દીવા ની વાટ આખી બળી જવી અથવા જલ્દી દીવો બુજાઈ જવો આ ૪ સંકેત આપ છે

એવું કોઈ પણ ઘર જ્યાં ભારતીય સંસ્કૃતિનો આદર કરવામાં આવે છે, ત્યાં મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવામાં આવે છે. આ દીવો આધ્યાત્મિક રૂપથી ઘરની સુખ શાંતિ ની મનોકામના માટે પ્રગટાવવામાં આવે છે. પરંતુ શું તમે દીવો પ્રગટાવવાના યોગ્ય નિયમો વિશે જાણો છો અને તેનું પાલન કરો છો? જો હા, તો ઘરમાં પોઝિટિવ ઉર્જા ને પણ જરૂરથી મહેસુસ કરતા હશો. પરંતુ જો તમે યોગ્ય નિયમો અનુસાર દીવો પ્રગટાવતા નથી તો તે સુખ અને સમૃદ્ધિને બદલે અશાંતિને ઘરમાં આમંત્રણ આપે છે.

તમને જણાવી દઈએ કે ઘરમાં દીવો પ્રગટાવતા સમયે કઈ વાતો ધ્યાનમાં રાખવી જોઈએ અને દીવા નો પ્રકાશ તમને શું સંકેત આપે છે. મંદિરમાં દેવતાઓ માટે ઘીનો દીવો પોતાની ડાબી તરફ અને તેલનો દીવો જમણી તરફ પ્રગટાવવો જોઈએ. દેવી-દેવતાઓ માટે પ્રગટાવવામાં આવેલો દીવો પુજન કાર્યની વચ્ચે ક્યારેય પણ બુજાઇ જવો જોઈએ નહીં. એટલે કે પુજન સમાપ્ત થાય ત્યાં સુધી તેમાં ઘી અથવા તેલ ઉમેરતા રહેવું જોઈએ.

માન્યતા છે કે પુજામાં રાખવામાં આવેલો દીવો બુજાઈ જવાથી ભક્તની મનોકામનાઓની પુર્તિ થવામાં અડચણ આવે છે. પુજામાં દીવો ભુજાઈ જવાથી દેવી-દેવતાઓ ભક્તથી નારાજ થવાનો પણ સંકેત માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે સાચા હૃદયથી ભગવાનની પુજા ન કરવામાં આવે તો દીવો બુજાઈ જાય છે. જોકે દીવો બુજાઇ જવા માટે ઘણા ભૌગોલિક કારણોને પણ જવાબદાર માનવામાં આવે છે. જાણકારોનું કહેવું છે કે જો પુજાના સમયે દીવો બુજાઈ જાય છે તો ભગવાન પાસે તેની માફી માંગી લેવી જોઈએ અને ત્યારબાદ તુરંત દીવો ફરીથી પ્રગટાવી દીવો જોઈએ.

પુજા પાઠમાં આરતી દરમિયાન દીવો પ્રગટાવવા ને લઈને વિશેષ સાવધાની રાખવામાં આવે છે. આપણે પોતાના તરફથી પુરો પ્રયાસ કરવો જોઈએ કે આરતી કરતા સમયે દીવો બુજાઈ ન જાય. તેના માટે દીવો પ્રગટાવતા સમયે તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દીવામાં તેલ અથવા ઘી પર્યાપ્ત માત્રામાં હોય. તે સિવાય દીવામાં ઉપયોગમાં લેવામાં આવતી વાટ નું રૂ ખુબ જ સારું હોવું જોઈએ. તેની સાથો સાથ આરતી કરતા સમયે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે વધારે હવા ચાલી રહી ન હોય આરતી કરતાં સમયે પંખો અથવા કુલર બંધ કરી દેવું જોઈએ.

ઘી નાં દીવા માટે સફેદ રૂ ની વાટ નો ઉપયોગ કરવો જોઈએ અને તેલના દીવા માં લાલ વાટ નો ઉપયોગ કરવો જોઈએ. દીવો હંમેશા પિત્તળ અથવા તો માટીનો હોવો જોઈએ. અમુક વિશેષ પુજાના સમયે લોટમાંથી બનેલ દિવાનો ઉપયોગ પણ કરવામાં આવે છે. ખંડિત અથવા તો તુટેલા દીવા નો પ્રયોગ કરવો જોઈએ નહીં. કારણ કે તે અશુભ માનવામાં આવે છે. દીવો એક, ચાર, પાંચ અથવા તો નવ મુખી પ્રગટાવવો જોઈએ.

