કોરોના વાયરસની ઊત્પત્તિને લઈને અમેરિકા – ચીન વચ્ચે શરૂ થઈ જંગ, ચીનને સજા આપવાની તૈયારીમાં ટ્રમ્પ

વિશ્વ વ્યાપી કોરોના મહામારીએ દુનિયાભરમાં તબાહી ફેલાવી છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. એજ કારણને લીધે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચીન ઉપર કોરોના વાયરસ ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. તેમણે ફરી એક વાર કહ્યું છે કે કોરોના વાયરસ ચીનના વુહાન ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોલોજી સાથે સંબંધિત છે. ટ્રમ્પનું કહેવું છે કે કોરોના વાયરસ ચીને ફેલાવ્યો અને તેમની પાસે તે વાતની સાબિતી પણ છે.

તે ઘણીવાર પૂરી દુનિયાને કહી ચૂક્યા છે કે ચીનના વુહાન ઇન્સ્ટિટયૂટ ઓફ બાયોલોજી લેબમાં વાયરસ તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ હાલ તેમણે આ વિશે વધુ વાત કરવા માટે ના પાડી છે. તમને જણાવી દઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને વુહાન વાયરસ પણ કહી ચુક્યા છે.

વ્હાઇટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં એક પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને કોરોના વાયરસ થી વુહાન લિંકને લઈને એક સવાલ કર્યો. તેના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મારી પાસે સાબિતી છે, પરંતુ હાલ તેના વિશે નહીં જણાવુ. તેમણે કહ્યું કે હાલ તેના વિશે મને જણાવવાની અનુમતિ નથી, તે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે ચીન ઉપર નવા ટૈરિફ લગાવવામાં આવશે.

કોરોના પર ચીન અને અમેરિકાની જંગ

દુનિયામાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ કોઈ છે, તો તે અમેરિકા છે. અમેરિકામાં સંક્રમિત લોકોની સંખ્યા ૧૧ લાખ પહોંચવાની છે. સાથે ૬૨ હજારથી વધુ લોકો એ પોતાનો જીવ ગુમાવ્યો છે, તેથી અમેરિકા પર અત્યારના સમયમાં વધુ દબાવ છે. પહેલા ટ્રમ્પે ચીનના તે મુદ્દાને નકાર્યો હતો, જેમાં ચીન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કોરોના વાયરસ ચીનના વાઇલ્ડલાઇફ માર્કેટ માંથી નીકળ્યો હતો.

ત્યાર બાદ ચીને ઊલટું અમેરિકા ઉપર આરોપ લગાવ્યો કે યુએસ મિલેટ્રી કોરોના વાયરસને ચીન સુધી પહોંચાડયો. બીજી બાજુ હમણાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે કોરોનાનાં સત્યને દુનિયા સામે લઈને આવશુ. ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે પણ પોતાની સ્પષ્ટ નારાજગી બતાવી છે અને WHO ને અમેરિકા તરફથી થતી ફંડિંગ પણ રોકવામાં આવી. સાથે અમેરિકાએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે તેણે કોરોનાનાં મુદ્દામાં ચીનની તરફદારી કરી છે અને દુનિયાને તેના વિશે સાચી જાણકારી નથી આપી.

ટ્રમ્પે કહ્યું કે ચીનની પીઆર એજન્સી છે WHO

ટ્રમ્પે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર આક્ષેપ લગાવતા કહ્યું કે WHO ચીનની પીઆર એજન્સી રીતે કામ કરે છે, જેની ઉપર તેને શરમ થવી જોઈએ. ટ્રમ્પે પ્રશાસનનાં WHO ની ભૂમિકા પર પ્રશ્નો કર્યા છે. અને તેની તપાસ ચાલુ કરી છે સાથે ફંડિગ પર પણ રોક લગાવી છે.

એક બાજુ ટ્રમ્પ વારંવાર ચીન ઉપર કોરોનાને લઈને આરોપ લગાવે છે, તો બીજી બાજુ યુનાઈટેડ સ્ટેટ્સ ઇન્ટેલિજન્સ કમ્યુનિટીએ ગુરુવારે કહ્યું કે કોરોના જેવો વાયરસ માનવનિર્મિત ના હોય શકે. કમ્યુનિટીએ જણાવ્યું કે આ વાત હાલમાં રહેલી સાબિતી અને અનેક વૈજ્ઞાનિકોની સહમતી પર કહીએ છીએ. યુએસ ઇન્ટેલિજેન્સ કમ્યુનિટી સ્પષ્ટ કર્યું કે કોઈ લેબમાં જેનેટિક મોડીફીકેશન થી આ વાયરસ નથી બનાવવામાં આવ્યો અને આ વાયરસને તો કોઈ માણસે પણ બનાવ્યો છે કે ના તેને ડિઝાઈન કરવામાં આવ્યો છે. તો પણ અમે વારંવાર આ વાયરસની બારીકાઈ તપાસ કરી રહ્યા છીએ, કારણ કે સત્ય સામે આવી શકે.