કોરોનાથી બચાવી શકે છે યોગાસન, આ ૩ યોગાસનથી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકો છો

લોકડાઉનમાં યોગાનો ટ્રેન્ડ દેશ-દુનિયામાં ખૂબ જ વધી રહ્યો છે. કેમ કે જીમ બંધ છે અને તેથી જ વ્યાયામ અને ફિટનેસનાં શોખીન લોકો યોગ કરે છે. બ્રિટનની રિપોર્ટ અનુસાર લોકડાઉન દરમિયાન યોગની યૂટ્યૂબ ચેનલનાં સબ્સ્ક્રિપ્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આપણા દેશમાં પણ આ જ પરિસ્થિતિ છે. યોગગુરૂ શશાંક ગુપ્તા અનુસાર લોકોને જાણકારી છે કે યોગથી સ્વાસ્થ્ય સારું રહે છે. એ જ કારણને લીધે કોરોના અને લોકડાઉનમાં બદલાવ આવ્યો છે અને યોગ કરતા માણસોની સંખ્યા ખૂબ જ ઝડપથી વધી છે.

શશાંક અનુસાર કોરોના જેવી બીમારીની વેક્સિન નથી તેવામાં છેલ્લો રસ્તો વધ્યો છે કે આપણે આપણા સ્વાસ્થ્યની રક્ષા કરીએ. તેવામાં યોગ એક સારો વિકલ્પ છે. વૈજ્ઞાનિક રૂપથી પણ તે સાબિત થઈ ગયું છે કે યોગ આપણને રોગાણુથી લડવામાં સક્ષમ બનાવે છે. શશાંક આગળ કહે છે કે કોરોનામાં એ લોકોનું મૃત્યુ થયું છે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. તેવામાં આપણે રોગ કરી અને પ્રાકૃતિક રૂપથી જીવન જીવીએ તો સરળતાથી વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે. શશાંકનું કહેવું છે કે હવે યોગને ખૂબ જ ઝડપથી લોકો સુધી ઓનલાઈન પહોંચાડવું જરૂરી છે.

ક્વોરંટાઈન યોગની ક્વીન એદ્રિએન મિશલર

બ્રિટનમાં યોગ ગુરુ એદ્રિએન મિશલરનાં ફોલોવર્સમાં ખૂબ જ વધારો થયો છે. અમેરિકી યોગગુરૂ મિશલર મન અને તન, બંનેને પર્ફેક્ટ બનાવવા માટે યોગાસન કરાવે છે. તેમની યોગપદ્ધતિ ભારતીય દર્શનશાસ્ત્રમાં છે. બ્રિટનમાં તેમની ક્વોરંટાઈન યોગની ક્વીન કહેવામાં આવે છે. તેમના યૂટ્યૂબ પર ૭.૨ મિલિયન સબસ્ક્રાઈબર છે. જેમાંથી ૧.૧ મીલીયન બ્રિટનમાં છે. ગયા ચાર અઠવાડિયામાં તેમના સબસ્ક્રાઇબ વધારે વધારો થયો છે. ટેક્સાસમાં રહેતી મિશલર કહે છે કે આજ મારું સપનું હતું કે યોગ કરવું ઘરોમાં સામાન્ય બની જાય. લોકડાઉનની પરિસ્થિતિમાં ભલે પણ તે સપનાને સાચું થતાં જોઉં છું.

એડ્રીમિશલર ટિપ્સ

 • નાના-નાના ક્લાસ આપે છે, જેનાથી લોકોને કંટાળો ન આવે.
 • તે મુડ સ્વિંગ પર વધારે ફોકસ કરે છે, લોકડાઉન તેના કેસ વધી રહ્યા છે.
 • યોગથી તણાવ ગુસ્સો અને પીડા દૂર થાય છે.
 • યોગથી ધ્યાન ઉત્પાદકતા અને સંબંધોમાં સુધાર આવે છે.

યોગ કરવું કેમ સારું છે

 • જીમમાં મશીનો કોમન હોય છે, તેથી સંક્રમણનું જોખમ છે.
 • યોગમાં સંપર્ક અને સ્પર્શની જરૂર નથી રહેતી.
 • યોગમાં પહેલાથી લોકો દુર દુર બેસે છે.
 • યોગમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન હજારો વર્ષોથી પહેલાથી થઈ આવે છે.