પુજા સમયે જો દીવા નો પ્રકાશ જમણી તરફ ઝુકે છે તો તે ખુબ જ શુભ સંકેત હોય છે. દીવા ના પ્રકાશનો રંગ જો વધારે વાદળી હોય તો તે પુજા માટે ઓછું શુભ ફળ આપે છે. પુજામાં દીવા નો પ્રકાશ અસ્થિર હોય તો તે વધારે સારું માનવામાં આવતું નથી. આ સંકેત જણાવે છે કે નકામો ખર્ચ થઈ શકે છે. દીવા નો મોટો પ્રકાશ ઈશારો કરે છે કે તમારું દરેક કાર્ય સફળતાપુર્વક પુર્ણ થશે. દીવા નો પ્રકાશ જો સ્થિર, મોટો અને એકસરખો હોય તો સમજવું જોઈએ કે ખુબ જ જલ્દી તમારી ઉપર માતા લક્ષ્મી પ્રસન્ન થવાના છે.

હિન્દુ ધર્મમાં ઘણા પ્રકારની માન્યતાઓ અને રીતિરિવાજ રહેલા છે. આ માન્યતાઓ માંથી એક છે પુજામાં દીવો બુજાઈ જવો. સનાતન ધર્મમાં એવી કોઈ પણ પુજા નથી, જેમાં દીવો પ્રગટાવવામાં આવતો ન હોય. એવી માન્યતા છે કે પુજા સમયે દેવી દેવતાઓની આરતી કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને દરેક આરતીમાં દીવો પ્રગટાવવો અનિવાર્ય માનવામાં આવેલ છે.

દીવો પ્રગટાવીને આરતી કરવાથી જીવનનો અંધકાર દુર થાય છે અને વ્યક્તિના જીવનમાં રોશની અને જ્ઞાનનું આગમન થાય છે. જો આર્થિક કરતા સમયે દીવો બુજાઈ જાય તો શું થાય છે? આ સવાલ ઘણા લોકોના મનમાં આવતો હોય છે, પરંતુ તેનો સાચો જવાબ ખુબ જ ઓછા લોકો જાણે છે. તો ચાલો તેના વિશે તમને વિસ્તારપુર્વક જણાવીએ તે સિવાય તમને દીવો પ્રગટાવવાના સામાન્ય નિયમો વિશે પણ જણાવીશું.

વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ દિશામાં દીવા નો પ્રકાશ હોવો જોઈએ નહીં. માન્યતા છે કે આ દિશામાં દીવા નો પ્રકાશ હોવાથી ધનહાની નો સામનો કરવો પડે છે. કારણ કે આ દિશા ને યમરાજની દિશામાં માનવામાં આવે છે, એટલા માટે ભુલથી પણ દક્ષિણ દિશા તરફ દીવો પ્રગટાવો જોઈએ નહીં. માન્યતા છે કે દીવા નો પ્રકાશ પુર્વ દિશા તરફ હોવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં દીવો પ્રગટાવવાથી જાતક ની ઉંમર લાંબી થાય છે. વાસ્તુશાસ્ત્રના હિસાબથી પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. પશ્ચિમ દિશામાં દીવો પ્રગટાવવાથી દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે. માન્યતા છે કે જો તમને કોઈ પણ પ્રકારના દુઃખ છે તો આ દિશા તરફ દીવો પ્રગટાવવો જોઈએ. વળી ઉત્તર દિશામાં દીવો પ્રગટાવો પણ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશામાં દીવો પ્રગટાવવાથી ધન લાભ થાય છે.

જ્યારે પણ તમે ઘરમાં દીવો પ્રગટાવો તો તે વાતનો વિશેષ ધ્યાન રાખો કે દીવો ખંડિત હોવો જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે ખંડિત એટલે કે તુટેલા દિવા નો ઉપયોગ કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો તમે કોઈ મનોકામના ની પુર્તિ માટે દીવો પ્રગટાવી રહ્યા છો તો ખંડિત દીવો પ્રગટાવવાથી તમારી તે મનોકામના પુરી થતી નથી. આવા દીવા નો ઉપયોગ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ઘીનો દીવો ભગવાનને સમર્પિત કરવા માટે પ્રગટાવવામાં આવે છે. વળી તેલનો દીવો પોતાની ઈચ્છાઓની પુર્તિ માટે પ્રગટાવવામાં આવે છે. આવી રીતે દીવો પ્રગટાવવાથી તમને અવશ્ય લાભ મળે છે.

જ્યારે પણ ઘરના મંદિરમાં દીવો પ્રગટાવી રહ્યા છો તો તમારે દીવા ની વાટ નું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે તમે ઘી નો દીવો પ્રગટાવો છો તો બેસેલી વાટ અને તેલનો દીવો પ્રગટાવો છો તો ઉભી અને લાંબી વાંટ નો ઉપયોગ કરવો જોઈએ. દીવા ની વાટ ની દિશા હંમેશા ભગવાનની તસ્વીરની બરોબર સામે હોવી જોઈએ. તેનાથી તમારી મનોકામના જલ્દી પુરી થાય છે.