કોરોનાને કારણે વધી રહી છે ઓકસીમીટરની માંગ, જાણો શું છે ઓકસીમીટર અને શું છે તેની જરૂરિયાત

કોરોના વાયરસ દુનિયાભરમાં કોહરામ મચાવી રહ્યો છે. કોરોના સંક્રમિત દર્દીના શરીરમાં ઓક્સિજન ઘટયું તો બજારમાં પલ્સ ઓકસીમીટર ની ડિમાન્ડ વધી ગઇ. જેમ થર્મોમીટર દરેક ઘરમાં હોય છે, આજકાલ ઓકસીમીટર દરેક ઘરની મેડિકલ કીટમાં સામેલ થવા લાગ્યું છે. થોડા મહિના પહેલા જેનું વેચાણ બજારમાં બિલકુલ હતું નહીં, આજે તેની માંગ અનેકગણી વધી ગઈ છે. લોકો ઘરે જ ઓકસીમીટર થી શરીરમાં ઓક્સિજનની માત્રા તપાસી રહ્યા છે.

ઓકસીમીટર પલ્સ રેટ અને બોડી ઓક્સિજન સૈચૂરેશન રેકોર્ડ કરે છે. ઓપરેશન અને ઇન્ટેસિવ કેયર દરમિયાન આ ડિવાઈસ નો ઉપયોગ થાય છે. હકીકતમાં જ્યારે કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય છે તો તેનું ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે, તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. તેવામાં લોકો કોરોનાથી સંક્રમિત થવાની આશંકા ને જોતા ઓકસીમીટર થી ઓક્સિજનની માત્રા તપાસી રહ્યા છે. પરંતુ એવું પણ મળી આવ્યું છે કે કોરોના સંક્રમિત કોઇ પણ વ્યક્તિનો ઓક્સિજન લેવલ ઓછું થવાની જાણ ન થાય.

કોરોનાને કારણે આવનારા વર્ષોમાં ઓકસીમીટરનું માર્કેટ વધવાનું છે અને આ અમુક કંપનીઓ છે જે તેમાં ખાસ બિઝનેસ કરી રહી છે – Masimo, Medtronic, Nonin MedicalSmiths Medical Nihon-Kohden, PhilipsGE Healthcare, Konica Minolta, Mindray Heal Force, Contec, Solaris.

શું છે ઓકસીમીટર?

ઓકસીમીટર એક ઈલેક્ટ્રોનિક ડીવાઈસ છે. આ ડિવાઈસમાં લાગેલ સેન્સરથી જાણી શકાય છે કે લોહીમાં ઓક્સિજન નો પ્રવાહ કેવો છે. તેને આંગળી અથવા કાન પર ક્લિપ ની જેમ લગાવવાનું હોય છે. કોરોના દર્દીઓની મોનીટરીંગ માં ઓક્સિજન લેવલ ખૂબ જ મહત્વનું હોય છે. તેનું રીડિંગ જો ૯૫% ટકાથી ૧૦૦% ની રેન્જમાં હોય તો તે સામાન્ય છે. ઓક્સિજન લેવલ નીચુ આવવું એક ખતરનાક સંકેત છે.

કોરોના સંક્રમિતોમાં જો ઓકસીજાનનું લેવલ ૯૦% અથવા તેનાથી ઓછું હોય તો તેને હોસ્પિટલમાં દાખલ કરવા પડી શકે છે. દિલ્હીની કેજરીવાલ સરકારે હાલમાં જ હોમ આઇસોલેશન માં રહેવા વાળા લક્ષણ વગરનાં અથવા ઓછા લક્ષણવાળા દર્દીઓને ઓકસીમીટર આપ્યા છે, જેથી તેઓ ઘરે જ પોતાના શરીરનું ઓક્સિજન લેવલ તપાસી શકે.