યોગ ક્લાસમાં આ ટિપ્સનું પાલન કરવું

 • પોતાની યોગ મેટ અલગ રાખો.
 • અઠવાડિયામાં એક વખત તેને સારી રીતે સાફ કરી લેવું.
 • યોગા ક્લાસમાં ઢીલા કપડાં પહેરવા.
 • બીજા થી બે મીટરનું અંતર રાખવું.
 • સવારે વહેલા ઊઠવું, શુદ્ધ ભોજન અને ધૈર્યનાં નિયમોનું પાલન કરો.

પ્રતિરોધક ક્ષમતા વધારવાના આસન

સૂર્ય નમસ્કાર : આ આસનને સવારે સૂર્યની સામે મોઢું રાખીને કરવામાં આવે છે. તેમાં ૧૨ સ્ટેપ હોય છે તે એક પછી એક કરવાના હોય છે.

કપાલભાતિ : જેટલા પણ ખરાબ તત્વો હોય છે, તે શરીરમાંથી બહાર આવી જાય છે. તેમજ શ્વાસ સામાન્ય ગતિથી શરીરમાં અંદર લેવાનો હોય છે અને પછી ઝડપથી બહાર કાઢવાનો હોય છે. દરેક સેકન્ડમાં એક વખત ખૂબ જ ઝડપથી નાકથી શ્વાસ બહાર કાઢવો તેનાથી પેટ અંદર જતું રહેશે.

અનુલોમ-વિલોમ : આ આસન તમારા શરીરને શુદ્ધ કરે છે. જમણા અંગૂઠાથી જમણી નાસિકા પકડવી અને પછી ડાબા નાકથી શ્વાસ લેવો. ત્યારબાદ તે અંગુઠો ડાબા નાક પર મૂકી દેવો અને જમણા નાકથી શ્વાસ છોડવો તે જ પ્રક્રિયા ફરી કરવી.

લોકડાઉનમાં બેચેન છો તો આ આસન કરો

શીર્ષાસન : આસનને કરવા માટે વજ્રાસનમાં બેસવું, ત્યારબાદ બંને હાથોને કુંડળી બનાવી અને માથાને જમીન પર રાખવા. બંને પગને સીધા ઉપરની બાજુ રાખવા. પહેલી વખત કરતા હોય તો દિવાલનો ટેકો લેવો.

શશાંક સન : તેને બાલાસન પણ કહેવામાં આવે છે. પહેલા ઘૂંટણના ટેકા ઉપર જમીન ઉપર બેસી જવું. શરીરનો સંપૂર્ણ વજન એડી ઉપર નાખી દેવું. ભારે શ્વાસ લઈને આગળની તરફ નમવું. આવી રીતે તમારો છાતીનો ભાગ જાંઘોને સ્પર્શ કરશે. ત્યારબાદ તમારા માથાથી જમીનને અડવાના પ્રયત્નો કરવા. થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી સામાન્ય પોઝીશનમાં આવી જવું.

ભુજંગાસન : પેટના બળથી સુઈ જવું. હથેળીને ખભાના સીધા ભાગ પર લાવવું. બંને પગ વચ્ચેના અંતરને ઓછું કરવું. તેની સાથે પગને સીધા અને ખેંચેલા રાખવા. હવે શ્વાસ લઈને શરીરના આગળના ભાગને ડુંટી સુધી ઉપર કરવો. તે વાતનું ધ્યાન રાખવું કે કમરને ઉપર વધારે જોર ન આવે. ક્ષમતા અનુસાર આ અવસ્થાને કરવું. ધીમા ધીમા શ્વાસ લેવો અને છોડવો. શરૂઆતની મુદ્રામાં આવવા માટે ધીરે શ્વાસ છોડવો. આ રીતે આ આસનનું એક પૂરું ચક્ર પૂર્ણ થાય છે. તેને ફરી કરવું આ ૩ આસન થી તમને શાંતિ મળશે અને અનિદ્રા પણ પૂર્ણ થશે.

અશ્વિને યોગથી કોરોનાને હરાવ્યો

મર્જેંટ નેવીમાં કેપ્ટન રહેલા મેરઠના અશ્વિન ગર્ગે યોગ કરીને કોરોનાને હરાવ્યો. અશ્વીન ગર્ગનો રિપોર્ટ પાંચ વખત કોરોના પોજિટિવ આવ્યો હતો પરંતુ તેમણે યોગ કરીને પોતાને કોરોના નેગેટિવ કર્યા. તે ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગને કોરોના અને તેના જેવા અન્ય વાયરસ સામે રક્ષણ મેળવવા યોગ અને ધ્યાન અસરનો અધ્યયન કરવા માટે પ્રસ્તાવ માંગ્યો છે.