સિમેન્ટ અને રેતીનો ઉપયોગ કર્યા વગર બનાવવામાં આવેલ હોવા છતાં પણ રામસેતુ કળયુગ માં પણ શા માટે તુટ્યો નથી

લોકડાઉનનાં સમયમાં લોકો જ્યારે ઘરમાં બેસી રહેતા હતા તે સમય દરમિયાન લોકોના મનોરંજન માટે દુરદર્શન ઉપર રામાયણનું પ્રસંગ ફરીથી શરૂ કરવામાં આવેલ હતું. રામાયણમાં બતાવવામાં આવે છે કે રાવણ માતા સીતા નું હરણ કરીને તેને લંકા લઈ જાય છે અને ભગવાન રામની વાનર સેના લંકા સુધી પહોંચવા માટે રામેશ્વરમથી પુલનું નિર્માણ કાર્ય શરૂ કરે છે. તેને “રામસેતુ” નામ આપવામાં આવેલ છે. હિન્દુ ધર્મને ગ્રંથ રામાયણ અનુસાર આ એક એવો પુલ છે, જેને ભગવાન વિષ્ણુના સાતમાં તથા હિન્દુ ધર્મમાં વિષ્ણુના અવતાર શ્રીરામની વાનરસેના દ્વારા ભારતના દક્ષિણ ભાગ રામેશ્વરમ પર બનાવવામાં આવેલ છે. ઘણી વખત આપણા મનમાં એવો પણ પ્રશ્ન ઉભો થાય છે કે આખરે આટલા વર્ષો બાદ પણ કળયુગમાં રામસેતુ કઈ રીતે ઊભેલો છે. તો ચાલો તેના રહસ્ય વિશે તમને જણાવીએ.

ભગવાન રામની સેના લંકા સુધી પહોંચી શકે તેના માટે સમુદ્ર ઉપર પુલ બનાવવાનું કામ વાનર સેનાનાં બે સર્વશ્રેષ્ઠ વાનર નલ અને નીલ દ્વારા સૌથી પહેલા રામેશ્વરમ સમુદ્રમાં પથ્થર ફેંકવામાં આવ્યા હતા. હકીકતમાં નલ અને નીલ ભગવાન વિશ્વકર્માના પુત્ર હતા, જેમને તે સમયના નિર્માણ કાર્યોની બારીકાઈથી જાણકારી હતી. તેમણે સમગ્ર વાનર સેનાની સાથે મળીને આ પુલનું નિર્માણ કર્યું હતું.

સેતુ બનાવવા માટે નલ અને નીલ જે પથ્થરને સમુદ્રમાં ફેંકતા હતા, તેની ઉપર તેઓ સૌથી પહેલા “શ્રીરામ” નામનું નામ લખતા હતા, તો તે પથ્થર ડુબતા ન હતા. તે સિવાય પુલના નિર્માણમાં અન્ય જરૂરિયાતની ચીજો જેમ કે વૃક્ષ અને પથ્થર લાવવાનું કામ અન્ય વાનર કરતા હતા. રામાયણમાં જણામાં આવેલ છે કે બાળપણથી જ નલ અને નીલ બંને ખુબ જ શરારતી હતા. આ બંને એટલા નટખટ હતા કે ઋષિઓનો સામાન સમુદ્રમાં ફેંકી દેતા હતા. વસ્તુ ડુબી જવાને લીધે ઋષિઓને પરેશાની થતી હતી. ત્યારબાદ ઋષિઓએ તેમને શ્રાપ આપ્યો કે તમારા દ્વારા ફેંકવામાં આવેલો સામાન પાણીમાં ડુબશે નહીં. તેમનો આ શ્રાપ સેતુ નિર્માણના સમયે લાભદાયક સાબિત થયો હતો, એટલા માટે નલ અને નીલ જે પથ્થર ફેંકતા હતા તે ડુબતા ન હતા.

આધુનિક વિજ્ઞાનની સાથે એક પુલ બનાવવામાં મહિનાઓ અને ઘણા વર્ષો સુધીનો સમય લાગી જાય છે, પરંતુ તે સમયે રામસેતુ ફક્ત પાંચ દિવસમાં બનીને તૈયાર થઈ ગયો હતો. રામસેતુની લંબાઈ અંદાજે ૧૦૦ યોજન છે, જુના સમયમાં યોજન અંતર માપવાનું સાધન હતું. એક યોજનમાં ૧૩ થી ૧૪ કિલોમીટર હોય છે. પ્રભુ શ્રીરામની વાનર સેનાની ધગશ અને ઈશ્વરની શક્તિને લીધે આ શક્ય બન્યું હતું.

