દિવસમાં આ ડ્રિંક બે વખત પીવાથી ફટાફટ ઘટશે વજન, રોજની વધારાની ચરબીને રાતો રાત દુર કરી દેશે

Posted by

પેટ અને કમરના ભાગમાં જમા થયેલ ચરબી ઘણા ગંભીર અને જીવલેણ રોગોનું કારણ બની શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાભરમાં કેન્સર, ડાયાબિટીસ, હાર્ટએટેક અને હાઈ બ્લડપ્રેશરનું સૌથી મોટું કારણ સ્થૂળતા છે. એક વખત જો શરીર મા સ્થૂળતા આવી જાય છે, તો જમા થયેલ ચરબી ઓછી કરવી ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ બની જાય છે. તેના માટે લોકો એક્સરસાઇઝ, ડાયટિંગ અને ઘણા અલગ-અલગ ઉપાય અપનાવે છે. પરંતુ જો દરરોજની વધારાની ચરબીને તે દિવસે જ કરી લેવામાં આવે તો ચરબી જમા થશે નહી અને સ્થૂળતા પણ આવશે નહીં. તેના માટે અમે તમને ખાસ વેઇટ લોસ ડ્રિંક જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે સરળતાથી પોતાનું વજન ઘટાડી શકશો. આ ડ્રિંક સ્વાદિષ્ટ હોવાને કારણે તેને પીવામાં પણ કોઈપણ જાતની પરેશાની થશે નહીં.

જે લોકોનું પહેલાંથી જ શરીર વધેલું છે તે લોકો પણ જો આ ડ્રિંક પીવે છે તો વધુ વજન વધવાથી બચી શકાશે અને આ ડ્રિંક પીવાની સાથોસાથ ૩૦ મિનિટ સુધી એક્સરસાઇઝ પણ કરતા રહેવી, તો પહેલાથી જમા થયેલ ચરબી પણ ધીમે ધીમે ઓગળવા લાગશે અને તમારું શરીર ફિટ થવા લાગશે. સ્થૂળતાને જેટલી જલદી ખતમ કરી લેવામાં આવે તેટલું વધારે સારું હોય છે. કારણ કે સામાન્ય રીતે ૩૫-૪૦ વર્ષની ઉંમર બાદ ડાયાબિટીસ, હાર્ટએટેક અને બ્લડપ્રેશર જેવી બીમારીઓ આવવાની શરૂઆત થાય છે. એટલા માટે આજથી જ પોતાને રોજિંદી આદતોમાં આ ખાસ ડ્રિંકને સામેલ કરી લો. જે દિવસ દરમ્યાન જમા થયેલ તમારી ચરબીને આખી રાતમાં ખતમ કરી દેશે.

વેઇટ લોસ ડ્રિંક માટે સામગ્રી

  • ૨૫૦ મિલિગ્રામ પાણી
  • ૧ ચમચી એપ્પલ સાઇડર વિનેગર
  • ૧ લીંબુ
  • 1 ચપટી પેપરીકા પાવડર

આવી રીતે બનાવો ડ્રિંક

  • સૌથી પહેલા પાણીને એક તપેલીમાં લઈને ઉકાળી લો.
  • ઉકળતા પાણીમાં લીંબુની છાલને ઘસીને નાખો અને ગેસ બંધ કરી દો.
  • હવે તેમાં ઍપલ સાઇડર વિનેગર અને પેપરીકા નાખો અને ૧૦ મિનિટ સુધી ઢાંકીને રાખી દો.
  • ૧૦ મિનિટ બાદ ડ્રિંકને ગાળ્યા વગર સેવન કરી લેવું.

ક્યારે અને કેવી રીતે પીવાનું છે આ ડ્રિંક?

યોગ્ય રીતે વજન ઘટાડવા માટે આ ડ્રિંકને દિવસમાં બે વખત પીવાનું રહેશે. એક વખત સવારે નાસ્તો કર્યાના ૪૫ મિનિટ પહેલા અને પછી રાત્રિનાં ભોજનનાં ૪૫ મિનિટ પહેલા. આવી રીતે દિવસમાં બે વાર આ ડ્રિંક પીવાથી તમારા શરીરમાં વધારાની ચરબી જમા થશે નહીં.

શા માટે ફાયદાકારક છે આ ડ્રિંક

પેપરીકા પાવડર મેટાબોલિઝમને ઝડપી કરે છે અને પાચન અને તંદુરસ્ત કરે છે. એપલ સાઈડર વિનેગરની ખાસ વાત એ છે કે તે તમારા ભોજનને તોડીને તેના પોષક તત્વોને અલગ કરવામાં મદદ કરે છે. વળી લીંબુની છાલ ફેટ જમા થવાથી બચાવે છે. આવી રીતે જ્યારે તમે આ ડ્રિંક દિવસમાં બે વખત પીવો છો તો તમારું મેટાબોલિઝમ સામાન્યથી ખૂબ જ ઝડપી કામ કરવા લાગે છે. જેનાથી તમારા માં એનર્જી રહે છે અને શરીરમાં ફેટ જમા થતી નથી. આ વેઇટ લોસ ડ્રિંક બધા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

તે વાતનું ધ્યાન રાખવું કે આ ડ્રીંક બનાવવામાં શુગરનો પ્રયોગ કરવાનો નથી અને મધનો ઉપયોગ પણ કરવાનો નથી. કારણ કે આ બંને સુગર નું સ્વરૂપ છે. બીજી એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે જો તમને પહેલાથી જ સ્થૂળતા છે અને ચરબી વધારે જમા થઈ છે, તો ફક્ત ડ્રિંક પીવાથી ખાસ ફાયદો થશે નહીં. પહેલાથી જ સ્થૂળતા હોય તેવા લોકોએ ડ્રિંકની સાથે સાથે હળવી એક્સરસાઇઝ પણ કરવાની રહેશે, તો શરીરમાં જમા થયેલી ચરબી ઝડપથી ઓગાળવા લાગશે. આ ડ્રિંક ને પહેલાથી બનાવીને ન રાખવું, જ્યારે પીવું હોય ત્યારે તાજું બનાવો.