાની સામે થપ્પડ મારી દીધી હતી. ત્યારબાદથી બંને આજે પણ એકબીજા સાથે નજર મિલાવવાનું પસંદ કરતી નથી.