કોરોના વાયરસ સંક્રમણથી બચવા માંગો છો તો સૌથી પેલા આ “વ્યસન” છોડી દો

એક અધ્યયનથી જાણવા મળ્યું છે કે ધુમ્રપાન છોડી દેવાથી ગંભીર કોરોના વાયરસનાં સંક્રમણનો ખતરો ઓછો થઇ જાય છે. કારણકે સિગારેટનો ધૂમાડો મોટાભાગે રિસેપ્ટર પ્રોટીન બનાવવા માટે ફેફસાને ફેલાવે છે અને આ પ્રોટીનનો ઉપયોગ કરીને કોરોના વાયરસ મનુષ્યની કોશિકાઓમાં પ્રવેશ કરે છે. ડેવલપમેન્ટ સેલ નામના જર્નલમાં પ્રકાશિત કરવામાં આવેલ રિપોર્ટનાં પરિણામ આ સમજાવી શકે છે કે ધૂમ્રપાન કરનાર વ્યક્તિને કોરોના વાયરસની બીમારીની ઝપેટમાં આવવાનો ખતરો શા માટે વધારે છે.

અમેરિકામાં કોલ્ડ સ્પ્રિંગ હાર્બર લેબોરેટરીના કેન્સર જેનેટીસીસ્ટ અને આ અધ્યયન ના વરિષ્ઠ લેખક જેસન શેલ્ટરે કહ્યું, “અમને જાણવા મળ્યું કે ધૂમ્રપાન ACE2 માં ઉલ્લેખનીય વૃદ્ધિને વધારી દે છે, આ તે પ્રોટીન છે જેના દ્વારા વાયરસ માનવ કોશિકાઓમાં પ્રવેશ કરે છે.”

વૈજ્ઞાનિકો અનુસાર ધુમ્રપાન છોડી દેવાથી ગંભીર કોરોના વાયરસ થવાનો ખતરો ઓછો થઇ શકે છે. તેમણે જણાવ્યું હતું કે વાયરસથી સંક્રમિત મોટાભાગના વ્યક્તિ ફક્ત હળવી બીમારીથી પીડિત હોય છે. જોકે ગંભીર વાયરસ હુમલો કરે તો અમુક લોકોને દેખરેખમાં રાખવાની પણ જરૂર પડે છે. વિશેષ રૂપથી અન્ય લોકોની તુલનામાં ત્રણ સમૂહ માં આ બીમારી ગંભીર રૂપથી વિકસિત થવાની ઘણી સંભાવના હોય છે, પુરુષ, વૃદ્ધ અને ધૂમ્રપાન કરતા વ્યક્તિ.

આ તફાવત માટે સંભવિત સ્પષ્ટીકરણ માટે પહેલાથી પ્રકાશિત આંકડાઓને જોતા, વૈજ્ઞાનિકોએ તે જાણવાની કોશિશ કરી હતી કે શું આ નબળા સમૂહ માનવ પ્રોટિનથી સંબંધિત કોઈ ખાસ વિશેષતાઓ દર્શાવે છે, જેના પર વાયરસ સંક્રમણ માટે નિર્ભર કરે છે.

સૌથી પહેલા તેઓએ અલગ અલગ ઉંમર, સ્ત્રી અને પુરુષ અને ધુમ્રપાન કરતા અને નહીં કરવાવાળા લોકોના ફેફસામાં ગતિવિધિઓની તુલના કરી. વૈજ્ઞાનિકોએ કહ્યું કે લેબમાં ધુમાડામાં રાખવામાં આવેલ ઉંદર અને ધુમ્રપાન કરતા વ્યક્તિમાં ACE2 વધેલ હતું. ધુમ્રપાન નહીં કરવા વાળા લોકોની તુલનામાં ધૂમ્રપાન કરતા લોકોએ ACE2 નું ઉત્પાદન 30 થી ૫૫ ટકા વધારે કર્યું.

જોકે ફેફસામાં ACE2 ના સ્તર પર ઉંમર અથવા લિંગનો કોઈ પ્રભાવ મળે છે, તેની કોઈ સાબિતી વૈજ્ઞાનિકોને મળી નથી. તેમણે કહ્યું કે ધુમાડાના સંપર્કમાં આવવાથી પ્રભાવ આશ્ચર્યજનક રૂપથી ખૂબ જ પ્રબળ હતા. આંકડા અનુસાર ધુમ્રપાન છોડી દેનાર વ્યક્તિnaa ફેફસામાં ACE2 નું સ્તર ધુમ્રપાન નહીં કરવા વાળા લોકોની સમાન જ હતું.

અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે વાયુમાર્ગ માં સૌથી વધારે ACE2 બનાવે છે મ્યુકસ બનાવવાળી કોશિકાઓ છે, જેને ગોબ્લેટ કોશિકાઓ કહેવામાં આવે છે. ધુમ્રપાન આવી કોશિકાઓને વધારવા માટે ઓળખવામાં આવે છે. એટલા માટે જ કોરોના વાયરસ સંક્રમણથી બચવા ઈચ્છો છો તો ધુમ્રપાન છોડી દેવામાં જ તમારી ભલાઈ છે.