દિવાળી પર તમારું ઘર રોશન થઈ શકે એટલા માટે સંપુર્ણ ધગશ સાથે માટીનાં દિવા બનાવી રહેલ છે બાળક, વિડીઓ જોઈને લોકો પ્રસંશા કરવા લાગ્યા

દિવાળી નો પાવન પર્વ હવે થોડા દિવસોમાં જ આવનાર છે. તેવામાં લોકો તેને લઈને અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી રહ્યા છે. દિવાળી પર ઝગમગતી રોશની અને સજાવટ કરવામાં આવે છે. ખાસ કરીને માટીના દિવડા નું પોતાનું અલગ મહત્વ હોય છે. માર્કેટમાં અત્યારથી જ માટીનાં દિવા વેચવાની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ રંગ અને સ્ટાઇલમાં બનાવેલા હોય છે. અમુક લોકો મેળવી અને મેટલના દિવા પણ પ્રગટાવે છે. પરંતુ માટીના દિવા ની વાત જ કંઇક અલગ હોય છે. જ્યારે તમે આ માટીના દિવા ને ખરીદો છો તો ઘણા ગરીબ લોકોનું પેટ ભરાય છે.

નાના બાળકે બનાવ્યા શાનદાર માટીના દિવા

સામાન્ય રીતે આપણે બધાએ કુંભારને ચાક ફેરવીને માટીના દિવા બનાવતા જોયેલા હશે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક નાના બાળકમાં પણ આ આવડત ઠાંસી-ઠાંસીને ભરેલી છે. હકીકતમાં હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર માટીના દિવા બનાવનાર એક બાળક નો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે આ બાળક ધગશની સાથે ખુબ જ સારી રીતે માટીનાં દિવા બનાવી રહેલ છે.

બાળકની આવડત જોઈને લોકો થયા ખુશ

બાળકની દિવા બનાવવાની આવડત જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેઓ બાળકની પ્રશંસાના પુલ બાંધી રહ્યા છે. દિવા ની ગુણવત્તા અને સુંદરતા જોઇને અંદાજો લગાવી શકાય છે કે બાળક આ કળામાં કેટલો હોશિયાર છે. સૌથી સારી વાત એ છે કે બાળક આ કામ શોખ અને ધગશની સાથે કરી રહેલ છે. વીડિયોના અંતમાં તે પોતાના કામની સાથે સાથે એક ગીત પણ ગાઇ રહેલો જોવા મળી રહેલ છે.

બાળકની આ આવડતને જોઈને લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે એક યુઝરે લખ્યું હતું કે, “આ એક ગરીબ નું પેટ છે સાહેબ, ભુખ કંઈ પણ કરાવી શકે છે. બસ બધા લોકોએ આ ગરીબ બાળકનું ધ્યાન રાખવાનું છે.” વળી અન્ય એક યુઝર લખે છે કે, “હવેથી માટીના દિવા જ લેવા છે. અન્ય કોઈ દિવા હવે લેવા નથી.” ત્યારબાદ એક વ્યક્તિ કહે છે કે, “દિવાળી પર કૃપા કરીને માટીના દિવા ખરીદો. તેનાથી ઘણા ગરીબોની રોજી-રોટી ચાલે છે.”

IPS પણ થયા ઈમ્પ્રેસ


માટીના દિવા બનાવતા બાળકનો આ વિડીયો આઇપીએસ રૂપિન શર્માએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરેલ છે. તેમણે બાળક નો વિડીયો પોસ્ટ કરીને કેપ્શન માં લખ્યું છે કે, “દિવાળી પર મને યાદ રાખજો.” તેની સાથે જ આઇપીએસ દ્વારા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે કે મહેરબાની કરીને દિવાળી પર આ બાળકને યાદ રાખજો. તેની સાથે જ તેમણે ગુલાબ અને સ્માઇલ વાળી ઇમોજી પણ બનાવી છે.

વળી તમને લોકોને આ બાળકની આવડત કેવી લાગી તે અમને જરૂરથી જણાવશો. સાથો સાથ દિવાળી પર માટીના બનેલા દિવા ખરીદવાનું ભુલતા નહીં.