દિપીકા પાદુકોણ રણવીર સિંહ સિવાય પણ બીજા લોકોને ડેટ કરી ચૂકી છે, બીજા નંબરનું નામ જાણીને થશે આશ્ચર્ય, જાણો તેના નામ

Posted by

બોલિવુડની રાણી એટલે કે દીપિકા પાદુકોણને કોણ નહિ જાણતું હોય. દીપિકાએ ઘણા દિલોમાંરાજ કર્યું છે. રણબીર કપુર અને રણવીર સિંઘ સાથેના અફેરની વાત સૌ કોઈ જાણે છે. થોડાસમય પહેલાં જ રણવીર સિંઘ સાથે તેના લગ્ન પણ થઇ ચુક્યા છે. પણ શું તમે જાણો છો કે બોલીવુડ ની રાણી દીપિકા પાદુકોણ આ બંને એક્ટર સિવાય બીજાઘણા લોકોને ડેટ કરી ચૂકી છે.

આ યાદીમાં પ્રથમ નામ આવે છે નિહાર પાંડેનુ. જ્યારે દીપિકા બેંગલુરુ થી મુંબઈ શિફ્ટથઈ ત્યારે નિહાર પાંડે એ દીપિકાને ઘણી મદદ કરી હતી. નિહાર અને દીપિકાની મુલાકાત ૨૦૦૬માં એક્ટિંગ ક્લાસ થી થઈ હતી. બંને રીલેશનશીપ માં પણ રહી ચુક્યા છે. પણ ત્યારપછી દીપિકાનીપહેલી ફિલ્મ હિટ ગયા બાદ દીપિકા ઘણી આગળ નીકળી ગઈ અને નિહાર પાછળ રહી ગયો.

ત્યારબાદ દીપિકાની યાદીમાં બીજું નામ આવે છે ઉપેન પટેલનું. જી હા ઉપેન પટેલ સાથે પણ દીપિકાનું નામ જોડાઈ ચુક્યું છે. આ બંને લોકોની સ્ટોરી વધારે બહાર નથી આવી અને બંનેવચ્ચે પ્રેમ લાંબો સમય નથી ટક્યો પરંતુ બંને વચ્ચેના થોડા ફોટા એવા વાઇરલ થયેલા કેજેનાથી બંને વચ્ચે પ્રેમ હોય તેવું લાગતું હતું.

ત્યારપછી નામ આવે છે ભારતના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનું. વિશ્વાસ કરવું થોડું મુશ્કેલ છે પણ હા આ વાત સાચી છે. દીપિકા પાદુકોણ ભારતના કેપ્ટન ધોનીના પ્રેમમાં પાગલ હતી અને બીજી બાજુ ધોની પણ તેને ખૂબ જ પ્રેમ કરતો હતો. ધોની એ દીપિકાને મળવા માટે બાદશાહ ખાનને વિનંતી પણ કરી હતી. બાદશાહ ખાને ધોની અને દીપિકાની મુલાકાત કરાવવા માટે દીપિકાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમ ફિલ્મની એક સ્પેશિયલ પાર્ટી રાખી હતી. જ્યાં બંનેવચ્ચે મુલાકાત થઈ અને ત્યારપછી બંને વચ્ચે મળવાનું શરૂ થઈ ગયું અને બંને વચ્ચે પ્રેમની શરૂઆત થઈ.

ત્યારબાદ ધોનીએ દીપિકાને ૨૦/૨૦ મેચ જોવા માટે આમંત્રણ આપવાનું ચાલુ કર્યું. ધોનીએ દીપિકાને જ્યારે પ્રપોઝ કર્યું ત્યારે દીપિકાનું નામ ભારતનાં વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ સાથે દીપિકાના અફેરની વાત બહાર આવવા લાગી. જેના લીધે ધોની અને દીપિકા ધીમે ધીમે દૂર થવા લાગ્યાં. આ બ્રેકઅપ નાં લીધે ધોની ત્યારે ખૂબ જ ડિપ્રેશન માં આવી ગયા હતાં.

ત્યારબાદ દીપિકાનું નામ જોડાયુ સિદ્ધાર્થ માલ્યા સાથે. ધોની અને યુવરાજ સાથેના અફેર બાદ દીપિકાનું દિલ આઈ પી એલ ક્રિકેટ ટીમના ઓનર સિદ્ધાર્થ માલ્યા પર આવી ગયું.

૨૦૧૧ માં આ બંનેના પ્રેમની ચર્ચા જોરશોર થી થવા લાગી હતી. આઈ.પી.એલ.માં જ્યારે સિદ્ધાર્થ માલ્યાની ટીમ જીતી ત્યારે સ્ટેડિયમમાં જ બંનેએ એકબીજાને કિસ પણ કરી હતી. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે આ બંને પણ એકબીજાથી દુર થવા લાગ્યા હતાં.

આટલા લોકો સાથે દીપિકાના રિલેશન રહ્યા હતાં. હજુ પણ એવા નામચીન લોકો છે કે જેની સાથે થોડો ટાઈમ રિલેશન રહ્યા બાદ દીપિકા એને પણ છોડી ચૂકી છે. પરંતુ ફાઈનલી દીપિકાએ રણવીર સિંઘ સાથે લગ્ન કર્યા.