સેતુ નિર્માણ સમયે જ્યારે ભગવાન શ્રીરામે પોતે એક પથ્થર સમુદ્રમાં નાખ્યો, તો તે ડુબી ગયો હતો. હનુમાનજી અત્યારે શ્રીરામને રહસ્ય જણાવ્યું હતું કે ભગવાન જેની ઉપર તમારું નામ લખેલું છે, તે તરી જશે પરંતુ જેને તમે ફેંકી દીધેલ છે તેનું ડુબવાનું નક્કી છે. ભગવાન શ્રીરામ હનુમાનજીની આ વાતથી ખુબ જ પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ વાનરસેના દ્વારા પૂર્ણ નું નિર્માણ કરવાનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો.

લગભગ ૫૦ કિલોમીટર લાંબા પુલ જેવી આ સંરચના રહસ્યો થી ભરેલી છે. તેની આસપાસ નો સમુદ્ર એકદમ છીછરો છે. કહેવામાં આવે છે કે વર્ષ ૧૪૮૦ સુધી આ પુલ પાણીની ઉપર હતો. વૈજ્ઞાનિકો અનુસાર આ પુલ ને ચુના પથ્થર તથા જ્વાળામુખી માંથી નીકળેલા પથ્થર તથા કોરલ રિફથી બનાવવામાં આવેલ છે. એજ કારણ છે કે પાણીના જહાજ આ રસ્તામાંથી પસાર થતા નથી અને તેમણે શ્રીલંકાના ચક્કર લગાવવા પડે છે.

રામસેતુ નાં પથ્થરોનું અધ્યયન કરવા પરથી જાણવા મળેલ છે કે આ પથ્થર અંદરથી ખોખલા છે એટલે કે આ પથ્થરની અંદર નાના-નાના કાણા હોય છે. આ કાણાની અંદર હવા ભરાયેલી હોવાથી તે ખોખલા મહેસુસ થાય છે અને તેનો વજન પણ ખુબ જ ઓછો હોય છે. પથ્થરનો વજન ખુબ જ ઓછો હોવાથી પાણી તરફથી લાગતું બળ તેમને ડુબવાથી રોકે છે. આ બળ સંતુલિત થઈ જવાને લીધે આ પથ્થરો પાણીમાં ડુબી શકતા નથી. આ બળ ને સંતુલિત કરી શકવાને લીધે પાણીના મોટા-મોટા જહાજ પણ પાણીમાં તરતા રહે છે.

આ પ્રકારના તળવા વાળા પથ્થર ન્યુઝીલેન્ડ, ફીઝી અને ક્વીન્સલેન્ડમાં પણ મળી આવે છે. ભારતના પણ અમુક પહાડી રાજ્યમાં આ પ્રકારના પથ્થર મળી આવે છે, જે પાણીમાં તરે છે. આ પથ્થરો પાછળનું વિજ્ઞાન ફક્ત એટલુ છે કે તેઓ અંદરથી ખોખલા હોય છે અને જેના લીધે તેનું વજન ખુબ જ ઓછો હોય છે. આ પથ્થરમાં ૯૦ ટકા હવા હોય છે. આ પથ્થરોને “પ્યુમિક સ્ટોન” પણ કહેવામાં આવે છે.

જ્વાળામુખી માંથી નીકળતો લાવો જ્યારે ઠંડો થઈને જામી જાય છે તો આ પ્રકારના પ્યુમિક પથ્થરોનું નિર્માણ થાય છે. આટલો ગરમ લાવો જ્યારે હવા અથવા સમુદ્રના પાણી સાથે મળે છે તો “કોલ્ડ શોક” ની સ્થિતિ બને છે. આ સ્થિતિમાં ગરમ લાવા ની અંદર હવા ભરાઈ જાય છે અને તુરંત તે ઠંડી થઈ જાય છે. આ હવા લાવા માં રહી જાય છે અને નાના-નાના પરપોટા બની જાય છે. આ પરપોટા મળીને મોટો પથ્થર બનાવે છે. અંદર હવા ભરેલી હોવાને લીધે આ પથ્થરનું વજન ખુબ જ ઓછો હોય છે. એજ કારણ છે કે આટલા હજારો વર્ષો બાદ પણ રામસેતુ કળયુગમાં આજે પણ આપણને જોવા મળે છે અને તે હજુ સુધી તુટ્યો નથી.