CBI એ સુશાંત કેસમાં આપ્યું અત્યાર સુધીનું સૌથી મોટી નિવેદન, કહ્યું – પરિસ્થિતિઓને જોઈને લાગી રહ્યું છે મર્ડર

Posted by

જ્યારથી સુશાંતસિંહ રાજપૂતના પિતા કેકે સિહે રીયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે, ત્યારથી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતની આત્મહત્યાને દોઢ મહિનાથી પણ વધારે સમય થઈ ગયો છે, પરંતુ તેના મૃત્યુને લઈને અટકળોનું બજાર અટકવાનું નામ લઇ રહ્યું નથી. જો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની ભલામણ બાદ કેન્દ્ર સરકારે સુશાંતનો કેસ સીબીઆઈને સોંપી દીધો છે. હવે આ કેસની તપાસ સીબીઆઇક રી રહી છે, તેવામાં સીબીઆઇ તરફથી ચોંકાવનારો ખુલાસો થયો છે.

હાલમાં જાણકારી મળી હતી કે સીબીઆઈ દ્વારા સુશાંત સિંહના પિતા અને બહેનનું નિવેદન લેવામાં આવ્યુ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિ ઈશારો કરી રહી છે કે સુશાંતનું મર્ડર થયું છે, તેમણે આત્મહત્યા કરેલ નથી. ફરીદાબાદમાં સીબીઆઇએ આ નિવેદન દાખલ કર્યું હતું. હકીકતમાં હાલના દિવસોમાં કેકે સિંહ ફરીદાબાદમાં પોતાની દીકરી અને જમાઈની સાથે રહે છે. સીબીઆઇ ની સ્પેશિયલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ કેસ સોંપવામાં આવેલ છે, તેમનું નેતૃત્વ એડિશનલ એસપી અનિલ કુમાર યાદવ કરી રહ્યા છે.

હરિયાણાના મુખ્યમંત્રીએ પરિવારની મુલાકાત લીધી

વીતેલા શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે સુશાંત સિંહના પરિવારને મળવા માટે તેની બહેનના ઘરે પહોંચ્યા હતા. તેમણે પરિવારને આશ્વાસન આપ્યું હતું કે સીબીઆઈ તપાસ થી સુશાંતને ન્યાય જરૂર મળશે. વળી સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં તે સમાચાર પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે કે આ કેસમાં જે આઇપીએસ અધિકારી વિનય તિવારીને મુંબઈમાં કોરોનાનાં નામ પર ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા, તે હવે ડેપ્યુટેશન પર સીબીઆઇ મોકલવામાં આવશે. જો કે આ સમાચાર કેટલાક સાચા છે હાલમાં તે કહી શકાય નહીં. પરંતુ જો આવું બને છે તો તે મહારાષ્ટ્ર સરકારનાં ગાલ પર જોરદાર તમાચો હશે.

શું થયું અત્યાર સુધી?

જણાવી દઈએ કે વિતેલા દિવસોમાં કેસના મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીને તરફથી સમન્સ મોકલવામાં આવ્યું હતું, જેના અંતર્ગત અભિનેત્રી ED સમક્ષ રજુ થઇ હતી. વળી ED દ્વારા રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીની પણ પૂછપરછ કરી હતી. રિયાના પિતાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રિયા ચક્રવર્તી બે વખત ED ની સામે રજૂ થઇ ચૂકી છે. ED દ્વારા સુશાંતસિંહ કેસમાં મામલો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલામાં રિયાના સીએ રિતેશ શાહ અને સંદીપ શ્રીધરની પહેલા જ પૂછપરછ થઈ ચુકેલ છે. ED તરફથી તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે સુશાંતનાં પૈસા ક્યારે, ક્યાં અને કઈ પરિસ્થિતિમાં કાઢવામાં આવ્યા છે.

૧૪ જૂનનાં રોજ કરી હતી આત્મહત્યા

મહત્વપૂર્ણ છે કે ૧૪ જૂનનાં રોજ સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રા પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેમની બોડી સૌથી પહેલા તેમના નોકરે જોઈ હતી અને પોલીસને સૂચના આપી હતી. સુશાંત સિંહ રાજપૂતની પાસે પોલીસને કોઇ સ્યુસાઇડ નોટ મળેલ નથી. સુશાંતનાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેનું મૃત્યુ શ્વાસ રૂંધાવાના કારણે થયું હતું. જોકે લોકોનું માનવું છે કે સુશાંતે આત્મહત્યા કરી નથી, પરંતુ તેમનું મૃત્યુ એક પ્લાનિંગ અંતર્ગત થયું છે.