ડોક્ટર : મેં તમને ૧૦ વાગ્યે દવા લેવાનું કીધું હતું તો પણ તમે ૨ કલાક વહેલી કેમ લઈ લો છો? દર્દીનો જવાબ સાંભળીને તમે ખડખડાટ હસી પડશો

Posted by

જોક્સ-૧

રીમા : મેં હમણાં મારા પાડોશી આંટી ની એક આદત છોડાવી દીધી.

સીમા : કઈ આદત?

રીમા : જ્યારે કોઈ છોકરી ના લગ્ન થતાં તો મારો ગાલ ખેંચીને એક કહેતી કે હવે તારો વારો છે.

સીમા : પછી એની આદત તે કેવી રીતે છોડાવી?

રીમા : જ્યારે શેરીમાં કોઈ મોટી ઉંમરનું ગુજરી જાય, ત્યારે હું એનો ગાલ ખેંચીને કહેતી હવે તમારો વારો છે.

જોક્સ-૨

ભુરો : પહેલા લગ્નમાં ૭ ફર્યા ફરતા હતા હવે લગ્નમાં ૪ ફેરા જ શા માટે ફરે છે?

ભુરી : પહેલા ૭ અક્ષર વાળા Husband નું ચાલતું હતું હવે ૪ અક્ષર વાળી Wife નું ચાલે છે.

જોક્સ-૩

લાઇફને સુધારવા માટે એક “વાઇફ” બસ છે, પણ “વાઇફ” ને સુધારવા માટે

આખી “લાઇફ” પણ કમ છે.

જોક્સ-૪

કુંભકર્ણ એટલા માટે શાંતિ થી સુતો,

કેમ કે એની પાસે સ્માર્ટફોન નહોતો.

જોક્સ-૫

પતિ : તુ દરરોજ મારા માં-બાપ ના વીક પોઈન્ટ બતાવે છે, તો કોઈક દિવસ તારા બા-બાપુજીનાં વીક પોઈન્ટ બતાવે તો સાચી કહું.

પત્ની : જમાઈને પારખવામાં કાચા પડ્યા.

જોક્સ-૬

એક ભાભીએ આજ તો ગજબ કર્યું.

ભાભી કહે મે તો બે વખત મોળાકત કર્યા હતા એમાં મને સાવ મીઠા વગરનાં ભટકાણાં.

જોક્સ-૭

મારી વાઇફ મને કહેતી હતી કે હું તમારા પ્રેમમાં બધા જ દુખ-દર્દ સહન કરી લઇશ.

પછી શુ ચમચો ગરમ કરીને અડાડી દીધો.

બે દિવસ થી વાતચીત બંધ છે.

જોક્સ-૮

અમુક નંગ તો એવા હોય ને કે જે

“ચાલો હવે હું રજા લઉં છુ”

કરતાં કરતાં કલાક સુધી ઊભા નો થાય.

જોક્સ-૯

ટીચર : આ કહેવતનો અર્થ સમજાવો કે,

સાંપ ની પુંછડી પર પગ ના મુકવો.

વિધાર્થી : પત્નીને પિયર જતી ના રોકાવી.

(ટીચરે વિધાર્થીને ગુરુ માની લીધો બોલો)

જોક્સ-૧૦

શાક લેવા ગઈ પણ બાપ રે બહુ મોંઘુ. દુઃખી થઈ ગઈ કે શું લેવું અને શું ન લેવું.

પા કિલોમાં કાંઈ આવે નહીં ને કિલો પોસાય નહીં,

પછી એક ડ્રેસની ખરીદી કરીને આવતી રહી.

હવે મન શાંત છે.

જોક્સ-૧૧

ડોક્ટર : તમે ફરી ગાંઠિયા ખાધા? મેં તમને કીધુ છે ને કે ઘરનું જ બનેલું ખાવાનું.

ભુરો : પણ સાહેબ, ગાંઠીયાવાળા જોડે અમારે ઘર જેવા સંબંધ છે.

જોક્સ-૧૨

એક દિવસ મગન રેલવેની મુસાફરી કરી રહ્યો હતો.

ટીટી એ આવીને પુછ્યું : તમારે ક્યાં જવાનું છે?

મગન : રામ નાં જન્મસ્થાન.

ટીટી : ટિકિટ લીધી છે?

મગન : એની શું જરૂર છે? હું તો ભાઈ પુણ્ય કામ માટે જઉં છું.

ટીટી : તો પછી ચાલો મારી સાથે….

મગન : ક્યાં?

ટીટી : કૃષ્ણ નાં જન્મસ્થાને.

જોક્સ-૧૩

ડોક્ટર : મેં તમને ૧૦ વાગ્યે દવા લેવાનું કીધું હતું તો પણ તમે ૨ કલાક વહેલી કેમ લઈ લો છો?

દર્દી : દુશ્મન પર ત્યારે હુમલો કરવો જોઈએ જ્યારે તે તેને તૈયારીમાં ના હોય.

જોક્સ-૧૪

પતિ પત્ની એક થાળીમાં જમતા હોય તો એવું નહીં માની લેવાનું કે એ બંને વચ્ચે પ્રેમ છે.

એ તો વાસણ બહુ ના ધોવા પડે એટલે ભેગી ખાતી હોય.