કોરોના કાળમાં વાઇરસથી બચવા માટે ડોક્ટર પણ થયા ક્રિએટિવ, આવો જુગાડ લગાવીને કરી રહ્યા છે દર્દીઓનો ઈલાજ

કોરોના સંક્રમણ ભારતમાં દિવસે દિવસે ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસ સામાન્ય ફ્લૂની તુલનામાં ત્રણ ગણો વધારે ઝડપથી ફેલાય છે. એ જ કારણ છે કે તેનાથી બચવું અને સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. હવે આપણે સામાન્ય વ્યક્તિ તો બીમાર અથવા કોરોના શંકાસ્પદ લોકોની આસપાસ પણ ભટકતા નથી. પરંતુ બીમાર વ્યક્તિનો ઈલાજ કરવા વાળા ડોક્ટરનું શું? તે લોકો પોતાનો જીવ હથેળી પર રાખીને દિવસ-રાત બીમાર લોકોની સેવામાં લાગી રહ્યા છે.

હવે મોટી મોટી હોસ્પિટલમાં તો ડોક્ટર પીપીઇ કીટ પહેરીને અને અન્ય સાવધાની રાખીને દર્દીઓને તપાસી લેતા હોય છે. પરંતુ સાચી સમસ્યાઓ તો કોઈ નાના વિસ્તારમાં ચાલી રહેલ ક્લિનિકના ડોક્ટરોને આવે છે. તેમની પાસે શરદી, ખાંસી અને તાવ સહિત ઘણી બીમારીઓ લઈને દર્દીઓ આવતા હોય છે. તેવામાં તેમની પાસે કોરોના શંકાસ્પદ હોવાની સંભાવના પણ વધારે રહે છે. આ રીતે આ પ્રાઇવેટ ક્લિનિકલ ડોક્ટરોને અન્ય વ્યક્તિઓ થી કોરોના સંક્રમિત હોવાની શક્યતા પણ વધારે રહે છે. તેવામાં એક ડોક્ટરે સુરક્ષિત રીત શોધી કાઢી છે, જેનાથી દર્દીઓને તપાસી શકાય છે. તેમના આ કમાલનાં જુગાડની ચારેતરફ પ્રશંસા થઈ રહી છે.

દર્દીને તપાસવા માટે ડોક્ટર લગાવ્યો કમાલનો જુગાડ

સામાન્ય રીતે જ્યારે કોઈ દર્દી ચેકઅપ માટે આવે છે, તો ડોક્ટર પોતાનું સ્ટેથોસ્કોપ તેની છાતી પર લગાવીને તપાસ કરે છે. જોકે હવે કોરોના મહામારી પોતાની ચરમ સીમા પર છે એટલા માટે એક ડૉક્ટરે આ સ્ટેથોસ્કોપનાં વાયરને ખૂબ જ લાંબો કરી દીધો. હવે તે દર્દીને એક ખૂણા માં બેસાડી દે છે અને બીજી તરફ થી બેસીને હૃદયના ધબકારા સાંભળી લે છે.

ડોક્ટરનો આ જુગાડ હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે એક દર્દી એક ખૂણામાં બેસેલ છે. પછી ડોક્ટર દૂરથી જ દર્દીને પોતાની છાતી અને પેટ પર સ્ટેથોસ્કૉપ લગાવીને શ્વાસ લેવા માટે કહે છે. આ સ્ટેથોસ્કોપનો વાયર ખૂબ જ મોટો હોય છે, જે ઉપરથી થઈને ડોક્ટરની પાસે જાય છે. ડોક્ટર દૂર બેસેલા દર્દીના શરીરમાં થઈ રહેલી ગતિવિધિઓને સાંભળી લે છે.

જુઓ વિડિયો


ડોક્ટરનો આ જુગાડ જોઈને લોકો એટલા ઈમ્પ્રેસ થઈ ગયા છે કે તેને “ડોક્ટર ઓફ ધ યર” ઘોષિત કરી દીધા છે. હકીકતમાં ડોક્ટરનો આ જુગાડ ખૂબ જ સારો છે. આ ખૂબ જ સારી વાત છે કે લોકો કોરોનાને લઈને જાગૃત છે અને તેનાથી બચવા માટે નવા-નવા જુગાડ શોધી રહ્યા છે. લોકો પરિસ્થિતિ જોઈને કોરોનાની સાથે જીવવાનું શીખી રહ્યા છે. આપણે આ બીમારીથી ડરવાનું નથી, પરંતુ બેદરકારી પણ રાખવાની નથી. આ બીમારીનો શિકાર બનવાથી વધારે સારું છે કે તેનાથી બચીને રહેવું.

ભારતમાં કોરોનાની સ્થિતિ પર એક નજર નાખવામાં આવે તો હાલમાં કોરોના વાયરસનાં દર્દીઓની સંખ્યા ૧૫ લાખ ૩૧ હજાર થી પણ ઉપર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં ૩૪,૧૯૩ લોકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે વળી ૯,૮૮,૦૨૯ લોકો કોરોનાને હરાવીને સ્વસ્થ પણ બની ગયા છે.