ડ્રીમ હાઉસથી ઓછું નથી જોન અબ્રાહમનું જન્નત જેવુ ઘર, અરબ સાગરની પાસે અહિયાં રહે છે તેઓ

ફિલ્મ “જિસ્મ” થી પોતાના કરિયરની શરૂઆત કરતા જોન અબ્રાહમ આજે બોલિવૂડ ના સારા એવા અભિનેતા બની ગયા છે. જોન બોલિવૂડમાં એન્ટ્રી કરતા પહેલા ફેમસ મોડલ હતા. થોડા સમય પહેલા રિલીઝ થયેલી તેમની “બટલા હાઉસ” ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ સારી કમાણી કરી હતી. જણાવી દઈએ તો મસ્ક્યુલર દેખાતા ઝોન ખૂબ જ શાંત સ્વભાવના છે.

આજે તેમની પાસે પૈસાની કોઇ કમી નથી, તેમ છતાં તે જમીન સાથે જોડાયેલા રહેવું પસંદ કરે છે. તેમને ફાલતું ના પૈસા વાપરવા પસંદ નથી. ત્યાં જ કોઈપણ નાના-મોટા કામ કરવામાં તેમને સંકોચ નથી થતો.

થોડાક દિવસો પહેલા વાયરલ એક ફોટામાં જોન પોતાના ઓફિસના દરવાજા સાફ કરી રહ્યા હતા. એટલું જ નહીં જોન ખૂબ જ સિમ્પલ રહેવું પસંદ કરે છે અને તે વારંવાર લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરે છે.

આટલા વર્ષો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા પછી જોને મુંબઈમાં પોતાનું એક આલિશાન ઘર લીધું છે. જોનનું આ ઘર કોઈ મહેલથી ઓછું નથી. તેમનું ઘર ડ્રીમ હાઉસ છે. તેમણે તેમના ઘરનું નામ “વિલા ઇન ધ સ્કાઇ” રાખ્યું છે.

૫૦૦ હજાર સ્ક્વેર ફીટ આ બંગલાની ખૂબસૂરતી અલગ જ છે. મુંબઈમાં બાંદ્રા વિસ્તારમાં સમુદ્રની પાસે જોનનું આ ઘર છે.

જોન ના ઘરમાં આધુનિક સુવિધા ઉપલબ્ધ છે. જોનનું આ ઘર ૨ માળનું છે. ઘરની અંદર ઇન્ટેરિયર સિમ્પલ અને ખૂબ જ આકર્ષક છે. કહેવામાં આવે છે કે તેમનો આ સપનાનો મહેલ ૧૪ મહિનામાં બની તૈયાર થયો છે.

એશિયન પેંટ્સ તરફથી આ એક વિડીયો ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, જેમાં જોને પોતાના ઘરની સફર કરાવી હતી.

આજે આ પોસ્ટમાં તમને તેમના ઘર ના અમુક ફોટા બતાવી રહ્યા છીએ. આ ફોટાને જોયા પછી તમે હેરાન થઈ જશો અને આવું ઘર ખરીદવા માટે તમારું પણ મન મચલવા લાગશે.

આ દિવસોમાં જોન ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડા દૂર પોતાની મેરેજ લાઇફ એન્જોય કરી રહ્યા છે. તેમણે વર્ષ ૨૦૧૪માં પ્રિયા રૂંચલ સાથે લગ્ન કર્યા.

જોન ની વાઈફ પ્રિયા એક NIR છે, જે અમેરિકામાં ફાઈનાન્સિયલ એનાલિસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કર ના રૂપમાં કામ કરે છે. જોન અને પ્રિયાની મુલાકાત પહેલી વખત વર્ષ ૨૦૧૦માં થઈ હતી.

ભલે પ્રિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં ના હોય પરંતુ તેમની ખૂબસૂરતી કોઈ બોલિવૂડ અભિનેત્રી થી ઓછી નથી. વાત કરીએ જોન ના વર્ક ફ્રન્ટની તો જલ્દી જ તે મુંબઈ સાગા, એટેક અને ફિર હેરાફેરી-૩ માં જોવા મળશે.