કોરોના વાયરસની દવા અથવા વેક્સિન બનાવવાનાં આપણે કેટલા નજીક છીએ?

કોરોના વાયરસ થી જીવ બચાવવા માટેની વેક્સિન ક્યારે બનશે? તે સવાલ સતત ઉઠી રહ્યા છે. તેના માટે દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યા છે. ૨૦ થી વધારે વેક્સિન બનાવવાનું કામ ચાલુ છે. એક વેક્સિનનું તો મનુષ્યો પર ટ્રાયલ કરવાનું પણ કામ શરૂ કરી દેવામાં આવેલ છે, જેથી તેની અસર વિશે જાણી શકાય. અન્ય વૈજ્ઞાનિકો હજુ જાનવર ઉપર રિસર્ચ કરવાના સ્ટેજ પર છે અને વર્ષના અંત સુધીમાં મનુષ્યને તેનો ફાયદો મળવાની આશા રાખવામાં આવી રહી છે.

પરીક્ષણ ચાલુ છે અને વૈજ્ઞાનિકોનો દાવો છે કે વેક્સિન આવવામાં ૧ વર્ષનો સમય લાગી શકે છે. પરંતુ જો વૈજ્ઞાનિકોએ આ વર્ષે કોરોના વાયરસ માટે વેક્સિન બનાવી પણ લીધી તો પણ તેનું મોટી સંખ્યામાં ઉત્પાદન થવામાં સમય લાગશે. જેનો મતલબ છે કે ૬ મહિના વીતી ગયા બાદ જ કોઇ વેક્સિન તૈયાર થઈ શકશે. અહીંયા યાદ રાખવાની જરૂરિયાત છે કે ૪ પ્રકારના કોરોનાવાયરસ છે, જે મનુષ્યોની વચ્ચે ફેલાયેલા છે. તેમાંથી કોઈપણ વાયરસને લીધે થતી પરેશાનીની માટે આપણી પાસે વેક્સિન નથી.

બ્રિટનની એક લેબની મુલાકાત લેવામાં આવી અને ત્યાં વેક્સિન આવવા માટેના પ્રયત્નોની સમીક્ષા કરવામાં આવી. ઈસ્ટ લંડનનું એક ક્વોરંટાઈન કેન્દ્ર શ્વસન તંત્રને પ્રભાવિત કરવાવાળા વાયરસના દર્દીઓ પર નજર રાખી રહ્યું છે. આ એવા વોલંટિયર છે જે પૈસા લઈને પોતાના પર વેક્સિન અને દવાનું પરીક્ષણ કરાવી રહ્યા છે. અહીંયા અન્ય વોલંટિયર માં પણ ખૂબ જ જલ્દી કોરોના વાયરસનો હલકો સંક્રમણ કરવામાં આવશે. hVIVO સર્વિસના ચીફ સાઇંટિસ્ટ એન્ડ્રુ કૈચપોલ કહે છે કે, “અમે સ્વસ્થ વોલંટિયરને કોરોના વાયરસના એક પ્રકારથી સંક્રમિત કરીશું પછી તેમના પર નજર રાખવામાં આવશે અને પછી તેમને સ્વસ્થ કરવામાં આવશે.”

તેને નિયંત્રિત માનવીય સંકટ મોડલ કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા વાયરસને લઈને વૈજ્ઞાનિકોની સમજ વધુ સારી બને છે. વોલંટિયરને અંદાજે ૩૫૦૦ ડોલર આપવામાં આવશે અને તેમને બે સપ્તાહ સુધી એક રૂમમાં રહેવાનું રહેશે. તે જણાવવું ખૂબ જ જરૂરી છે કે અહીંયા વોલન્ટીયરને કોરોના વાયરસથી સંક્રમિત નહીં કરવામાં આવે, પરંતુ તેને તેનાથી ખૂબ જ કમજોર વાયરસથી સંક્રમિત કરવામાં આવશે. પરંતુ અહીંના વૈજ્ઞાનિકોને ભરોસો છે કે તેના દ્વારા ખૂબ જ મહત્વની જાણકારી પ્રાપ્ત થશે.