દેશમાં કોરોનાનાં ૧૪૩૭૮ દર્દી, ૨૩ રાજ્યોમાં જમાતને કારણે વધ્યા કેસ : સ્વાસ્થ્ય મંત્રાલય

Posted by

દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૧૪૩૭૮ થઈ ગઈ છે. તેમાં ૪૨૯૧ કેસ તબલીગી જમાત સાથે જોડાયેલા છે. પાછલા ૨૪ કલાકમાં ૪૩ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ૨૩ રાજ્યમાં જમાતને કારણે કેસ વધ્યા છે. રાહતની વાત એ છે કે ૨૩ રાજ્યોના ૪૫ જિલ્લામાં પાછલા ૨૮ દિવસોથી કોરોનાનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવ અગ્રવાલે આ જાણકારી આપી હતી.

અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી ૪૮૦0 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૨૪૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. પાછલા ૨૪ કલાકમાં ૯૯૧ કેસ નવા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧૯૯૨ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.

જમાતને કારણે દેશના ૨૩ રાજ્યોમાં નાના કેસ વધ્યા છે. અગ્રવાલે કહ્યું કે આસામમાં જમાતને કારણે ૯૧% કોરોનાનાં કેસ વધેલ છે. દિલ્હીમાં ૬૩% કોરોનાનાં દર્દીઓ જમાત સાથે જોડાયેલા છે. ઉત્તર પ્રદેશમાં ૫૯% કેસ જમાત સાથે જોડાયેલ છે. કોરોના વાયરસના દેશભરમાં કુલ મામલામાં ૨૯% મામલા નિઝામુદ્દીન મરકજ સાથે જોડાયેલ છે. તમિલનાડુમાં ૮૪% તેલંગાણામાં ૭૯% આંધ્રપ્રદેશમાં ૬૧% કેસ જમા સાથે જોડાયેલા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે કોરોના વાયરસ થી થયેલ મૃત્યુમાં ૧૪.૪% ની ઉંમર ૪૫ વર્ષથી ઓછી હતી જ્યારે ૧૦.૩% આ મામલામાં મૃતકોની ઉંમર ૪૫ થી ૬૦ વર્ષની વચ્ચે હતી. ૩૩.૧% આ મામલામાં મૃતકોની ઉંમર ૬૦ થી ૭૫ વર્ષની વચ્ચે હતી. ૪૨.૨% આ મામલામાં મૃતકોને ઉંમર ૭૫ વર્ષ અથવા તેનાથી વધારે હતી.