ધન સંબંધિત બધી જ પરેશાની દુર કરી દેશે ચોખાનો આ એક ઉપાય

અત્યારના સમયમાં દરેક વ્યક્તિ ઘણું બધું ધન કમાવવા માંગતો હોય છે. ધન કમાવવા માટે તે ઘણી બધી મહેનત કરે છે. પરંતુ ઘણીવાર એવું બને છે કે ખુબ જ મહેનત કરવા છતાં પણ પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. ઘણીવાર માણસ દેવું પણ કરે છે પણ પછી તેના મનમાં ડર સતત સતાવ્યા કરે છે અને ક્યારેક વધારે પૈસાની જરૂરિયાત હોય અને કોઈ પાસે પૈસા માંગે તો કોઈ પૈસા આપવા પણ તૈયાર થતું નથી.

પરંતુ પૈસા કમાવવા માટે મહેનત ની સાથે નસીબની પણ જરૂર પડે છે. મહેનત સાથે નસીબ હોય તો તમે આરામ થી પૈસા કમાઈ શકો છો અને નસીબ માટે તમે ભગવાનને જ પ્રાથના કરી શકો છો. અહીંયા અમે તમને જણાવીશું કે ભગવાનને તમે કઈ રીતે પ્રસન્ન કરશો કે જેનાથી તમે અખૂટ ધન મેળવી શકો. જ્યોતિષ શાસ્ત્રમાં પૈસાની જરૂરિયાતને પૂરી કરવાનું સમાધાન જણાવવામાં આવ્યું છે. અમે આજે તમને એક ઉપાય જણાવીશું જેના લીધે તમે પૈસાની તંગી ને પૂરી કરી શકશો.

અમે તમને આજે જે ઉપાય વિષે જણાવવાના છીએ એ ઉપાય ચોખા દ્વારા કરવાનો છે. આપણા હિન્દુ ધર્મમાં ચોખાનું ઘણું મહત્વ છે. ચોખાને આપણા ધર્મમાં શુભ માનવામાં આવે છે. ચોખાનો પ્રયોગ દરેક પૂજામાં કરવામાં આવે છે. પૂજામાં અર્પિત થતાં ચોખાને અક્ષિત કહેવામાં આવે છે. જેનો અર્થ છે જે સંપુર્ણ છે, તૂટ્યા વગરનાં ચોખાના દાણા.

પુજા અને ધર્મ કર્મના કામમાં સફેદ ચોખાનો ઉપયોગ શુભ માનવામાં આવે છે. જ્યોતિષમાં ચોખાના એવા ઘણા ઉપાય બતાવવામાં આવ્યાં છે જેનાથી ધન સંબંધિત બધી જ પરેશાની દૂર કરી શકાય છે.

શિવલિંગને અર્પિત કરો ચોખા:

જો કોઈની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ છે. જેના કારણે તે હંમેશા પરેશાન રહે છે. મહેનત કરવા છતાં પણ પૈસાની તંગી રહે છે તો ચોખાનો આ ઉપાય તમને મદદ કરશે. ચોખાનો આ ઉપાય કરવા માટે તમારે પુનમ પછી આવનારા સોમવારના દિવસે અડધો કિલો ચોખા સાથે કોઈ એકાંત શિવલિંગ પાસે બેસી જાવ.

ત્યારબાદ શિવલિંગની વિધિવત પુજા કર્યા બાદ પછી એ જ ચોખા માંથી એક મુઠ્ઠી ચોખા ભગવાન શિવને અર્પિત કરો. બાકી બચેલા ચોખાને કોઈ જરૂરિયાતમંદ માણસને દાનમાં આપી દો. તમારે આ ઉપાય સતત પાંચ સોમવાર સુધી કરવાનો રહેશે. જો તમે આ ઉપાય પુરી શ્રદ્ધા થી કરશો તો ભોલેનાથની કૃપા તમારા પર હમેશાં બની રહેશે અને તમારા જીવનની ધન સંબંધિત બધી જ પરેશાનીઓ દુર થશે.

પર્સમાં મુકો ચોખા :

જો તમારી પાસે પૈસા તો આવે છે પણ પર્સમાં ટકતા નથી તો જ્યોતિષ દ્વારા જણાવેલ ચોખાનો આ ઉપાય તમને કામ આવી શકે છે. આ ઉપાય કરવા માટે તમે કોઈપણ મુહૂર્તમાં અથવા અક્ષય તૃતીયા પુનમ અથવા તો દિવાળી જેવી શુભ મુહુર્તમાં સવારના સમયે જલ્દી ઊઠીને એક સ્વચ્છ લાલ રેશમી કપડું લો. એ લાલ કપડામાં ચોખાના ૨૧ દાણા રાખો.

પરંતુ તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે એ ૨૧ દાણામાંથી એકપણ દાણો તૂટેલો ના હોવો જોઈએ. હવે એને લાલ કપડામાં બાંધીને ધનની દેવી લક્ષ્મી માતાની વિધિ વિધાન સાથે પૂજા કરો.  ત્યારબાદ એ પૂજામાં લાલ કપડામાં બાંધેલ ચોખાને અર્પિત કરો. ત્યારબાદ લાલ કપડામાં બાંધેલા આ ચોખા તમારા પાકીટમાં મુકી દો. જો તમે આ ઉપાય કરો છો તો તમારા જીવનમાંથી ધન સંબંધિત બધી જ પરેશાની દુર થઇ જશે.