દરેક સ્ત્રીનાં ૪ પતિ હોય છે, તમારો નંબર ચોથો છે, જાણો કેવી રીત, આ વાત મોટાભાગનાં લોકોને ખબર નહીં હોય

જ્યારે એક યુવક અને યુવતી લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા હોય છે તો બધાને ઈચ્છા એવી હોય છે કે જેની સાથે તેના લગ્ન થઇ રહ્યા છે, તે સંપુર્ણ તન, મન અને ધનથી પોતાનું જ રહે. પરંતુ શું તમે જાણો છો કે તમારા લગ્ન કરતા પહેલા તમારી પત્ની અન્ય ત્રણ લોકો સાથે લગ્ન કરી ચુકી છે. ભલે તમે કુંવારી યુવતી સાથે લગ્ન કરી રહ્યા હોય પરંતુ તમારા લગ્ન થયા પહેલા તે ત્રણ વખત લગ્નના બંધનમાં બંધાઈ જાય છે. પરંતુ આ કેવી રીતે શક્ય છે? તેના વિષય અમે તમને જણાવીએ કે આખરે તમારી સાથે લગ્ન કરતા પહેલા તે યુવતીના લગ્ન કોની સાથે થઈ ચુક્યા છે અને ક્યાં ત્રણ લોકો સાથે તેના લગ્ન થયેલા છે.

હકીકતમાં લગ્નમાં પંડિતજી દ્વારા વાંચવામાં આવી રહેલા મંત્રનો મતલબ આપણે સમજતા નથી. પરંતુ જ્યારે તમે આ મંત્રોનો મતલબ જાણી લેશો તો જાણ થશે કે લગ્ન સમયે જ્યારે તમે મંડપમાં બેસેલા હતા તો તમારા પહેલા કોઈ ત્રણ લોકોને દુલ્હન નો અધિકાર આપવામાં આવે છે. વિવાહ નાં સમયે ફેરામાં જે મંત્રોચાર કરવામાં આવે છે તેમાં તમારી ભાવિ પત્ની ને તમારી પહેલા ઇન્દ્ર, ચંદ્ર અને વરુણ સાથે લગ્ન કરાવવામાં આવે છે. આવી રીતે દરેક મહિલાના પહેલા પતિ ઇન્દ્ર, ચંદ્ર અને વરુણ હોય છે, ત્યારબાદ વરરાજા નો નંબર આવે છે.

શા માટે કરવામાં આવે છે ચાર લગ્ન

હકીકતમાં વૈદિક પરંપરા અનુસાર એક મહિલાને ચાર પતિ રાખવાનો અધિકાર આપવામાં આવેલ છે. પરંતુ તેનાથી સમાજમાં ફેલાતી વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કૃષિ શ્વેતકેતુ એ આ રિવાજ શરૂ કર્યો હતો કે વિવાહ દરમિયાન મહિલાના લગ્ન દેવો સાથે કરવામાં આવે. તેનાથી તેમના ચાર પતિઓની પત્ની હોવાનો અધિકાર પણ સુરક્ષિત રહેશે અને સમાજમાં વ્યવસ્થા પણ જળવાઈ રહેશે. ત્યારથી આ પ્રથા શરુ થઇ, જેના કારણે દરેક પુરુષ પોતાની પત્ની નો ચોથો પતિ હોય છે.

આવી રીતે શરૂ થઈ વિવાહ સુધાર પ્રથા

હકીકતમાં વર્તમાન વિવાહ પ્રણાલીના નિર્માતા ઉદ્દાલક ઋષિનાં પુત્ર શ્વેતકેતુ હતા. એક પૌરાણિક કથા અનુસાર તેઓ આર્યવર્ત નાં પ્રથમ સમાજ સુધારક હતા. તે સમયે મહિલા અને પુરુષોને યૌન સંબંધોનાં મામલામાં મળેલી આઝાદી પર તેમણે પ્રતિબંધ લગાવ્યો અને એક પતિ-પત્ની વિવાહની પ્રથાને જન્મ આપ્યો. વૈદિક પરંપરાને જીવંત રાખવા માટે મહિલાઓનાં લગ્ન ત્રણ દેવતાઓ સાથે કરવામાં આવે છે.

તેમાં સૌથી પહેલા કોઈપણ કન્યાનો પહેલો અધિકાર ચંદ્રને સોંપવામાં આવે છે. ત્યારબાદ વિશ્વવસુ નામના ગંધર્વ અને અને ત્રીજા નંબર ઉપર અગ્નિને કન્યા નો અધિકાર સોંપવામાં આવે છે. અંતમાં કન્યા નો અધિકાર તેના પતિને સોંપવામાં આવે છે. તો હવે તમને જાણ થઈ ગઈ હશે કે તમારા પહેલા પણ તમારી પત્નીનાં ૩ પતિ રહેલા છે.