સાવધાન ! આગલા ૨૪ કલાકની અંદર ત્રાટકી શકે છે વાવાઝૉડુ “અંફન”, આ રાજ્યોને કરવામાં આવ્યા એલર્ટ

દેશભરમાં બદલતા વાતાવરણની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા મોટી ચેતવણી આપવામાં આવી છે. આ ચેતવણી અનુસાર દેશ પર કોરોનાનાં સંકટની વચ્ચે એક ચક્રવાતી વાવાઝોડાનો ખતરો પણ રહેલો છે. હકીકતમાં બંગાળની ખાડીથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉઠેલ ચક્રવાતી વાવાઝોડું “અંફન” રવિવાર સાંજ સુધીમાં દેશના ઘણા રાજ્યોને પોતાની ઝપેટમાં લઇ શકે છે. આ તોફાનની અસર પહેલાથી જ ધૂળથી ભરેલ વાવાઝોડું અને વરસાદના રૂપમાં જોવા મળી રહી છે.

બંગાળની ખાડીના ક્ષેત્રમાં વાતાવરણીય સ્થિતિઓ અને વાયુમંડલીય સ્થિતિ અનુકૂળ જોવા મળી રહી છે. સમુદ્રની સપાટીનું તાપમાન પણ બંગાળની ખાડીમાં વાવાઝોડાને વિકસિત થવા માટે અનુકૂળ છે. એટલા માટે સંભાવના છે કે આગલા ૨૪ થી ૪૮ કલાકમાં આ સિસ્ટમ પ્રભાવિત થઈને ડિપ્રેશનનું રૂપ લઈ શકે છે.

૧૬ મે સાંજ સુધીમાં દક્ષિણ મધ્ય અને તેની નજીક પશ્ચિમ બંગાળની ખાડી પર એક ચક્રવાતી વાવાઝોડું ઉભરી રહ્યું છે. આ વાવાઝોડાનું નામ અંફન છે. હકીકતમાં આ વાવાઝોડાને નામ થાઈલેન્ડ દેશે આપ્યું છે. હકીકતમાં સમુદ્રમાંથી ઉઠતા તોફાનોના નામ ભારત સહિત ૧૩ દેશ મળીને રાખે છે. આ વર્ષે વાવાઝોડાની સૂચિ ૨૮ એપ્રિલના રોજ રજુ કરી દેવામાં આવેલ હતી. પરંતુ પાછળની સૂચિમાં એક જ નામ બચેલ હતું જેનું નામ હતું અંફન, આ નામ થાઈલેડે આપ્યું હતું. એ જ કારણ છે કે આ વર્ષે પહેલા વાવાઝોડાનું અંફન નામ આપવામાં આવ્યું.

આ દેશો રાખે છે નામ

ભારત સિવાય બાંગ્લાદેશ, ઈરાન, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, કતાર, સાઉદી અરબ શ્રીલંકા, થાઈલેન્ડ, યુએઇ અને યમન સામેલ છે.

ભારતના રાજ્યો પર પડશે ” અંફન” ની અસર

IMD અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાને કારણે પહાડી ક્ષેત્રો જેવા કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરી રાજસ્થાન તથા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વાતાવરણ ખરાબ થઈ શકે છે. જેના લીધે આ રાજ્યો માટે હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ રજૂ કરી દેવામાં આવેલ છે આ દરમિયાન બધા લોકોને કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરની બહાર નીકળે નહીં અને સતર્ક રહે. વળી વાવાઝોડા અંફન ની સીધી અસર પશ્ચિમ બંગાળ સહિત અમુક તટીય વિસ્તારો પર પડવાની છે. જોકે બંગાળની ખાડીમાં મધ્ય સુધી જઈને ૧૭ મે નાં અંફન પોતાની દિશા બદલે છે.

હજુ દિશાનું યોગ્ય આંકલન નહીં

તે વાતને લઈને સંકેત મળી રહ્યા છે કે આ સિસ્ટમ બાંગ્લાદેશ અને તેના નજીક પશ્ચિમ બંગાળના ભાગો પર લેન્ડફોલ કરશે. જોકે વાતાવરણ સાથે જોડાયેલ મોડલ વિરોધાભાસી સંકેત આપી રહ્યા છે. અમુક વાતાવરણીય મોડલ સંભવિત વાવાઝોડા અંફન નાં મ્યાનમાર ની તરફ જવા માટેનો ઈશારો કરી રહ્યા છે. એટલે કે તેના ટ્રેક વિશે અત્યારે સ્પષ્ટ કહેવું સંભવ નથી.