ચીન વિરુધ્ધ અમેરિકાએ બનાવ્યો ૧૮ સુત્રીય પ્લાન, ભારતને મળશે સીધો ફાયદો

અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો સૌથી ખરાબ તબક્કે પહોંચી ચુક્યા છે. અમેરિકા ચીન વિરુદ્ધ સ્પેશ્યલ પ્લાન બનાવ્યો છે. જેના અંતર્ગત ચીનને પરાસ્ત કરવાનું પ્લાનિંગ કરી લીધું છે. અમેરિકા એક ખાસ પ્લાન-૧૮ બનાવ્યો છે, જેનાથી તે ચીનની ગેમ ઓવર કરવાની તૈયારી કરી રહ્યું છે.

કોરોનાને લઈને ચીન દુનિયાના નિશાના પર છે. કોરોનાને લઈને ચીન દ્વારા બોલવામાં આવેલ એક પછી એક જુઠ્ઠાણાને કારણે હવે અમેરિકા સહિત દુનિયાના ઘણા દેશો ચીન નો બોયકોટ કરવા પર ચર્ચા કરી રહ્યા છે. ચીન પાસેથી જવાબ માંગવામાં આવી રહ્યો છે અને તેની જવાબદારી પણ અનિશ્ચિત થવી જોઈએ. તેના માટે અમેરિકામાં એક એવો પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં તેમણે ભારતના સાથની પણ વાત કરી છે.

અમેરિકાના સાંસદ થોમ તિલિસે ચીન વિરુદ્ધ ૧૮ પોઈન્ટ નો પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાન દ્વારા ચીનના જુઠ્ઠાણાને સમગ્ર વિશ્વની સામે લાવવામાં આવશે. અમેરિકામાં ચીન વિરુધ્ધ બિલ રજુ કરવામાં આવી ચુક્યું છે. જેના લીધે ચીનની વિરુદ્ધ મોટા પ્રતિબંધ લગાવવાનો અધિકાર ડોનાલ્ડ ટ્રમ્પ પાસે હશે.

ચીન વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા પ્લાનમાં તેને મિલિટરી, આર્થિક, કૂટનીતિક દરેક મોરચા પર સંપૂર્ણ રીતે ફેલ કરવાની કોશિશ કરવામાં આવી છે. સાથોસાથ તેના એક અંશ માં ભારતને પણ હિસ્સેદાર બનાવવામાં આવેલ છે, જેમાં કહેવામાં આવ્યું છે કે –

ચીન વિરુદ્ધ અમેરિકાનો ૧૮ સુત્રીય પ્લાન

  • અમેરિકાએ પોતાના ક્ષેત્રીય સહયોગીઓની સાથે અન્ય સંબંધો વધુ મજબૂત બનાવવા જોઈએ.
  • ભારત, તાઇવાન, અને વિયેતનામની સાથે સૈન્ય ડિલને પ્રોત્સાહન આપવામાં આવે જેથી ચીનને હરાવી શકાય.
  • ચીનમાં રહેલી અમેરિકાની મેન્યુફેક્ચરીંગ કંપનીને પરત બોલાવી લેવામાં આવે અને ધીરે ધીરે સપ્લાય માટે ચીન પર નિર્ભરતા ખતમ કરવામાં આવે.
  • સૈન્ય તાકાત વધારવા માટે તત્કાલ ૨૦ બિલિયન અમેરિકી ડોલરની મદદ કરવામાં આવે.
  • ચીનને અમેરિકાની ટેકનોલોજી ચોરવાથી રોકવા માટે પર્યાપ્ત પગલાં ઉઠાવવામાં આવે.
  • ચીન પર વાયરસ વિશે જુઠ્ઠું બોલવા માટે પ્રતિબંધ લગાવવામાં આવે.
  • ચીનને તેના અત્યાચારી માનવાધિકાર રેકોર્ડ માટે જવાબદાર માનવામાં આવે.
  • મહામારી ને સંભાળવા માટે એક સંગઠનનું ગઠન કરવામાં આવે, જે દુનિયાના દેશો પર નજર રાખી શકે.

અમેરિકા હાલમાં ચીનના ઘણા ઉત્પાદન ઉપર નિર્ભર છે અને હવે તે ચીનમાં પોતાની કંપનીઓ સંપૂર્ણ રીતે બંધ કરવા પર વિચાર કરી રહ્યું છે. જો અમેરિકાના સંસદમાં આ વિધેયક પાસ થઈ જાય છે, તો ચીન પર આવા ઘણા પ્રતિબંધ લગાવી શકાય છે જે તેના માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ શકે છે.

વળી અમેરિકાના આ પગલાંથી ચીન ખુબજ ગુસ્સામાં છે અને હેરાન પરેશાન થઈ ગયું છે. ચીન હવે તે અમેરિકી સાંસદો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો વિચાર કરી રહ્યું છે જેમણે સિનેટમાં ચીન વિરુધ્ધ પ્રતિબંધનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પ પણ ગુસ્સામાં છે અને ચીન સાથે ખૂબ જ જલ્દી બદલો લેવા માંગે છે. ટ્રમ્પ સિવાય ચીન વિરુદ્ધ ગુસ્સો હવે અમેરિકાના લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. જેનું કારણ અમેરિકાનું કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત થવું છે.