કોરોના વાયરસનાં ડરને કારણે ૯૨% માતા-પિતા બાળકોને સ્કુલે મોકલતા અચકાશે, હોલીડે અને બર્થડે પાર્ટી ઉપર પણ પડશે અસર – સર્વે

ત્રણ ચરણનાં લોકડાઉનને કારણે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના પરિવાર ઉપર ખૂબ જ અસર પડી છે. અસર એવી પડી રહી છે કે જો સ્કૂલ ખુલે છે તો વાલીઓ પોતાના બાળકોને તુરંત જ સ્કૂલે અભ્યાસ કરવા માટે મોકલશે નહી. સ્કૂલ ખુલ્યા બાદ બાળકોને તુરંત અભ્યાસ કરવા માટે નહિ મોકલનાર વાલીઓની સંખ્યા ૯૨% છે, વળી ૫૬% ઓછામાં ઓછા ૧ મહિનાની પરિસ્થિતિને જોઈ લીધા બાદ જ નિર્ણય કરશે.

આ વાત પેરેન્ટ્સ સર્કલ દ્વારા કરવામાં આવેલ એક સર્વેમાં સામે આવેલ છે. દેશવ્યાપી સર્વેમાં બાળકોના જીવન સાથે જોડાયેલ મહત્વપૂર્ણ પાસાઓ પર વાલીઓનો અભિપ્રાય લેવામાં આવેલ છે. જે પાસાઓ પર અભિપ્રાય લેવામાં આવ્યો છે તેમાં બાળકોને સ્કૂલ મોકલવા, અન્ય સાથે રમવા દેવા, બર્થ ડે પાર્ટી મનાવવી, મોલ-ફિલ્મ અથવા ફેમિલી વેકેશન પર જવા જેવી વાતો સામેલ છે.

મોટાભાગના જવાબોમાં વાલીઓ ખૂબ જ આશંકાઓથી ઘેરાયેલા નજર આવ્યા. માર્ચ મહિનામાં મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરી દેવામાં આવેલ હતી. લાંબો સમય પસાર થયા બાદ પણ વાલીઓ પોતાના બાળકોને ફરીથી અભ્યાસ કરવા માટે મોકલવા ઉત્સુક નથી. બાળકોને સ્કૂલ મોકલતા પહેલા તેઓ તેને લઈને ખાતરી કરી લેવા માંગે છે કે કોરોના વાયરસને કારણે સ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે.

આ સર્વેમાં દેશભરમાં જે ૧૨ હજાર પરિવારોએ ભાગ લીધો હતો. તેમાંથી ૯૨% પોતાના બાળકોને સુરત સ્કૂલે મોકલવા ઇચ્છતા નથી. ફક્ત ૮% એવા પરિવાર છે જે સ્કૂલ ખુલતાની સાથે જ બાળકોને અભ્યાસ કરવા માટે મોકલવા ઈચ્છે છે. ભારતમાં હોમ સ્કુલિંગ ને કોઈ સારો વિકલ્પ માનવામાં આવતો નથી. પરંતુ સર્વે અનુસાર ૧૫% પરિવાર તેને નવા વિકલ્પના રૂપમાં જુએ છે.

૨૦૨૦ માં કોઈ બર્થ ડે પાર્ટી નહીં

બાળકોના જીવન સાથે જોડાયેલા જે પાસાઓને આ સર્વેમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેમાં બર્થડે પાર્ટીને લઈને પણ પરિવારનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ૬૪% લોકોનું કહેવું છે કે તે પોતાના બાળકોને ૨૦૨૦ માં કોઈપણ બર્થ-ડે પાર્ટીમાં જવા દેશે નહીં. તેની પરવાનગી સામાજિક અંતરના નિયમોનું પાલન કરવાની સ્થિતિમાં પણ આપવામાં આવશે નહીં.

