ડિલિવરી એડ્રૈસમાં વ્યક્તિએ એવું સરનામું લખ્યું કે લોકો પોતાનું હસવાનું રોકી નથી શકતા, ફોટો થઈ રહ્યો છે વાઇરલ

Posted by

ભારતમાં જુગાડ અને ટેલેન્ટની કમી નથી. અન્ય દેશોની તુલનામાં અહીં લોકો ખૂબ જ સારી રીતે કામ કરે છે. હવે કોઇને પોતાનું સરનામું આપવાની જ વાતનું ઉદાહરણ લઈ લો. જ્યારે કોઈ ઓળખીતો વ્યક્તિ આપણા ઘરે પહેલી વખત આવે છે, તો તેને કોઈપણ ફેમસ જગ્યાનું નામ આપને જણાવી દઈએ છીએ. પછી કહીએ છીએ કે ભાઈ તે ફલાણી જગ્યાએ આવીને મને કોલ કરજે, હું તને લેવા માટે પહોંચી જઈશ. હવે આ પ્રકારની વાતો સામાન્ય રીતે ફોન પર થતી હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આવું જ કંઈક થોડા દિવસ પહેલા ડીલેવરીનાં પેકેટ પર લખેલ એડ્રેસમાં પણ જોવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર વાયરલ થયું અનોખુ એડ્રેસ

હકીકતમાં હાલના દિવસોમાં ઇન્ટરનેટ પર એક ડીલેવરી પેકેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ પેકેજની સૌથી મોટી ખાસ વાત એ છે તેમાં લખેલું એડ્રેસ. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ કંપની પાસેથી સામાન મંગાવીએ છીએ તો તેમાં પોતાનું હાઉસ નંબર, ગલી નંબર, એપાર્ટમેન્ટનું નામ વગેરે વસ્તુઓ લખીએ છીએ. પરંતુ રાજસ્થાનમાં એક વ્યક્તિ જ્યારે ઓનલાઇન સામાન મંગાવ્યો તો લખ્યું – ૪૪૮, છઠ માતા મંદિર, મંદિરની સામે આવીને મને ફોન કરી લેજો હું આવીને લઈ જઈશ, શિવપુરા.

સામાન્ય રીતે લેન્ડમાર્ક વાળી જગ્યા પર મંદિર જેવા સ્થાનનો ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ આ પ્રકારની ભાષામાં ઓનલાઈન એડ્રેસ લખવું ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે. ટ્વિટર પર આ પેકેજનો ફોટો એક યૂઝરે શેયર કર્યો છે અને શેયર કરતા તેમણે કેપ્શન માં લખ્યું છે કે, ઇન્ડિયન ઇ-કોમર્સ થોડું અલગ છે.

સોશિયલ મીડિયા પર આ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. લોકો તેને લઈને અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેવામાં અમુક યુઝર્સે આવા જ પ્રકારની મજેદાર એડ્રેસ વાળી પણ તસવીરો શેયર કરી હતી. વળી એક યુઝરની ફોટોમાં એડ્રેસ લખ્યું હતું, ઓર્ડર કેન્સલ જ થવાનો છે તો શું એડ્રેસ લખવું.”

તે સિવાય એક ગાઝિયાબાદના પાર્સલ પેકેજનો એડ્રેસ પણ ખુબ જ મજેદાર છે. તેમાં લખ્યું છે કે – માની લો કે અમે ઘરે હાજર ન હોઈએ તો તમે લેન્ડલોર્ડ ને આપી દેજો.

વળી વધુ એક જુઓ. વધુ એક તેની સાથે મેળ ખાતું એડ્રેસ. જોકે આ કોંકણી ભાષા માં લખેલું છે.

આ મજેદાર એડ્રેસ હૈદરાબાદી લહેજામાં લખવામાં આવ્યું છે – પાષા ભાઈની દુકાને આવીને પૂછી લો, સલીમ લાલા ક્યાં રહે છે, સીધા ઘર સુધી મૂકી જશે.

આ બધા અનોખા એડ્રેસ જોઈને લોકોને ખૂબ જ મજા આવી રહી છે. ઘણા લોકો તો એવું પણ કહી રહ્યા છે કે ભારતમાં રહેવાવાળા લોકો થોડા વધારે જ ક્રિએટિવ થઈ ગયા છે. તો વળી કોઈ બોલી રહ્યું છે કે ઇન્ડિયામાં જુગારનું લેવલ અલગ જ હોય છે. આશા રાખીએ છીએ કે તમને આ મજેદાર એડ્રેસ વાંચીને મજા આવી હશે.