કેમિકલથી પાકેલ કેરી બની શકે છે કેન્સરનું કારણ, જાણો બજારમાં મળતી કેમિકલ યુક્ત કેરીની ઓળખ કેવી રીતે કરવી

કેરી એક એવું ફળ છે જેને જોવા માત્રથી જ મોઢામાં પાણી આવી જાય છે. હવે ઉનાળાની સિઝનમાં કેરી મોટા પ્રમાણમાં આવે છે. આ સીઝન આ રસવાળા અને મીઠા ફળોને ખાવાની હોય છે. કેરીમાં પણ ઘણા પ્રકારની વેરાયટી આવે છે, રંગ, રૂપ અને આકારમાં તે અલગ અલગ હોય છે. કેરી ગમે તેવી હોય પણ તેને ખાવાની મજા જરૂર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે બજારમાંથી લાવવામાં આવેલ કેરી જો કેમિકલથી પકવવામાં આવેલ હોય તો તે તમારા સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ઘણા વિક્રેતાઓ કેરીને જલ્દી વેચવા અને સારી બતાવવા માટે પ્રાકૃતિક રૂપથી પાકવાની રાહ જોતા નથી અને કેમિકલ લગાવીને ફટાફટ પકાવી આપે છે.

કેમિકલથી પાકેલ ફળથી થઈ શકે છે બીમારીઓ

કેમિકલથી પાકેલા ફળને ખાવાથી કેન્સર થવાથી લઈને નર્વસ સિસ્ટમ ખરાબ થવા સુધીના ચાન્સ રહે છે. તેનાથી તમને સ્કિન કેન્સર, કોલન કેન્સર, સર્વાઇકલ કેન્સર, બ્રેઇન ડેમેજ અને લીવર ફાઈબ્રોસિસ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તે સિવાય તમારા નર્વસ સીસ્ટમ સાથે જોડાયેલ ઘણા રોગ પણ થઈ શકે છે. ફળને પકાવવા માટે મોટાભાગે કેલ્શિયમ કાર્બાઇડ, એસિટિલીન ગેસ, કાર્બન મોનોક્સાઈડ, પોટેશિયમ સલ્ફેટ, ઇથિફોન, પ્યુટ્રીજીયન, ઓક્સિટોસિન જેવા ખતરનાક કેમિકલનો ઉપયોગ થાય છે.

કેવી રીતે ઓળખ કરવી કે ફળ કેમિકલથી પાકેલ છે કે નહીં?

  • કેમિકલથી પાકેલા ફળોમાં લીલા અને પીળા રંગના પેચીસ દેખાય છે. મતલબ કે ફળના જે ભાગમાં કેમિકલ લાગેલ હોય છે તે પીળા રંગનું થઈ જાય છે અને બાકીનો ભાગ લીલા રંગનો રહી જાય છે. જ્યારે પ્રાકૃતિક રૂપથી પાકેલા ફળોમાં પીળા ધાબા જોવા મળતા નથી.
  • કેમિકલથી પકાવેલી કેરી કાપવામાં આવે તો અંદરથી કોઈ જગ્યાએ પીળી તો કોઈ જગ્યાએ સફેદ દેખાય છે. તેનાથી વિપરીત પ્રાકૃતિક રૂપથી પાકેલી કેરી આખી પીળા રંગની હોય છે.
  • કેમિકલ વાળી કેરીની છાલ બહારથી પાકેલ દેખાય છે પરંતુ અંદરથી તે કાચી નીકળે છે.
  • કેમિકલથી પાકેલા ફળને ખાવાથી મોઢાનો સ્વાદ બેકાર થઈ જાય છે. અમુક મામલામાં તો મોઢામાં થોડી જલન પણ થવા લાગે છે. અમુક લોકોને તેનાથી પેટ દર્દ, ઉલટી અને ડાયેરિયા પણ થઈ જાય છે.

ફળ લેતા સમયે રાખો આ વાતોનું ધ્યાન

  • ફળ ખરીદતા પહેલા તેને સુંઘીને જુઓ. જો તેમાં તમને કેમિકલની દુર્ગંધ આવી રહી હોય તો આવા ફળને ના લેવું.
  • જ્યારે પણ ફળ ખરીદીને લાવો તો તેને પાણીથી સારી રીતે ધોઈ લેવા.
  • જ્યારે પણ તમે કેરી ખાવા ઇચ્છો તેના પાંચ મિનિટ પહેલા તેને હૂંફાળા પાણીમાં પલાળી રાખો. ત્યાર બાદ તેને એક વખત સાદા પાણીથી ધોઈ લો અને પછી ખાઓ.

તે વાતમાં કોઈ શંકા નથી કે કેરી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક હોય છે. તમારે બસ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમે બજારમાંથી જે કેરી ખરીદી લાવી રહ્યા છો તેમાં કોઈ કેમિકલનો ઉપયોગ તેને અટકાવવા માટે કરવામાં આવેલ નથી.

નોંધ : આ જાણકારી ઇન્ટરનેટ પર રહેલ કન્ટેન્ટ ના આધાર પર આપવામાં આવેલ છે. અમે તેની ચોક્સાઈ સમય બદ્ધ હતા અને વાસ્તવિકતા માટે જવાબદારી લેતા નથી. તમારી તમને વિનંતી છે કે કોઈ પણ ઉપાય ને અજમાવતા પહેલા એક વખત તબીબી સલાહ જરૂરથી લેવી.