કોરોના સંકટ બાદ શરૂ થઈ શકે છે ત્રીજું વિશ્વ યુધ્ધ, જુઓ ૯ પ્રબળ સંકેત

Posted by

કોરોના વાયરસ સમગ્ર દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રાખી છે. વિશ્વનો દરેક દેશ કોઈપણ કિંમત પર કોરોના થી છુટકારો મેળવવા માટે મહેનત કરી રહ્યો છે. અમેરિકા અને યુરોપ બરબાદ થઈ રહ્યા છે. તેમને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે તેમની આ દુર્ગતિ માટે ફક્ત અને ફક્ત ચીન જવાબદાર છે. તેઓ ચીન અને સતત ધમકીઓ આપી રહ્યા છે. ચીન પણ આગામી સંકટને સમજીને પોતાની તૈયારીઓમાં લાગી ગયું છે. પરંતુ શું આ તણાવ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે? જુઓ આ વાતના ૯ મોટા સંકેત.

૧. સતત પરમાણુ પરીક્ષણ માં જોડાયેલ છે ચીન

સમાચાર આવી રહ્યા છે કે દુનિયાને કોરોનામાં ફસાવીને ચીન પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. ચીનના પરમાણુ સંસ્થાનો ની અંદર જમીન નીચે ઓછી તીવ્રતાવાળા ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યા છે. ચીનના પરમાણુ પરીક્ષણની ખબર અમેરિકાની એજન્સીઓએ આપી છે. જોકે તેમના તરફથી આ વાતની કોઈ સાબિતી આપવામાં આવેલ નથી. પરંતુ પરિસ્થિતિજન્ય સાબિતીઓના આધાર પર કહેવામાં આવી રહ્યું છે કે ચીની લોપ નૂર ટેસ્ટ પરીક્ષણ સ્થળ પર તેને અંજામ આપ્યો છે. ખાસ વાત એ છે કે ચીન ઉપર ઓછી તીવ્રતાવાળા પરમાણુ બોમ્બનું પરિક્ષણ કરવાની શંકા છે. જેનાથી નાના વિસ્તારોને નિશાન બનાવવા સરળ બને છે, કદાચ તેમાં પાકિસ્તાન પણ સામેલ છે. તે ભારત માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

૨. પોતાના તેલ ભંડારમાં વધારો કરી રહ્યું છે ચીન

પાછલા દિવસોમાં એક સમાચાર આવ્યા હતા જે દર્શાવે છે કે ચીન યુદ્ધની તૈયારીઓમાં જોડાયેલો છે. ચીને પાછલા એક મહિનામાં પોતાના ઓઈલ રિઝર્વ માં ઘણો વધારો કર્યો છે. હકીકતમાં પાછલા દિવસોમાં કાચું તેલ ખૂબ જ સસ્તું થયું છે. જેના લીધે જ ચીન તેલનો વિશાળ ભંડાર બનાવવામાં લાગી ગયું છે. કાચા તેલની માંગમાં ભારે ઘટાડો થવા તથા રશિયાની સાથે પ્રાઈઝ વોરને કારણે સાઉદી અરબ દ્વારા બજારમાં આપૂર્તિ વધારવાથી માર્ચમાં દિવસ ઓઈલ ફ્યુચર એન્ડ બ્રેન્ટ ક્રૂડ ની કિંમતો ૧૮ વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. CNPC અનુસાર ચીન વર્ષ ૨૦૨૦ના અંત સુધીમાં પોતાના ઇમર્જન્સી ભંડારમાં ૮.૫ કરોડ ટન તેલ ઈચ્છે છે, જે અમેરિકા દ્વારા પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વમાં રાખવામાં આવનાર તેલથી પણ વધારે છે. આ દુનિયાનું સૌથી મોટું તેલ બેકઅપ છે.

