ડાયટમાં સામેલ કરો આ આયુર્વેદિક વસ્તુઓ, ક્યારેય નહીં લેવી પડે દવા

Posted by

આયુર્વેદમાં કોઈ પણ વ્યક્તિના શરીરના દોષ વિશે વાત કરવામાં આવે છે. આ દોષ (એનર્જી) ત્રણ પ્રકારના હોય છે, વાત, પિત અને કફ. વાત હવા અને આકાશને પ્રદર્શિત કરે છે. પીત આગ અને પાણી ને તથા કફ પૃથ્વી અને જળની એનર્જીને પ્રદર્શિત કરે છે. આપણા બધામાં એનર્જી ના પ્રકાર મોજુદ હોય છે. આયુર્વેદ અનુસાર દરેક વ્યક્તિમાં એક પ્રકારનો દોષ પ્રભાવી હોય છે, બાકીના બે સંતુલિત હોય છે. આયુર્વેદ એક સરળ સિદ્ધાંત પર કામ કરે છે, જો તમારી ડાયટ ગડબડ છે તો કોઈ દવા અસર નથી કરતી. જો ડાયટ યોગ્ય છે તો દવાની જરૂર નથી પડતી. જો તમે આયુર્વેદ ના પ્રમાણે ડાયટ લેવા માંગો છો તો તમારે ખોરાકમાં આ વસ્તુઓ સામેલ કરવી પડશે.

ઘી

આયુર્વેદમાં અને સુપરફુડ માનવામાં આવેલ છે. તે માખણ ની સરખામણીમાં પચવામાં સરળ હોય છે. તે ટોક્સિન્સ ને શરીરમાંથી બહાર કાઢે છે.

હૂંફાળું પાણી

આયુર્વેદમાં ઘણી જગ્યાએ તમને હૂંફાળું પાણી પીવાના ફાયદા વિશે જાણવા મળી જશે. તે શરીરમાંથી હાનિકારક પદાર્થો બહાર કાઢે છે અને સાથોસાથ ત્વચાને પણ નિખારે છે. દર કલાકે સાદુ હૂંફાળું પાણી પીતા રહેવું જોઈએ જેથી શરીરમાં પાણીની કમી ન થાય અને મેટાબોલિઝમ યોગ્ય રહે.

Pouring milk splash

ગરમ દૂધ

ઠંડા દૂધની તુલનામાં ગરમ દૂધ પચવામાં સરળ રહે છે. આયુર્વેદમાં હૂંફાળા દૂધને પવિત્ર માનવામાં આવે છે. જો તેને યોગ્ય રીતે લેવામાં આવે તો શરીરના બધા જ દોષો બેલેન્સમાં રહે છે તથા શરીરને શક્તિ પ્રદાન કરે છે.

જીરુ

જીરું ને ડાયટમાં સામેલ કરવાની બે રીત છે. રાત્રે જીરું ને પાણીમાં પલાળી રાખો અને સવારે સૌથી પહેલા તે પાણી પીવું અથવા પાણીને ઉકાળો ત્યારે તેમાં એક ચપટી જીરું નાખી દેવું. તેનાથી તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ યોગ્ય રહેશે.

આદુ

ચા હોય કે કોઈપણ પ્રકારની ડીશ, ભારતમાં આદુ વગર આ બધાનો સ્વાદ ફિક્કો લાગે છે. આયુર્વેદમાં આદુને દરેક વસ્તુની દવા માનવામાં આવેલ છે. તે ખોરાક પચાવવામાં મદદ કરે છે અને સાથોસાથ માસિક પીડા માંથી પણ રાહત અપાવે છે.