કોરોના વિરુધ્ધની લડાઈમાં મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને પણ પાછળ છોડી દીધા, સમગ્ર વિશ્વમાં રહ્યા પહેલા સ્થાન પર

આખા વિશ્વમાં આજે કોરોના વાયરસના સંક્રમણથી ઉપજતી બીમારી કોવિડ-19 ની વિરૂદ્ધ એક યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. આ એક વૈશ્વિક મહામારી બની ચુકી છે. દરેક દેશ પોત-પોતાના સ્તર પર તેની વિરુદ્ધ લડાઈ લડવામાં લાગેલ છે. કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈમાં ભારત મજબૂતીથી ઉભેલું છે. ભારતે જે રીતે વાયરસના સંક્રમણને ફેલાવાથી રોકવા માટે પગલાં ભર્યા છે, તેના વખાણ WHO થી લઈને બીજા ઘણા આંતરરાષ્ટ્રીય સંગઠન કરી રહ્યા છે. વાયરસથી નિપટવા માટે નરેન્દ્ર મોદી તરફથી જે પ્રયાસો કરવામાં આવ્યા છે એના કારણે આ મામલામાં એ દુનિયાભરમાં બધાની આગળ આવી નિકળી ચુક્યા છે એવો દાવો અમેરીકી ડેટા રિસર્ચ કંપનીએ કર્યો છે.

ટ્રમ્પ છે મોદીથી પાછળ

કોવિડ-19 ની વિરુદ્ધ જે યુદ્ધ દુનિયાભરમાં ચાલી રહ્યું છે, એમાં દુનિયાના ટોપના ૧૦ પ્રભાવશાળી નેતાઓમાં ભારતના પ્રધાનમંત્રી ટોપ પર છે. અમેરિકા ડેટા રિસર્ચ કંપની મોર્નિંગ કન્સલ્ટ તરફથી અમેરિકા પર કોરોના થી પડેલ પ્રભાવ પર હાલ માં એક જ એક રિસર્ચ કરવામાં આવી છે. આ એક તુલનાત્મક રિસર્ચ છે જેમાં ૯ મોટા દેશના રાષ્ટ્રધ્યક્ષની સરખામણી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરવામાં આવી છે. આ રિસર્ચ દ્વારા એ જોવાની કોશિશ કરી છે કે કોરોના વાયરસ સાથે કયો કયો દેશ અને એના નેતા કઈ રીતે લડી રહ્યા છે.

ટ્રમ્પ થી આગળ નીકળ્યા મોદી

અમેરિકી ડેટા રિસર્ચ કંપની તરફથી કરવામાં આવેલા અધ્યયન મા જોવા મળ્યું છે કે દુનિયાના ટોચના એવા ૧૦ દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષોની જે સૂચિ બની છે એમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ ટોચ પર છે. સૌથી આશ્ચર્ય કરવા વાળી વાત તો એ છે કે સૌથી તાકતવર માનવામાં આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આ લિસ્ટમાં આઠમા નંબર પર રાખવામાં આવેલ છે. જ્યારે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનને ત્રીજું સ્થાન મળેલ છે. રિસર્ચ કંપની મોર્નિંગ કન્સલ્ટ તરફથી ૧ જાન્યુઆરી, ૨૦૨૦ થી ૧૪ એપ્રિલ, ૨૦૨૦ સુધી અમેરિકા અને તેની બહારના ડેટાને ભેગા કરી આ નિષ્કર્ષ આપવામાં આવ્યું છે.

સૂચિમાં છે આ નેતાઓનું નામ

સૂચિમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મેક્સિકોના રાષ્ટ્રપતિ લોપેઝ ઓબ્રેડોર અને બ્રિટનના પીએમ બોરિસ જોન્સનને પણ સ્થાન મળ્યું છે. સાથે જ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો અને જર્મનીના ચાન્સલર એન્જેલા માર્કેલને પણ શામેલ કરવામાં આવ્યા છે. એના સિવાય બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનોરો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુંઅલ મૈક્રો તથા જાપાનના પ્રધાનમંત્રી સીંજો આબેનાં નામ પણ સૂચિમાં છે.

કોને મળ્યું કેટલું રેટિંગ

રેટિંગની વાત કરીએ તો પીએમ મોદીને +૬૮, લોપેઝ ઓબ્રોડોરને +૩૬, બોરિસ જોન્સનને +૩૫, સ્કોટ મોરિસનને +૨૬, જસ્ટિન ટ્રુડોને +૨૧, એન્જેલા માર્કેલને +૧૬, જાયર બોલસોનારાને +૮, ડોનાલ્ડ ટ્રમ્પ ને -૩ ઈમૈનુઅલ મૈક્રોને -૨૧ અને સીંજો આબે ને -૩૩  રેટિંગ આ સૂચિમાં મળેલ છે.