૩. સમુદ્રમાં ચીને વધારી પોતાની તાકાત

કોરોના સંકટની વચ્ચે ચીન સમુદ્રમાં પોતાની તાકાત દર્શાવવાનું શરૂ કરી દીધું છે. ચીને સાઉથ ચાઇના સમુદ્રમાં માછલી પકડવા વાળી એક વિયતનામ જહાજને ટક્કર મારીને તેને ડુબાડી દીધું હતું. ડૂબેલા જહાજમાં ૮ લોકો હતા, તે સિવાય ચીને બે વિયેતનામી જહાજને પણ પકડી લીધા. પાછલા અંદાજે એક સપ્તાહથી સમુદ્રમાં ચીનનું દુઃસાહસ વધી રહ્યું છે. તે નાના દેશોને ઉત્પીડીત કરી રહ્યું છે. જાન્યુઆરીમાં ફિલિપિન ના કબજાવાળા પગાસા દ્વીપની પાસે ઓછામાં ઓછા ૧૩૦ ચીની જહાજો જોવામાં આવ્યા હતા. ચીને દક્ષિણ ચીન સાગરમાં મોટા માનવનિર્મિત દ્વીપ પર બે નવા રિસર્ચ સેન્ટર શરૂ કર્યા છે. આ સ્ટેશન વિવાદિત દ્વીપસમૂહ ક્ષેત્રમાં ફિલ્ડ નેવિગેશન અને રિસર્ચ કરી રહ્યા છે. તેમને રોકવા વાળું અમેરિકા કોરોનામાં ફસાયેલું છે. ચીને સમુદ્રમાં પોતાની વિસ્તારવાદી નીતિ વર્ષોથી જાળવી રાખી છે પરંતુ દુનિયાને કોરોના સંકટમાં ફસાવ્યા બાદ તેની ગતિવિધિઓ અનેક ગણી વધી ગઈ છે. કારણ કે પહેલા અમેરિકી નૌસેના તેનો વિરોધ કરતી હતી. પરંતુ અમેરિકામાં કોરોનાનો પ્રકોપ વધી જવાને કારણે તેનું ધ્યાન ઉપર થી હટી ગયું છે.

૪. કોરોનાથી મજબૂર અમેરિકા-ચીન ને આપી રહ્યું છે ધમકી

અમેરિકામાં કોરોના વાયરસ ફેલાવવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટ રીતે ચીનને જવાબદાર માને છે. એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે એક પત્રકારે ટ્રમ્પને સવાલ કર્યો કે, શું ચીન પોતે કરેલ કાર્યનું પરિણામ નહીં ભોગવે? આ વાત પર ભડકીને ટ્રમ્પે કહ્યું કે તમને એ કેવી રીતે ખબર કે ચીન પરિણામ નહીં ભોગવે? ત્યારબાદ પત્રકારે જ્યારે આગળ સવાલ કર્યો કે ચીન પર કાર્યવાહી કરવામાં આવશે? શું ચીન પોતાના કાર્યનું પરિણામ ભોગવશે? તેના પર ટ્રમ્પે જવાબ આપ્યો કે હું તમને બધાને નથી કહી શકતો કે ચીન શું પરિણામ ભોગવશે. તે ચીનને જ જાણ થશે કે તેનું પરિણામ સારું નહીં હોય. ડોનાલ્ડ ટ્રમ્પ ના આ જવાબ પરથી સ્પષ્ટ છે કે અમેરિકા ચીનથી ખૂબ જ નારાજ છે. તે બસ કાર્યવાહી કરવા માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે.

૫. બ્રિટને પણ રજૂ કરી અપરોક્ષ ચેતવણી

જ્યાં અમેરિકા-ચીન થી નારાજ છે, ત્યાં બ્રિટન પણ ચીનને પોતાની બરબાદી માટે જવાબદાર માને છે. કોરોના વાયરસ થી સંક્રમિત થવાની પુષ્ટિ થયા બાદ સેલ્ફ આઇસોલેશન માં રહેલા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને બધા બ્રિટિશ પત્રકારોને પત્ર લખ્યો જેમાં તેમણે ચેતવણી આપી હતી કે પરિસ્થિતિઓ સારી થતા પહેલા ખરાબ થશે. પ્રધાનમંત્રી દ્વારા લખવામાં આવેલ ચિઠ્ઠી કોરોના વાયરસ થી લડવા માટે સરકાર દ્વારા રજુ કરવામાં આવેલ પરામર્શની પુસ્તિકા સાથે ટપાલ દ્વારા ૩ કરોડ ઘરોમાં મોકલવામાં આવી હતી. જેના પર અંદાજે ૫૮ લાખ પાઉન્ડનો ખર્ચો થયો હતો. બ્રિટિશ પ્રધાનમંત્રી જોનસને કહ્યું હતું કે તેઓ સખત પગલા ઉઠાવવાથી અચકાશે નહીં અને ચીજો બહેતર થવા પહેલા વધારે ખરાબ થશે.

