બોલીવુડ સિતારાઓથી વધારે કમાણી કરે છે આ ટીવી સ્ટાર્સ, હિના ખાનથી લઈને રશ્મિનું નામ સામેલ

દરરોજ ઘણા બધા લોકો પોતાની કિસ્મત અજમાવવા માટે બોલિવૂડમાં આવે છે, પરંતુ દરેકને અવસર મળતો નથી. તેનું કારણ છે કે આ ફિલ્ડમાં સફળતા લોકોની પાસે પૈસા પૈસા બની જાય છે અને તે સિવાય તેમનો ચારેતરફ નામ પણ બની જતું હોય છે. દરેકે ફિલ્મી સિતારાઓને પૈસા અને નામની સાથે ઘણું બધું મળે છે અને એટલા માટે સામાન્ય લોકો આ ઇન્ડસ્ટ્રી તરફ આકર્ષાય છે. પરંતુ આ બોલીવુડ સિતારાઓથી વધારે ટીવીના ઘણા મોટા સિતારાઓ કમાણી કરી લેતા હોય છે. તેમાં હિના ખાન અને રશ્મિ દેસાઈ જેવા પોપ્યુલર ટીવી સિતારા સામેલ છે.

બોલીવુડ થી વધારે કમાણી કરે છે આ ટીવી સ્ટાર્સ

દરરોજ ટીવી પર નજર આવતા ઘણાં સિતારાઓ સપ્તાહમાં ત્રણ વખત શૂટિંગ કરે છે અને તેમાં સમયની કોઈ સીમા હોતી નથી. તેમની મહેનત ફિલ્મોમાં કામ કરતાં સિતારાઓથી અનેક ગણી વધારે હોય છે. આ ટીવી સ્ટાર્સ મહેનત તો કરે છે અને તેમની ઇનકમ પણ ફિલ્મી સિતારાઓથી ઓછી હોતી નથી. ફોર્બ્સની ટોપ ૧૦૦ હાઈએસ્ટ પેઇડ સેલિબ્રિટીના લિસ્ટમાં શાહરુખ ખાન, વિરાટ કોહલી, અક્ષય કુમારની સાથે સાથે હીના ખાન, નેહા કક્કડ, દિવ્યાંકા ત્રિપાઠી જેવા સિતારાઓના નામ પણ સામેલ છે. આજે અમે તમને ટીવીના હાઇએસ્ટ પેઇડ સિતારાઓ વિશે જણાવીશું.

રશ્મિ દેસાઇ

બિગ બોસ-૧૩માં સૌથી ચર્ચિત નામ રશ્મિ દેસાઈનું રહ્યું હતું. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત ૨૦૦૪માં ઝી ટીવીની સીરિયલ રાવણ થી કરેલ હતી. તેમને સૌથી વધારે સફળતા “ઉતરન” માં તપસ્યાનું પાત્ર નિભાવીને મળી હતી. તે સિવાય બિગબોસ-૧૩ માં તે સૌથી વધારે કમાણી કરવાવાળી કન્ટેસ્ટન્ટ બની હતી. મીડિયા રિપોર્ટ અનુસાર રશ્મિ ૫૫ હજારથી ૮૦ હજાર રૂપિયા એક એપિસોડ કરવા માટે લે છે.

હિના ખાન

હાલમાં જ ૩૧ વર્ષની થયેલી હિના ખાને પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૭થી “યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ” થી કરી હતી. ત્યારબાદ તેમણે અમુક મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું અને હવે તે વેબ સીરીઝનો હિસ્સો પણ બનેલ છે. ટીવીની આ અભિનેત્રીને બિગ બોસ-૧૧ માં ખૂબ લોકપ્રિયતા મળી અને તે સમયે તે એક એપિસોડની ખૂબ જ મોટી રકમ લેતી હતી. હિના ટીવીની સૌથી મોંઘી સ્ટાર છે અને તે એક એપિસોડ માટે ૬૫ હજારથી ૧ લાખ રૂપિયા લેતી હોય છે. તે સિવાય તે કસોટી જિંદગી કી-૨ માં કૌમોલિકાનાં પાત્રમાં નજર આવી હતી અને તે હંમેશા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ જાય છે.

સુનીલ ગ્રોવર

બોલિવૂડ એક્ટર અને સ્ટેન્ડઅપ કોમેડિયન સુનીલ ગ્રોવર પોતાની કોમિક ટાઈમિંગ માટે મશહૂર છે. સુનીલ ગ્રોવર ખાસ કરીને ગુથ્થિ નાં પાત્રમાં સૌથી વધારે ફેમસ થયા અને એક એપિસોડ માટે તેઓ ૧૦ લાખ રૂપિયા લે છે. તે સિવાય ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ તેઓ નજર આવી ચુકેલ છે. છેલ્લી વખતે સલમાન ખાનની ફિલ્મ ભારતમાં નજર આવ્યા હતા.

ચંદન પ્રભાકર

ધ કપિલ શર્મા શો ની ટીમના એક મેમ્બર ચંદન પ્રભાકર જેને લોકો ચંદુનાં નામથી પણ ઓળખે છે, તેઓ એક એપિસોડના ૭ લાખ રૂપિયા લે છે. શો માં આવેલા અક્ષય કુમારે તેમને એવું કહીને પણ ચીડવ્યા હતા કે તે પોતાની ૧ મિનિટનાં પરફોર્મન્સ માટે ૧ લાખ રૂપિયા ચાર્જ કરે છે.

શ્વેતા તિવારી

વર્ષ ૨૦૦૦માં પોતાની કારકિર્દીની શરૂઆત શ્વેતા તિવારી “કસોટી જિંદગી કી” થી કરી હતી. તેમાં પ્રેરણાનું પાત્ર લોકોને આજે પણ યાદ છે અને ઘણા લોકો તેને આ નામથી જ બોલાવે છે. જોકે શ્વેતા બિગ બોસ સિઝન-૪ ની વિનર પણ રહી ચુકેલ છે અને તે સમયે તેને ૧ કરોડ રૂપિયા વિનિંગ પ્રાઈઝ પણ મળી હતી. શ્વેતા એક એપિસોડ માટે ૭૦ થી ૯૦ હજાર રૂપિયા ચાર્જ કરે છે.