ફક્ત બર્થડે પાર્ટી જ નહીં પરંતુ ૧% લોકો લોકડાઉન ખુલી ગયા તુરંત બાદ જ બાળકોને મોલ અથવા મુવી જોવા લઈ જવા માટે પણ તૈયાર નથી. વળી ૫૦% લોકો તો આખા વર્ષ માટે કોઈપણ મોલ અથવા મુવીને પોતાના જીવનથી દૂર રાખવાની તૈયારીમાં છે.

બહાર જમવા જવા માટેના બધાના મંતવ્યો અલગ અલગ હતા. લોકોનું કહેવું છે કે જો સાફ-સફાઈ અને સામાજિક અંતરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તેઓ બહાર ખાવા જવા માટે તૈયાર છે. જો કે અહીંયા પણ આખા વર્ષ માટે આવું ન કરવા વાળા લોકોની સંખ્યા સરેરાશ ૪૯% છે, વળી ૩૩% એવા પણ છે જે શરૂઆતના ૩ મહિના બાદ બહાર ખાવા જવા માટે વિચારી શકે છે.

બાળકોની દોસ્તી અને રમત ઉપર પણ પડશે અસર

બાળકોના જીવનમાં દોસ્તી અને રમતગમત મહત્વના હોય છે પરંતુ કોરોના વાયરસના પ્રકોપથી આવી વસ્તુઓ પણ બચી શકેલ નથી. લોકોના મનમાં શંકા છે કે જો નિયમોમાં છુટછાટ આપવામાં આવે છે તો પણ તેઓ તુરંત પોતાના બાળકોને દોસ્તો સાથે મળવા દેશે નહીં અને તેમને તુરંત રમવા માટે પણ મોકલશો નહીં. ૫૦% એવા લોકો છે જે પોતાના બાળકોને લોકડાઉન ખુલી ગયા બાદ પણ સાવચેતીરૂપે ઘરમાં જ રાખશે.

જોકે ૩૫% એવા પણ છે જે સામાજિક અંતરનું પાલન કરવાની સ્થિતિમાં બાળકોને પાર્કમાં રમવા માટે મોકલવા તૈયાર છે. સર્વેમાં સામેલ ૪૫% લોકો ઓછામાં ઓછા ૬ મહિના માટે પોતાના બાળકોને કોઈપણ સ્પોર્ટમાં ભાગ ન લેવાની વાત કહે છે. જોકે ૨૫% પોતાના બાળકોને એવા સ્પોર્ટમાં ભાગ લેવા માટેની પરવાનગી આપશે જેમાં ટીમને બદલે એકલા રમવાનું હોય.

પરિવાર સાથે હોલિડે

તેના અન્ય એક પાસાને કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ડબલ ઝટકો લાગ્યો છે. એક બાજુ તો મુસાફરી દરમિયાન વાયરસના સંક્રમણનો ખતરો છે. વળી બીજી તરફ લોકડાઉનને કારણે જે આર્થિક ભૂકંપ આવેલ છે, તેનાથી લોકોના પોકેટ ઊપર પણ ખૂબ જ અસર પડેલ છે. આ અસર પરિવારોના હોલીડે ઉપર પણ પડશે. સર્વેમાં ભાગ લેનાર ફક્ત ૧% લોકોએ કહ્યું કે લોકડાઉન ખુલી ગયા બાદ તુરત તેઓ કોઈ જગ્યા હોલિડે પર જશે, જેવી રીતે તેઓ કોરોના વાયરસનાં સમય પહેલા જતા હતા. ૫૭% લોકો લાંબા સમય સુધી તેનાથી દૂર રહેશે.

વળી ૩૦% એવા પણ હતા જે હોલિડે પર જવાને બદલે આવનારા સમય માટે પૈસાની બચત કરવા ઈચ્છે છે. પરિસ્થિતિ એવી છે કે ૪૨% લોકો પોતાના બાળકોને પબ્લિક ટ્રાન્સપોર્ટ થી દૂર રાખવાની તૈયારીમાં છે અને ૭૦% ને લાગે છે કે ભલે લોકડાઉન હટાવી લેવામાં આવે પરંતુ એકબીજા સાથે હાથ મિલાવવા પણ સુરક્ષિત નહિ હોય.