૬. ખતમ થઈ રહી છે અમેરિકા અને યુરોપની ધાક

દુનિયાની મહાશક્તિમાં ગણવામાં આવતા યુરોપ અને અમેરિકાની ધાક ખતમ થતી જોઈને તેઓ બેચેન થઈ રહ્યા છે. અમેરિકા અને યુરોપને હજુ સુધી વિશ્વની મહાશક્તિઓમાં અને સૌથી તાકતવર દેશોમાં ગણવામાં આવે છે. જેઓ જ્યારે ઈચ્છે ત્યારે દુનિયાના કોઈપણ દેશને આંખો બતાવીને પ્રતિબંધ લગાવી દે છે. પરંતુ આજે તે બધા જ કોરોના વાયરસને કારણે ઘૂંટણિયા ટેકવી દેવાની પરિસ્થિતિ પર આવી ગયા છે. ફ્રાન્સ, જર્મની, બ્રિટેન અને યુરોપ તથા પશ્ચિમના તમામ દેશો જે દુનિયા પર આર્થિક નિયંત્રણ રાખે છે, કોરોના વાયરસની ઝપેટમાં આવીને બરબાદ થઈ રહ્યા છે. જે વર્ચસ્વ પહેલાં ફક્ત યુરોપિયન દેશો અને અમેરિકાના હાથમાં રહેતું હતું તે હવે ચીનના હાથમાં જતુ દેખાઈ રહ્યું છે. જે દેશો સદીઓથી વિશ્વની વ્યવસ્થા અને અર્થનીતિના સંચાલક હતા તેઓ આજે મસ્તક ઝૂકાવવા મજબૂર થઈ ચૂક્યા છે. તેવામાં અમેરિકા અને યુરોપ કોરોના સંકટ ખતમ થયા બાદ પોતાની સ્થિતિ પરત મેળવવા માટે કોઈપણ સમયે ચીન પર દંડાત્મક કાર્યવાહી કરી શકે છે, જેની પરિણતિ યુદ્ધમાં જ થઈ શકે છે.

૭. ચીનના મુકાબલે ભારત અને મજબૂત કરી રહ્યું છે અમેરિકા

કોરોના સંકટ છતાં પણ ચીનની વિસ્તારવાદી નીતિને ધ્યાનમાં રાખીને યુરોપ અને અમેરિકા ને ભારત પાસેથી ખૂબ જ વધારે આશા બંધાયેલી છે. મહામારી છતાં પણ અમેરિકાએ ભારતને ૧૧૭૮ કરોડ રૂપિયાની હારપુન અને ટોરપીડો મિસાઈલ વેચવાનો નિર્ણય કર્યો છે. જે ચીનથી પેદા થયેલ સમુદ્રી ખતરાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકાના રક્ષા મંત્રાલયે કહ્યું છે કે વિદેશ મંત્રાલયે આ ડીલને મંજૂરી આપી દીધી છે. અમેરિકી મીડિયામાં છપાયેલ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત આ મિસાઇલનું દ્વારા ક્ષેત્રીય પડકારો સામે લડવામાં મદદ મળશે. અમેરિકા રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર હારપુન મિસાઈલો દ્વારા હવાથી સમુદ્ર સીમાની દેખરેખ કરી શકાય છે અને કોઇપણ શંકાસ્પદ જહાજને નિશાનો બનાવીને હુમલો કરી શકાય છે.

