ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, આ મહિનામાં આવી જશે કોરોના વાયરસની વેક્સિન

હાલમાં દરેક દેશો કોરોના વાયરસની વેક્સિન શોધી રહ્યા છે. દુનિયાના મોટા ભાગના દેશ કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે અને જો તેની વેક્સિનને ઝડપથી શોધવામાં ન આવે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. કોરોનાની વેક્સિન શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસ-રાત એક કરી રહ્યા છે. અમેરિકા પણ મહામારીની વચ્ચે કોરોના ની વેક્સિન શોધવામાં જોડાયેલું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારના કહ્યું હતું કે, અમેરિકાની પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સિન આવી જશે. એક ચેનલના કાર્યક્રમમાં તેઓએ કહ્યું હતું કે અમને પૂરો વિશ્વાસ છે કે અમારી પાસે આ વર્ષના અંત સુધીમાં કોરોના વાયરસની વેક્સિન આવી ગઈ હશે. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે સપ્ટેમ્બરમાં સ્કૂલ અને યુનિવર્સિટી ખોલવાનો આગ્રહ કરીશું. તેઓ ઇચ્છે છે કે બાળકો સ્કૂલ અને યુનિવર્સિટીમાં જાય.

કોરોના વાયરસની વેક્સિન બનાવવામાં ઘણા દેશો જોડાયેલા છે. ઘણા દેશોમાં વેક્સિનની ટ્રાયલ પણ કરવામાં આવી ગયેલ છે. અમેરિકા પણ વેક્સિનની ટ્રાયલ કરી ચૂક્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ખુશ થશે જો અન્ય કોઈ દેશ પણ કોરોના વેક્સિનની શોધ કરે છે. તેમણે કહ્યું હતું કે, “મને તેની પરવાહ નથી કે કોણ વેક્સિન બનાવશે, મને બસ વેક્સિન જોઈએ છે જે કામ કરે.”