ક્લીન બોલ્ડ થયો હોવા છતાં પણ બેન સ્ટોક્સે લીધો રિવ્યુ, થર્ડ અમ્પાયરે આપ્યો નોટ આઉટ, વિડીયોમાં જુઓ તેનું અજીબ કારણ

એશેજ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીના મેદાનમાં રમાડવામાં આવી રહી છે. આ મેચમાં એક અજીબો ગરીબ ઘટના જોવા મળી. બેન સ્ટોક્સ નાં ક્લીન બોલ્ડ થયા બાદ પણ અમ્પાયરે તેને નોટ આઉટ આપેલ અને ક્રિઝ ઉપર જળવાઇ રહેલ. મજેદાર વાત એ છે કે સ્ટોક્સ ને પણ જાણ હતી નહીં કે બોલ તેના ઓફ સ્ટેમ્પ પર લાગેલી છે. ત્યારબાદ તેણે રિવ્યુ લીધો અને ત્રીજા અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કરેલ. ત્યારબાદ તે ૬૬ રનની મહત્વની ઇનિંગ રમીને આઉટ થયેલ. બોલર કેમરૂન ગ્રીન આ બધું જોઇને આશ્ચર્યચકિત બની ગયેલ.

શું હતી ઘટના

ઇંગ્લેન્ડની મિનિંગ ની ૩૧મી ઓવરમાં કેમરૂન ગ્રીનનો બોલ ઓફ સ્ટમ્પની બહાર હતો અને બેન સ્ટોક્સ તેને છોડવાનો નિર્ણય કરી ચુકેલ હતો. આ બોલ બાદમાં ઇન સ્વિંગ થઈને અંદર આવેલ અને સ્ટોક્સનાં ઓફ સ્ટંપ પર લાગેલ. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ અપીલ કરી અને અમ્પાયરે સ્ટોક્સને આઉટ જાહેર કરેલ. જોકે બોલ સ્ટંપ પર લાગી ગયા બાદ ગિલ્લી નીચે પડી ન હતી અને તેને જોઈને સ્ટોક્સે રીવ્યુ લીધો. ત્રીજા અમ્પાયરે વીડિયો જોયો, જેમાં બોલ સ્ટંપ પર લાગેલી હતી, પરંતુ ગિલ્લી પડી ન હતી. ત્યારબાદ તેમણે મેદાનનાં અમ્પાયરને પોતાનો નિર્ણય બદલવા કહ્યું અને સ્ટોક્સને નોટ આઉટ જાહેર કર્યો.

ક્રિકેટમાં સામાન્ય રીતે એલબીડબલ્યુ અને કેચ આઉટ ના નિર્ણય પર બેટ્સમેન રિવ્યુ લેતા હોય છે. પરંતુ ક્લીન બોલ્ડ હોવા છતાં પણ તેણે રિવ્યુ લીધો અને તેનો રિવ્યુ સફળ પણ રહ્યો. તે સમયે તે ૧૬ રન બનાવીને રમી રહેલ હતો, ત્યારબાદ તેણે ૬૬ રનની મહત્વપુર્ણ ઇનિંગ રમી હતી અને પોતાની ટીમને ફોલોઓનનાં ખતરા માંથી બચાવેલ. ક્રિકેટનાં ઈતિહાસમાં આવું ઘણી વખત બની ચુકયું છે, જ્યારે બોલ સ્ટંપ પર લાગે છે, પરંતુ ગિલ્લી પડતી નથી. જેના કારણે બેટ્સમેન આઉટ થતો નથી. પરંતુ મેદાનના અમ્પાયર તેને આઉટ આપે અને ત્રીજા અમ્પાયરના નિર્ણયને બદલે આવું ખુબ જ ઓછું જોવા મળે છે.

સચિન અને કાર્તિક પણ આશ્ચર્યચકિત


સ્ટોક્સ ની સાથે થયેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહેલ છે અને બધા લોકો તેને જોઈને આશ્ચર્યચકિત છે. ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકર અને દિનેશ કાર્તિક પણ આ વાતને લઈને હેરાન છે. સચિને નવા નિયમની માગણી કરી હતી, જેમાં સ્ટંપ ઉપર બોલવા લાગી ગયા બાદ બેટ્સમેનને આઉટ જાહેર કરવામાં આવે. વળી કાર્તિકે કહ્યું હતું કે, “જ્યારે તમે પોતાની ઓફ સ્ટંપ ને લઈને કોન્ફિડન્સમાં હોય અને તમારી ઓફ સ્ટંપ તમને લઈને કોન્ફિડન્સમાં હોય.”