૮. કોરોના સંકટ વચ્ચે અમેરિકાની જનતા પણ બેચેન છે

આવનાર વિશ્વયુદ્ધના ખતરાને જોઈને અમેરિકાની જનતા પણ બેચેન થઈ રહી છે. તેમની આ બેચેની તે વાત પરથી સ્પષ્ટ દેખાઈ રહી છે કે મહામારીની વચ્ચે અમેરિકાએ પાછલા મહિને રેકોર્ડ હથિયારની ખરીદી કરેલ છે. અમેરિકનો દ્વારા ફાયરઆર્મ્સ ની પાછલા મહિને કરવામાં આવેલ ખરીદદારી પાછલા ૨૦ વર્ષમાં સૌથી વધારે છે. એફબીઆઇ ના આંકડા પરથી માલૂમ પડે છે કે આ વર્ષે માર્ચ મહિનામાં જ ૨૦ લાખથી વધારે હથિયાર ખરીદવામાં આવ્યા છે. જાણકારોનું માનવું છે કે કોરોના સંકટ ખતમ થયા બાદ વિશ્વ યુદ્ધ જેવું કોઈ પણ સંકટ આવવાની સ્થિતિમાં અમેરિકામાં સિવિલ સોસાયટી જેમાં ફાયર, પોલીસ અને સ્વાસ્થ્ય સેવાઓ આપે છે તે બધી સેવાઓ ધ્વસ્ત થઇ શકે છે. જેના લીધે કાનૂન અને વ્યવસ્થાનો પાયો હચમચી શકે છે. આ પરિસ્થિતિમાં હથિયારો પોતાને બચાવી રાખવા માટેની યોગ્ય રીત સાબિત થઈ શકે છે.

૯. તે સિવાય પણ ઘણા નાના સંકેતો છે

  • યુનાઇટેડ નેશન અને વર્લ્ડ બેન્કના આંકડા અનુસાર અમેરિકા બાદ ચીન વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ચીનની મહત્વકાંક્ષી સરકાર પહેલા નંબર પર આવવા માંગે છે.
  • કોરોના વાયરસ ચીનમાં નવેમ્બર મહિનાના છેલ્લા દિવસોમાં સામે આવ્યો હતો પરંતુ ચીને મહિનાઓ સુધી તેની જાણકારી સમગ્ર દુનિયા થી છુપાવી રાખી હતી.
  • ચીન ઘણા લાંબા સમય સુધી તે સ્વીકારવાથી ઇન્કાર કરતું રહ્યું કે તે હવાથી ફેલાતો વાયરસ છે.
  • કોરોના વાયરસ ના પ્રસાર માટે ચીને ઘણી કોશિશો કરી. ચીનના નાગરિકોએ કોરોના વાયરસને લઈને યુરોપ અને અમેરિકાના ઘણા દેશોમાં જાણી જોઈને યાત્રા કરી.
  • કોરોના વાયરસ થી થયેલ અફરાતફરીનો ફાયદો ઉઠાવીને ચીન સમગ્ર દુનિયાના શેરબજાર પર કબજો કરી રહ્યું છે.
  • કોરોના વાયરસ ના બહાના હેઠળ ચીન અબજો રૂપિયાના મેડિકલ ઇક્વિપમેન્ટ અને ટેસ્ટિંગ કીટ વેચી રહ્યું છે, જેમાંથી મોટાભાગના ખરાબ ક્વોલિટીના છે.
  • યુનાઇટેડ નેશન્સની સુરક્ષા પરિષદે જ્યારે કોરોનાની પારદર્શિતાને લઈને મિટીંગ બોલાવવાનો નિર્ણય લીધો ત્યારે ચીનને પોતાનો વીટો પાવરનો અધિકાર વાપરીને આ મિટિંગને કેન્સલ કરાવી દીધી હતી.
  • કોરોના વાયરસ જ્યારે શરૂઆતના સમયમાં હતો ત્યારે બધા દેશોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી બંધ કરાવવા સંબંધી પગલા ઉઠાવવાની કોશિશ કરી હતી. પરંતુ ચીને તેમાં પણ અડિંગો નાખ્યો હતો.

આ બધા જ સંકેતો તેવા તરફ ઇશારો કરે છે કે કોરોના વાયરસના બહાને ચીન પોતાની વિસ્તારવાદી નીતિને બળ આપી રહ્યું છે અમેરિકા અને યુરોપ પણ ચીનની આ કુટિલ ષડયંત્રને જાણી ચુક્યા છે. પરંતુ તેઓ કોરોનાવાયરસ સાથે લડવામાં વ્યસ્ત છે. પરંતુ જ્યારે કોરોના વાયરસ નો પ્રકોપ ઓછો થશે સમગ્ર દુનિયા ચીન પર તૂટી પડશે. તેવામાં આ સંઘર્ષને વિશ્વયુદ્ધમાં પરિવર્તિત થતા કોઈ નહી રોકી શકે.